SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ મેાક્ષની અનન્ય તમન્ના ૨૬૩ આ ‘આપણને એવા થવું છે' એમ કહ્યું ત્યાં—જાણે નેપથ્યમાંથી અવાજ આવે છે. ક્રમે કરીને થઇ શકશે.’ અત્રે ક્રમની વાત આવી કે પરમ તીવ્ર મુમુક્ષુ શ્રીમદ્દ આત્મા એકદમ ઊકળીને એટલી ઊઠે છે—તે ક્રમ બ્રમ અહી' ચાલશે નહી. અહી તા તુરત તે જ પદ જોઈએ.’— જ્યાં ક્ષણની પણ ઢીલ ખમી શકાય એમ નથી. એવી મેાક્ષ માટેની અનન્ય તમન્ના જેના આત્માને થઇ છે, તેને આ ક્રમના કાયદે કે વિલંબના વાયદો કામ આવે એમ નથી, તેને તા તરત જ—તત્ક્ષણ જ તે પદ ‘જોઈએ’ એવી (Demand notice) જેવા તગાદો જ કામ આવે એમ છે,— એવા અધીરાઈવાળા તીવ્ર ભાવ સૂચવતા આ ઉદ્ગાર નિકળી પડચા છે. ત્યાં પુનઃ (નેપથ્ય) અવાજ આવે છે. જરા શાંત થાએ. સમતા રાખે, અને ક્રમને અંગીકાર કરો. નહીં તે તે પયુક્ત થવું નહી' સંભવે.' ઉકળેલા આત્માને જરા શાંત પાડવા આ વચન કહ્યાં એટલે આર ઉકળેલા આ આત્મા સવેગઆવેગથી એલી ઊઠે છે... થવું નહી' સંભવે. એ તમારાં વચન તમે પાછા લ્યા. ક્રમ ત્વરાથી અતાવેા, અને તે પદમાં તુરત મેાકલા.’ઉગ્ન સંવેગી—તીવ્રમેાક્ષાભિલાષી અમૃત શબ્દોમાં જરા પણ ઢીલ નહિ. ખમી શકાય એવી શીઘ્ર મેાક્ષ માટેની શ્રીમની અનન્ય તાલાવેલી દન દે છે. આ આ ક્રમ ત્વરાથી બતાવા અને તે પદમાં તુરત મેાકલા એમ કહ્યું ત્યાં (નેપથ્યમાંથી અવાજ આવ્યો) ‘ઘણા માણસા આવ્યા છે. તેમને અહીં ખેલાવા. તેમાંથી તમને ક્રમ મળી શકશે.’ ઇચ્છયું કે તેએ આવ્યા, તેમાં એક વૃદ્ધ પુરુષે કહ્યું-‘તમારા કલ્યાણને અર્થે અમારૂં આગમન છે.’ એટલે તે વિચારભુવનસ્થ પુરુષ એકદમ ભાવાવેગથી ખેલી ઊઠે છે–કૃપા કરીને ત્વરાથી કહેા, આપ મારૂ' શું કલ્યાણુ કરશેા તે. અને આવેલા પુરુષાનું એળખાણુ પાડા. તેમણે પ્રથમ એળખાણુ પાડી. આ વગ’માં ૪-૫-૬-૭૮-૯-૧૦-૧૨ એ અંકવાળા મુખ્ય મનુષ્યેા છે. તે સઘળા તમે જે પદને પ્રિય ગણ્યું તેના આરાધક ચેાગીએ છે. ૪ થી તે પદ્મ જ સુખરૂપ છે, અને માકીની જગવ્યવસ્થા અમે જેમ માનીએ છીએ તેમ માને છે. તે પદ્મની અંતરંગની તેની અભિલાષા છે, પણ તેઓ પ્રયત્ન કરી શકતા નથી; કારણ થાડા વખત સુધી તેમને અંતરાય છે.' (તે તીવ્ર મુમુક્ષુ પુરુષ વચ્ચે ખેાલી ઊઠે છે) અંતરાય શી ? કરવા માટે તત્પર થાય એટલે થયું. વૃદ્ધ ખેલ્યા-તમે ત્વરા ન કરે. તેનું સમાધાન હમણાં જ તમને મળી શકશે, મળી જશે.' ઠીક, આપની તે વાતને સમ્મત થઉં છું. વૃદ્ધ આગળ ચલાવે છે આ ‘પ’ના અંકવાળા એ કંઈક પ્રયત્ન પણ કરે છે, બાકી ‘૪'ના પ્રમાણે છે. ‘૬' સર્વ પ્રકારે પ્રયત્ન કરે છે. પણ પ્રમત્તદશાથી પ્રયત્નમાં મંદતા આવી જાય છે. ‘છ’ સર્વ પ્રકારે અપ્રમત્તપ્રયત્ની છે. ૮-૯-૧૦’ તેના કરતાં ક્રમે ઉજજવળ, પણ તે જ જાતિના છે. ૧૧’ના અંકવાળા પતિત થઈ જાય છે માટે અહીં તેનું આગમન નથી. દન થવા માટે બારમે જ-હમણાં હું તે પદ્મને સંપૂ` જોવાના છું, પરિપૂર્ણતા પામવાના છું. આયુષ્યસ્થિતિ પૂરી થયે તમે જોયેલું પદ, તેમાં એક મને પણ જોશે.' (આમ વૃદ્ધે કહ્યું એટલે તે પુરુષ ભાવાલ્લાસથી એલી ઊઠે છે) પિતાજી, તમે મહાભાગ્ય છે. આવા અંક કેટલા છે?
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy