________________
લોકપુરુષારહસ્ય : “મારગ સાચા મિલ ગયા? નથી. આમ સ્વાતમુદ્રાથી સર્વ મતનું મિથ્યાત્વ દૂર કરી સમ્યકત્વ કરવાને સમર્થ અદ્ભુત જિનવચનમાં સર્વ મત પોતપોતાની સંભાળ–સમ્યકભાળ-સંરક્ષણ કરતાં રહી જાય છે, -એ અનુભવસિદ્ધ પૂર્ણ વિવેકમય નિર્ણય શ્રીમદને પ્રગટ્યો અને એમના ધન્ય ઉદ્ગાર નીકળી પડયા- “જિનનાં વચનની રચના અદ્ભુત છે તેમાં તો ના નહીં,” (અં.. ૧૫૭, રજનિશી ૧૮); તેમજ “રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિન કાલ; ઈનમેં સબ મત રહત છે, કરતે નિજ સંભાલ. જિન સેહી હે આતમાં, અન્ય હાઈ સે કર્મ કર્મ કટે સે જિનબચન, તત્વગ્યાનિકે મર્મ.” (હાથોંધ ૧-૧૪) જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમજ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. (હાથોંધ ૨–૨૧).ઈત્યાદિ.
આમ જડ ને ચેતન એ બને દ્રવ્યને ભિન્ન સ્વભાવ જ્યાં પ્રગટ સ્વીકારવામાં આવ્યો છે એવા જિનદર્શનની–વિતરાગદર્શનની શૈલી પ્રમાણે વિચારણા કરતાં તે વસ્તુ પ્રત્યક્ષ પ્રગટ અનુભવસિદ્ધ જણાઈ આગમથી, અનુમાનથી અને અનુભવથી અબાધિત સિદ્ધ થઈ એટલે તે સિદ્ધાંતને શ્રીમદે મુક્તકંઠે સ્વીકાર કર્યો, અને અનુભવની મુદ્રાથી અંકિત તે સિદ્ધાંત ઉદ્ઘાખ્યો. જડ જડભાવે પરિણમે , ચેતન ચેતનભાવે પરિણમે, કેઈ પોતાને સ્વભાવ છોડીને પલટે નહિં; જડ તે ત્રણે કાળમાં જડ હેય, ચેતન પણ તેમ ત્રણે કાળમાં ચેતન હોય, આ પ્રગટ અનુભવરૂપ છે, એમાં સંશય કેમ હોય? જે જડ ત્રણે કાળમાં જડ હોય ને ચેતન ચેતન હોય તો બંધ–મોક્ષ નહિં ઘટે, નિવૃત્તિપ્રવૃત્તિ નહિં હોય, તે શંકાનું સમાધાન એ છે કે-જ્યાં લગી આત્મા અભાન છે–પિતાના સ્વરૂપમાનથી રહિત છે, ત્યાંલગી સંગે કરીને બંધ–ક્ષ છે, પણ સ્વભાવને ત્યાગ હેતે નથી, એમ શ્રીજિન ભગવાન કહે છે. આ જીવ બંધ પ્રસંગમાં વર્તે છે, તે નિજ પદનું અજ્ઞાન છે, પણ આત્માને કોઈ જડતા આવી જતી નથી– ચેતન આત્મા કંઈ જડ બની જતો નથી, એ સિદ્ધાંત પ્રમાણ છે. આ જડ–ચેતનને સંગ એ અનાદિ અનંત ખાણ છે, તેને કઈ કર્તા છે નહિ, એમ શ્રી જિન ભગવંત ભાખે છે. મૂળ દ્રવ્ય ઉત્પન્ન થતું નથી તેમ નાશ પામતું નથી એ અનુભવથી સિદ્ધ છે, એમ જિનવર ભાખે છે. હોય તેને નાશ નહિં, હાય નહિં તે હોય નહિં, એક સમય છે તે સર્વ સમય છે, તેની ભેદ અવસ્થા દેખાય છે. –આ દ્રવ્યાનુયેગની સ્પષ્ટ વિશદ વિચારણા થીમને પ્રત્યક્ષ સાક્ષાત્ આત્મઅનુભવસિદ્ધ થઈ, અને તે પ્રમાણે શ્રીમદ રાળજ નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ વેળાયે (સં. ૧૯૪૭ના ભાદ્ર.) ડિંડિમનાદથી ઉદ્દઘાષી,-હજારો શા કરતાં બળવાન આ આત્માનુભવસિદ્ધ વસ્તુ પિતાના આત્મતત્વ નિર્ણયરૂપે આ અમર શબ્દોમાં જગને જાહેર કરી
જડભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કઈ પલટે નહી, છેડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ? જે જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય;
બંધ મેક્ષ તે નહિ ઘટે, નિવૃત્તિપ્રવૃત્તિ હોય. મ-