________________
૨૭૨
અધ્યાત્મ રાજચંદ્ર ના દિને લખેલ પત્રના ઉત્તરમાં (સં. . ૧૫, ૧૯૪૫) શ્રીમદ્ જણાવે છે–પુનર્જન્મના મારા વિચાર આપને અનુકૂળ થવાથી એ વિષયમાં આપનું સહાયકપણું મળ્યું. ૪ ૪ પુનર્જન્મના પ્રત્યક્ષ નિશ્ચય, તેમ જ અન્ય આધ્યાત્મિક વિચારે હવે પછી પ્રસંગાનુકૂળ દર્શાવવાની આજ્ઞા લઉં છું.” પુનર્જન્મ બા. આ પત્રવ્યવહાર પરથી જોઈ શકાય છે કે આ મનઃસુખરામ સૂ. જેવા પ્રખર વેદાંતીને પણ આ બા. કદાચ કિંચિત્ સાશંકતા હશે, અને તે દૂર કરવા માટે આગમથી અનુમાનથી અને અનુભવથી શ્રીમદે જે યુક્તિયુક્ત સમાધાન દર્શાવ્યું તેથી પુનર્જન્મની પ્રતીતિ તેમને ઉપજી હોય એમ આ પરથી સમજાય છે. અત્રે વિવેકી વાચકને શંકા થવી સંભવે છે કે આવા પ્રખર વેદાંતીને એ બા. શંકા કેમ સંભવે ? આ શંકા અસ્થાને છે, કારણ કે મોટા મોટા ગ્રંથો લખવા છતાં ને વેદાંતની કે સિદ્ધાંતની મોટી મોટી વાતો કરવા છતાં ભલભલા મેટામેટા પંડિતને પણ તેવી શંકા અંદરખાનેથી હેાય છે; જરા ઊભા રહી પિતાના અંતરાત્માને પૂછવામાં આવે તો મુખેથી તેવી જ્ઞાનની વાત કરવા છતાં અંદરખાનેથી ઊંડે ઊંડે તેવી શંકા તેમના અંતરને કેરી ખાતી હોય છે. વેદપારંગત ગૌતમસ્વામીને દાખલ ઈતિહાસપ્રસિદ્ધ છે. પાંચસો શિષ્યના અગ્રણી પંડિત શિરોમણિ આ વેદપારંગત ઇદ્રભૂતિ ગૌતમને આત્માના અસ્તિત્વની જ-હેવાપણાની જ શંકા હતી ! તેમના ભ્રાતા તેવા જ મહા પ્રકાંડ પંડિત પ્રવર અગ્નિભૂતિને આત્માના નિત્યત્વની–નિત્યપણાની શંકા હતી ! તેઓની તે શંકા પરમજ્ઞાનીશ્વર મહાવીરે વેદની ઋચાઓનો અર્થ સમજાવી દૂર કરી તેમ અત્રે પણ પ્રખર વેદાંતી મનઃસુખરામની શંકાનું નિવારણ પ્રત્યક્ષ અનુભવજ્ઞાની જ્ઞાનાવતાર શ્રીમદે આવી સમર્થતાથી કર્યું હોય એમાં આશ્ચર્ય નથી. મનઃસુખરામ સૂ. સરલપરિણામી નિર્માની હતા. એટલે એમણે વયમાં પિતાથી લઘુ પણ જ્ઞાનમાં વૃદ્ધ શ્રીમદ્દ જેવા સપુરુષ પાસે નિખાલસપણે પોતાની શંકા રજુ કરવામાં લેશ પણ સંકોચ અનુભવ્યો નથી અને પરમ વિનયાન્વિત શ્રીમદે પણ તેવા જ નિખાલસપણે તેનું સમાધાન કરવામાં લેશ પણ ઉત્કચ (ઉત્કર્ષ–અહંકાર) અનુભવ્યો નથી.
અને આમ પરમાર્થ ગેઝિથી બન્નેનું અંતરૂ મળ્યું છે, એટલે અંતઃકરણની વાત પરસ્પર લખાય છે તેને ઉલ્લેખ કરતાં શ્રીમદ્ આ જ પત્રમાં લખે છે –“આપે અંતઃકરણીય–આત્મભાવજન્ય અભિલાષા જે એ દર્શાવી તે નિરંતર સત્પરુષે રાખતા આવ્યા છે; તેવી મન, વચન, કાયા અને આત્માથી દશા તેઓએ પ્રાપ્ત કરી છે, અને તે દશાના પ્રકાશ વડે દિવ્ય થયેલા આત્માએ વાણી દ્વારા સર્વોત્તમ આધ્યાત્મિક વચનામૃતેને પ્રદર્શિત કર્યા છે, જેને આપ જેવા સત્પાત્ર મનુષ્યો નિરંતર સેવે છે; અને એ જ અનંત ભવનું આત્મિક દુઃખ ટાળવાનું પરમૌષધ છે.” આ લખી શ્રીમદ્દ નિરાગ્રહભાવે યથાર્થ દષ્ટિ અને સત્સાધન અંગે પુનઃ પિતાનું મંતવ્ય સંક્ષેપમાં નિવેદે છે–
‘સર્વદર્શન પરિણામિકભાવે મુક્તિને ઉપદેશ કરે છે એ નિઃસંશય છે, પણ યથાર્થ દષ્ટિ થયા વિના સર્વદર્શનનું તાત્પર્યજ્ઞાન હૃદયગત થતું નથી. જે થવા માટે સપુરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદપંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનયોગ જે સાધને, તે શુદ્ધ ઉપગ વડે સંમ્મત થવાં જોઈએ.”