________________
મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીને શ્રીમદ સત્સંગપ્રસંગ ર૭૧ વર્તન છે.”—રફટિક જેવા સ્વચ્છ હદયના પવિત્ર ઝરણામાંથી નિકળેલા શ્રીમદના આ હૃદયસ્પર્શી વચમાં અક્ષરે અક્ષરે કેવી નિખાલસતા નિઝરે છે! અખંડિત સત્યસિદ્ધાંતની નિશ્ચયદઢતામાં પણ કેવી નિરાગ્રહતા વિસ્ફરે છે એક પ્રખર વેદાંતીને વીતરાગ સિદ્ધાંત ગળે ઉતરાવવાની કેવી વિચક્ષણતા ઝળહળે છે ! ખરેખર ! મનઃસુખભાઈકિ. મહેતાએ “જીવનરેખા’માં કહ્યું છે તેમ—“શ્રીમદ્ રાજચંદ્ર પિતાને પવિત્ર વીતરાગ માર્ગ હાડોહાડ વ્યાપ્યા છતાં, શ્રીયુત્ ત્રિપાઠી જેવા વેદાંતના ચુસ્ત પ્રેમીના સંબંધમાં જનની સત્યતા પ્રતિપાદન કરતાં આવી વિચક્ષણતાથી કામ લીધેલું જોઈ પવિત્ર વીતરાગ માર્ગની તેઓની હિમાયત અંગે જેનમાત્રને પૂજ્યભાવ ફુરશે.” ઇત્યાદિ.
આમ આત્મત્વ પામવા પરત્તમ વીતરાગસિદ્ધાંતની નિરાગ્રહ મધ્યસ્થભાવે દઢતાથી રજૂઆત કરી આવા પરમ વિચક્ષણ પરમ જ્ઞાનવૃદ્ધ શ્રીમદ, “નિગ્રંથ શાસન જ્ઞાનવૃદ્ધને સર્વોત્તમ વૃદ્ધ ગણે છે?—એમ આ વયેવૃદ્ધ પ્રખર વેદાંતીને માર્મિકપણે જણાવી, એમને પુનર્જન્મને નિશ્ચય કરાવવા પુનર્જન્મસંબંધી પોતાના વિચારો દર્શાવતાં લખે છે–પુનર્જન્મ સંબંધી મારા વિચાર દર્શાવવા આપે સૂચવ્યું તે માટે અહીં પ્રસંગ પૂરતું સં૫-માત્ર દર્શાવું છું. મારું કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે કે, આ કાળમાં પણ કઈ કઈ મહાત્માએ ગત ભવને જાતિ
સ્મરણ જ્ઞાન વડે જાણી શકે છે; જે જાણવું કપિત નહીં પણ સમ્યક હોય છે. ઉત્કૃષ્ટ સન્વેગ-જ્ઞાનગ–અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂત ભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે. જ્યાં સુધી ભૂત ભવ અનુભવગમ્ય ન થાય ત્યાંસુધી ભવિષ્યક્તળનું ધર્મપ્રયત્ન શાસહ આત્મા ક્યાં કરે છે; અને શંકા સહ પ્રયત્ન તે એગ્યસિદ્ધિ આપતું નથી. પુનર્જન્મ છે; આટલું પક્ષે-પ્રત્યક્ષે નિઃશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી, તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસશૈલી કહેતી નથી. પુનર્જન્મને માટે શ્રુતજ્ઞાનથી મેળવેલ આશય મને જે અનુભવગમ્ય થયે છે તે કંઈક અહીં દર્શાવી જઉં છું.' એમ કહી ઉપગ એ આત્માનું વિશિષ્ટ લક્ષણ-ભિન્ન ધર્મ દર્શાવી, તે ઉપગની અશુદ્ધિનું કારણ પૂર્વકમ અનુપૂવથી પુનર્જન્મ સિદ્ધ કરે છે એમ આગમપ્રમાણુથી–અનુમાન પ્રમાણથી સવિસ્તર સ્પષ્ટ બતાવી આપી શ્રીમદ્દ લખે છે–એ અનુમાન પ્રમાણુ કહી ગયો. પ્રત્યક્ષ પ્રમાણ સંબંધી જ્ઞાનીદષ્ટ હશે, તે હવે પછી, વા દર્શન સમય મળ્યો છે ત્યારે કંઈક દર્શાવી શકીશ.” છેવટે–પુનર્જન્મ છે તે ચોગથી, શાસ્ત્રી અને સહજરૂપે અનેક સન્દુરુષોને સિદ્ધ થયેલ છે. આમ કહી આ કાળમાં તેની નિઃશંકતા નથી તેના કારણે દર્શાવે છે–આ કાળમાં એ વિષે અનેક પુરુષને નિઃશંકતા નથી થતી તેના કારણે માત્ર સાત્વિકતાની ન્યૂનતા, ત્રિવિધતાપની મૂઈના, શ્રીગેકુળચરિત્રમાં આપે દર્શાવેલી નિર્જનાવસ્થા તેની ખામી, સત્સંગ વિનાને વાસ સ્વમાન અને અયથાર્થ દષ્ટિ એ છે.” ઈત્યાદિ.
શ્રીમદે લખેલા આ લાંબા પત્રના ઉત્તરમાં મનઃસુખરામ સૂર્યરામે અષાઢ સુદ ૭