SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દના પ્રથમ સતસંગી “સત્યપરાયણ જૂઠાભાઈ ૨૭૭ કુલસંપ્રદાય સ્થાનકવાસી જૈનને હતે. જૂઠાભાઈ અમદાવાદના “પુણ્યપ્રભાવક શેઠ મલ્લિચંદ જેચંદના કુલના નબીરા અને શેઠ જેસંગભાઈ ઉજમશીના લઘુ બ્રાતા હતા. તેમને શ્રીમદના સત્સંગનું નિમિત્ત અકસ્માત જ અનાયાસે બની આવ્યું. સં. ૧૯૪૪ ના ચૈત્ર માસમાં મોક્ષમાળા છપાતી હતી, તેના કામ અંગે શ્રીમદ્દનું અમદાવાદ આગમન થયું. ત્યારે તેઓ ટંકશાળમાં શેઠ પન્નાલાલ ઊમાભાઈને ત્યાં (ચંચલબહેનને ઘેર) બે અઢી માસ રહ્યા હતા. તેઓ મોરબીના વનેચંદ પોપટ દફતરીને જેસંગભાઈ પર પત્ર “આ આપણું કુલસંપ્રદાયના એક મહા વિદ્વાન કવિ સાક્ષાત્ સરસ્વતી અવતારી પુરુષ છે એવા ભાવને ઓળખપત્ર સાથે લાવ્યા હતા. જેસંગભાઈ શ્રીમદને મળવા ટંકશાળમાં જતા, પણ તેમને આડતને અંગે બહારગામ જવાને પ્રસંગ વધારે બનતે એટલે તેમણે શ્રીમદ્દની સંભાળ રાખવાનું પતાના લઘુભ્રાતા જૂઠાભાઈ ને ભળાવ્યું. આમ અનાયાસે પૂર્વ નિબંધનથી શ્રીમદનો સમાગમલાભ પામવાનું સહજ નિમિત્ત મહાભાગ્યશાળી જૂઠાભાઈને મળી આવ્યું. શ્રીમદ્દ જાણે જૂઠાભાઈને જ નિતારવા પધાર્યા હોય એમ બની ગયું! એ અરસામાં અમદાવાદનાં શ્રી. દલપતભાઈ ભગુભાઈને વડે શ્રીમદે અદભુત અવધાન પ્રયોગ કરી બતાવ્યો હતો, તેથી એમ તે શ્રી. જૂઠાભાઈ આ કેઈ ચમત્કારિક પુરુષ છે એમ શ્રીમદ્દ પ્રત્યે સહજ આકર્ષાયા હતા. એક વખત શેઠ દલપતભાઈને પુસ્તકભંડાર જેવા શ્રીમદ્ શ્રી જૂઠાભાઈ સાથે પધાર્યા હતા, તે વખતે શ્રીમદ્દ સંબંધી નજરે જોયેલી હકીકત શ્રી જૂઠાભાઈએ પોતાના વડિલ બંધુ જેસંગભાઈને જણાવી હતી કે શ્રીમદ્દ પુસ્તકના પાનાં માત્ર ફેરવી જતા અને તે પુસ્તકનું હાર્દ તેમને હૃદયગત થઈ જતું. આવી પરમ આશ્ચર્યકારી આત્મશકિતના દર્શનથી શ્રીમદ્દ પ્રત્યે જૂઠાભાઈનું આકર્ષણ વધતું જતું હતું, ત્યાં આ પરિચયસમાગમનું નિમિત્ત મળ્યું, અને શ્રીમદૂના પરમ અદભુત આત્મગુણોનું તેમને સાક્ષાત દર્શન થતું ગયું. મુમુક્ષુના નેત્ર મહાત્માને ઓળખી લે છે, એ શ્રીમદના પ્રસિદ્ધ વચન પ્રમાણે મહામુમુક્ષુ જૂઠાભાઈના નેત્રે પ્રથમ દર્શને જ આ દિવ્ય મહાત્માને ઓળખી લીધા, તેમના સમ્યગદર્શન -જ્ઞાન –ચારિત્ર આદિ પરમ દિવ્ય ગુણોની તેમજ અનન્ય વીતરાગધમં દઢતા - અદભુત વીતરાગ ભકિત આદિ પરમ અદ્દભુત આત્મભાવોની સહજ છા૫ સરલાત્મા જૂઠાભાઈને આત્મામાં પડી. જૂઠાભાઈનું ચિત્ત મૂળ તે ભક્તિરંગી હતું જ તેમાં પરમ સંગરંગી શ્રીમદના સત્સંગનો રંગ ભળે એટલે તેમની વીતરાગમા પ્રત્યેની ભક્તિ નવપલવિત બની. પરમ દઢધમાં વિરાગ્યમૂત્તિ શ્રીમદ્દના સંસર્ગથી જૂઠાભાઈને દઢ ધર્મરંગ લાગ્યું અને અપૂર્વ વૈરાગ્ય જા, અલ્પકાળમાં “મોક્ષમાર્ગને દે એવું સમ્યપણું” એમના આત્મામાં પ્રગટયું. આમ શ્રીમદ સત્સંગલાભ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામી બન્નેને સંબંધ ધર્મપિતા-ધર્મપુત્રને બની ગયે. જૂઠાભાઈને મૂળ કુલસંપ્રદાય જેમ પ્રતિમાવિરેધક સ્થાનકવાસી સંપ્રદાયનો હતે તેમ શ્રીમનો પણ તે જ હતા, પણ સત્યતત્વષિક શ્રીમદના પ્રતિમા સંબંધી વિચારોમાં પરિવર્તન થયું અને તે સત્યનિષ્ઠ પરમ નિર્ભય શ્રીમદે સરલ સ્વભાવે નિર્ભયપણે જાહેર
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy