________________
શ્રીમદ્દના પ્રથમ સતસંગી “સત્યપરાયણ જૂઠાભાઈ
૨૯ પરમ આરાધ્ય ગુરુ-દેવમાનવા લાગ્યા અને અનન્ય ભક્તિથી તેમના ગુણગાન કરવા લાગ્યા. પણ માર્દવભૂત્તિ શ્રીમદ્ તે પિતાના પરમ આરાધ્ય વીતરાગદેવની ભક્તિને અને વીતરાગધર્મની દઢતાને જ જૂઠાભાઈને બંધ કરતા તે તેમના જઠાભાઈ પરના પત્રો પરથી જણાય છે. શ્રીમદ્દના ઉત્તમોત્તમ પત્રોમાં એક અને સર્વથી પ્રથમ પત્ર શ્રીમદ્દના પ્રથમ સત્સંગી આજુઠાભાઈ પર જ લખાય છે, તે અમૃતપત્રમાં (અં. ૩૭) શ્રીમદ્ જૂઠાભાઈને બોધે છે–
જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે, તેના ઇષ્ટદેવ પરમાત્મા જિન, મહાયોગી પાર્શ્વનાથાદિકનું સ્મરણ રાખજે અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાને ઈચ્છો. જીવિતવ્ય કે જીવનપૂર્ણતા સંબંધી કંઈ સંકલ્પ-વિકલ્પ કરશે નહીં. ઉપગ શુદ્ધ કરવા આ જગના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજો; પાર્શ્વનાથાદિક યોગીશ્વરની દશાની સ્મૃતિ કરજે; અને તે જ અભિલાષા રાખ્યા રહેજે, એ જ તમને પુનઃ પુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદને અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલ દીન શિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. વીરસ્વામીનું બેધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશે નહીં. તેની શિક્ષાની કઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય, તે માટે પશ્ચાત્તાપ કરજો. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના મેળામાં અર્પણ કરો, એ જ મોક્ષનો માર્ગ છે. જગતના સઘળા દર્શનની–મતની શ્રદ્ધાને ભૂલી જજે, જેન સંબંધી સર્વખ્યાલ ભૂલી જજે, માત્ર તે સત્પના અદ્ભુત યોગસ્કુરિત ચરિત્રમાં જ ઉપગને પ્રેરશો. ૪ ૪ જ્યાંત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એજ મારો ધર્મ છે, અને તે તમને અત્યારે બધી જઉં છું. ૪ ૪ ઉપયોગ એ જ સાધના છે. વિશેષ સાધના માત્ર પુરુષનાં ચરણકમળ છે, તે પણ કહી જઉં છું. આત્મભાવમાં સઘળું રાખજે; ધર્મધ્યાનમાં ઉપયોગ રાખજે; જગના કેઈ પણ પદાર્થ, સગાં, કુટુંબી, મિત્રને કંઈ હર્ષ–શોક કરવો એગ્ય જ નથી. xxહું કેઈ ગછમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશો નહી.”
આમ શ્રીમદ એમને અમૃત બોધ દેતા. છતાં જેઠાભાઈને શ્રીમદ્દ પ્રત્યેને ગુણાનુરાગજન્ય પરમ પ્રેમ-પ્રશસ્ત રાગ-મેહ એટલે બધો હતો કે તે રોક્યો રોકાતો નહોતો, અને તે વારંવાર ગુણપ્રસ્તુતિરૂપે પત્ર વાટે ઉભરાતે હતો. તેના ઉત્તરમાં અમેહસ્વરૂપ પરમ માર્દવભૂત્તિ શ્રીમદ્ જણાવતા–“તમે મારા સંબંધમાં જે જે પ્રસ્તુતિ દર્શાવી તે તે મેં બહુ મનન કરી છે. તેવા ગુણે પ્રકાશિત થાય, એમ પ્રર્વત્તવા અભિલાષા છે. પરંતુ તેવા ગુણો કંઈ મારામાં પ્રકાશિત થયા હોય એમ મને લાગતું નથી. માત્ર રુચિ ઉત્પન્ન થઈ એમ ગણીએ તે ગણી શકાય. (નં. ૯૪). મારા ભણી મેહદશા નહીં રાખે. હું તો એક અલ્પશક્તિવાળું પામર મનુષ્ય છું. સૃષ્ટિમાં અનેક સપુરુષે ગુપ્તરૂપે રહ્યા છે. વિદિતમાં પણ રહ્યા છે. તેમના ગુણને સ્મરે. તેઓને પવિત્ર સમાગમ કરો અને આત્મિક લાભ વડે મનુષ્યભવને સાર્થક કરે એ મારી