SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ લોકપુરુષારહસ્ય: “મારગ સાચા મિલ ગયા” ૨૫૧ મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ હેતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” અને આમ આત્માનુભવની દિશામાં દોટ મૂકતા શ્રીમને વિશ્વના કોયડાને ઉકેલ પણ હાથ લાગી ગયે, લેકપુરુષનું અલોકિક રહસ્ય પણ અપૂર્વ ભાવથી સમજાઈ ગયું, અત્યારસુધીમાં પ્રાયે પૂર્વે કેઈએ પણ કદી પણ ન વિચાર્યું હોય એવું અપૂર્વ લેકપુરુષારહસ્ય શ્રીમદને અલૌકિક ભાવથી હૃદયગત થઈ ગયું. બ્રહ્માંડના પિંડરૂપ-બ્રહ્માંડની લઘુ આવૃત્તિ સમા આ “પિંડને – શરીરને ખેળતે વિશ્વતત્ત્વને– વિશ્વ રહસ્યનો પત્તો લાગી જશે, આ બ્રહ્માંડસંબંધી વાસના જ્યારે જાય ત્યારે વસ્તુને પામે એ રહસ્યભૂત ભાવ અંતરમાં અત્યંત કુરિત થયા. જ પિંડ બ્રહ્માંડકા, પત્તા તે લગ જાય; એહી બ્રહ્માંડી વાસના, જબ જાવે તબ..” અને એટલે જ “પિંડે સો બ્રહ્માંડે' તેમ “બ્રહ્માડે સો પિંડે” એ પરમ રહસ્યભૂત વસ્તુને મર્મ પણ પૂરેપૂરો સમજાઈ ગયે; જિનસિદ્ધાંતમાં લેક પુરુષાકારે વર્ણવ્યો છે તેને અંતર્ગત ભેદ પ્રાપ્ત થઈ ગયો અને તે લોકપુરુષ રહસ્ય પ્રકાશતા, લેક પુરુષ સંસ્થાને કહ્યો એ અમર પંક્તિથી શરૂ થતા અમૃત (Immortal, nectarlike) કાવ્યમાં તે અપૂર્વ રહસ્ય શ્રીમદે પ્રકાશ્ય. આ લેક પુરુષાકારે કહ્યો છે તેને ભેદ તમે કાંઈ પ્રાપ્ત કર્યો? તેમ કહેવાનું કારણ તમે કાંઈ સમજ્યા ? કે તે સમજાવવાની માત્ર તમારી ચતુરાઈ છે? એમ વિચારની પ્રેરણું કરી, શ્રીમદ્ આ શરીર પરથી આ લોકપુરુષને ઉપદેશ જ્ઞાનદર્શનના ઉદ્દેશે જ્ઞાનીઓએ કર્યો છે એમ સ્પષ્ટ કહી, આ અધી પંક્તિમાં લેકપુરુષનું અલૌકિક અદ્ભુત રહસ્ય પ્રકાશે છે–“લોકરૂપ અલોકે દેખ.”—અલકમાં રહેલા લોકને અવલોક, અર્થાત્ નહિં અવલોકનારા એવા અલકમાં– અચેતન એવા જડ દેહમાં સ્થિતિ કરતા લેકને એટલે કે અવકનારા આત્માને દેખ. અને એમ સ્પષ્ટ ભેદરૂપ જીવ-અજીવની સ્થિતિ દેખે, એટલે “ઓરતો ને શંકા ખવાઈ જાય,–“ટો ઓરતો શંકા ખાઈ.” આમ એકત્ર છતાં જૂદા ને જૂદા એવા જીવ–અજીવની સ્થિતિનું આશ્ચર્ય જે જાણે છે, તે જ જાણ-જ્ઞાની છે; અને જ્યારે જ્ઞાન-ભાણ પ્રગટે છે ત્યારે જ આ જાણે છે, અને આમ પર એવા અજીવમાં આત્મ. ભ્રાંતિથી આ જીવ બંધાય છે ને આત્મભ્રાંતિ મૂકવાથી મૂકાય છે, એવું બંધ–મેલન સ્વરૂપ તે સમજે છે,–“સમજે બંધ-મુક્તિ યુક્ત જીવ, નિરખી ટાળે શક સદીવ.” એટલે પછી તે જ્ઞાની પુરુષ દેહાધ્યાસ છોડી, પરભાવ વિભાવને કર્તા મટી, સાક્ષીપણે દષ્ટાભાવે નિરખતો રહી સદાને માટે શેક ટાળે છે. કારણ કે જ્યાં રાગ અને દ્વેષ છે ત્યાં સર્વદા કલેશ છે, જ્યાં ઉદાસીનતાનો વાસ છે ત્યાં સર્વ દુઃખનો નાશ છે. ત્યાં સર્વ કાળનું જ્ઞાન છે, ત્યાં દેહ છતાં નિર્વાણ છે, તે જ છેવટના ભાવની દશા છે, અને આત્મામાં રમણ કરનાર રામ પોતાના ધામ આવીને વસ્યા છે, ઈત્યાદિ પ્રકારે
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy