SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ અધ્યાત્મ રાજચંદ્ર આજ્ઞા લેવાને આપને પરિશ્રમ આપું છું–ગ્ય લાગે તે આપ અનુકૂળ થશે.” એમ વિનયથી દર્શાવી પરમ વિચક્ષણ શ્રીમદ્દ લખે છે—અર્થ કે વય સંબંધમાં વૃદ્ધ સ્થિતિવાળો નથી, તે પણ કંઈ જ્ઞાનવૃદ્ધતા આણવાને આપના જેવા સત્સંગને, તેમના વિચારેને અને પુરુષની ચરણરજને સેવવાને અભિલાષી છું. મારું આ બાલવય એ અભિલાષામાં વિશેષ ભાગે ગયું છે. ૪ ૪ આ કાળમાં પુનર્જન્મને નિશ્ચય આત્મા શા વડે, કેવા પ્રકારે અને કઈ શ્રેણિમાં કરી શકે, એ સંબંધી કંઈ મારાથી સમજાયું છે તે જો આપની આજ્ઞા હોય તે આપની સમીપ મૂકીશ.” આમ શ્રીમદૂના આ પ્રખર વેદાંતી સાથેના પત્રવ્યવહારનું ઉદ્દઘાટન થયું જણાય છે. અને પછી તે તે વ્યવહાર અને પરસપર સમાગમ વધતો ચાલ્યો. આ પ્રથમ પત્ર પછી મનઃસુખરામ સૂના વિ. શુદ ૬ ૧૯૪પના પત્રના ઉત્તરમાં જેઠ સુદ ૪ ૧૯૪૫ના દિને લખેલા એક અસાધારણ મહાન પત્રમાં, (અં. ૬૪) “પસાતો જે થી જ શ્રેષપવછારિy” – મને વીર પ્રત્યે પક્ષપાત નથી-કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી એ શ્રી હરિભદ્રસૂરિનું સુપ્રસિદ્ધ સુભાષિત મથાળે ટાંકી, મહાન છે હરિભદ્રસૂરિનું સ્મરણ કરાવે એવી અદ્દભુત મધ્યસ્થતાથી–પરમ આશ્ચર્યકારી નિષ્પક્ષ પાતતાથી શ્રીમદ્દ લખે છે –“ આપનું ધર્મપત્ર વૈશાખ વદ ૬નું મળ્યું. ૪૪ તે પત્રમાં આપ દર્શાવે છે કે કેઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું; એ જ્ઞાનીઓને ઉપદેશ છે.” આ વસ્તુને નિખાલસભાવે સ્વીકાર કરી પરમ મધ્યસ્થપરિણામી નિષ્પક્ષપાત નિરાગ્રહ યથાર્થ દષ્ટિવાન્ શ્રીમદ નિરાગ્રહભાવે પોતાનું મંતવ્ય દર્શાવે છે આ વચન મને પણ સમ્મત છે. પ્રત્યેક દર્શનમાં આત્માને જ બેધ છે; અને મોક્ષ માટે સર્વને પ્રયત્ન છે, તે પણ આટલું તે આપ પણ માન્ય કરી શકશે કે જે માર્ગથી આત્મા આત્મત્વ સમ્યગજ્ઞાન-યથાર્થદષ્ટિ–પામે તે માર્ગ પુરુષની આજ્ઞાનુસાર સમ્મત કર જોઈએ. અહીં કોઈ પણ દર્શન માટે બોલવાની ઉચિતતા નથી, છતાં આમ તો કહી શકાય કે–જે પુરુષનું વચન પૂર્વાપર અખંડિત છે, તેનું બધેલું દર્શન તે પૂર્વાપર હિતસ્વી છે. આત્મા જ્યાંથી યથાર્થ દષ્ટિ, કિંવા વસ્તુધર્મ પામે ત્યાંથી સમ્યફજ્ઞાન સંપ્રાપ્ત થાય એ સર્વમાન્ય છે. આમ સર્વમાન્ય સામાન્ય સિદ્ધાંત રજૂ કરી તે આત્મત્વ પામવા અંગે મહાવીરના પરમેત્તમ સિદ્ધાંતની પરમ અદ્દભુત અલૌકિક વિચક્ષણતાથી રજૂઆત કરતાં શ્રીમદ્ આચારાંગ સિદ્ધાંતનું જે પાં નાખી ને સર્વ કર્યું, ના સે લાખ –એકને જાયે તેણે સર્વ જાણ્યું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યો એ પ્રસિદ્ધ સૂત્ર ટાંકી વદે છે– મહાવીરના બોધને મુખ્ય પાયે ઉપરના વચનામૃતથી શરૂ થાય છે, અને એનું સ્વરૂપ એણે સર્વોત્તમ દર્શાવ્યું છે. x x અહીં એક આ પણ વિજ્ઞાપના આપને કરવી એગ્ય છે કે, મહાવીર કે કોઈ પણ બીજા ઉપદેશકના પક્ષપાત માટે મારું કંઈ પણ કથન અથવા માનવું નથી, પણ આત્મત્વ પામવા માટે જેને બેધ અનુકૂળ છે તેને માટે પક્ષપાત (1) દષ્ટિરાગ, પ્રશસ્ત રાગ, કે માન્યતા છે, અને તેને આધારે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy