________________
૨૪૮
અધ્યાત્મ રાજય દ્ર બેધદિશા ભણી વળે. તેઓએ રૂપકથી કહ્યું છે. ભિન્ન ભિન્ન પ્રકારે તેથી બંધ થયે છે, અને થાય છે; પરંતુ તે વિલંગરૂપ છે.”—તેઓએ-તે જ્ઞાનીઓએ જે આ લેકાદિ સ્વરૂપ કહ્યું છે તે રૂપકથી કહ્યું છે, તે બેધહેતુએ છે, એટલે ભિન્ન ભિન્ન પ્રકારે-જૂદી જુદી રીતે તેથી બધ થયે છે અને થાય છે, પરંતુ તે વિલંગરૂપ છે,–તે સંબંધી લોકે જે સમજે છે તે વિભંગરૂપ-વિપરીત ભંગ-પ્રકારરૂપ છે. પણ “આ બધ સમ્યક છે. તથાપિ ઘણું જ સૂક્ષ્મ અને મોહ ટળે ગ્રાહ્ય થાય તેવો છે,’– તમને જે આ બંધ થયે છે–સમજાવે છે તે સમ્યક્ છે-યથાર્થ છે, તે પણ ઘણું જ સૂક્ષ્મ અને મેહ ટળે બાહ્યગ્રહણ થઈ શકે તે છે, અર્થાત્ તમને મોહ ટળે છે અને ઘણે જ સૂક્ષ્મ બોધ મળ્યો છે. વર્તમાનમાં આ “સમ્યફ બોધ પણ પૂર્ણ સ્થિતિમાં રહ્યો નથી. તેમણે જે છે તે યોગ્ય છે. એ સમજીને હવે ઘટતે માર્ગ . કારણ શોધે મા, ના કહે મા, કલ્પના કરો મા. એમ જ છે. જે સમ્યક તમને સમજાય છે તેમ જ વસ્તુસ્થિતિ છે, માટે કલ્પના છેડી નિર્વિકલ્પપણે એ માર્ગે આગળ ચાલ્યા જાઓ. તે પુરુષ યથાર્થ વક્તા હતો.'- તે પુરુષ–ભગવાન મહાવીર યથાર્થ વક્તા-જેમ અર્થ છે તેમ કહેનારે હતો. “અયથાર્થ કહેવાનું તેમને કઈ નિમિત્ત નહતું.”
આ જ વસ્તુની પુષ્ટિ કરતા શ્રીમદના અનુભવદુગાર હાથોંધ ૨–૧માં છે એ જ સ્થિતિ—એ જ ભાવ અને એ જ સ્વરૂપ. ગમે તે કલ્પના કરી બીજી વાટ ભે. યથાર્થ જોઈતો હોય તે આ..............” અર્થાત્ પૂર્વોક્ત હાથધમાં કહ્યો છે તે જ સમ્યફોધરૂપ ‘આ’–પ્રત્યક્ષ આત્મદર્શનરૂપ અનુભવગોચર યથાર્થ માગ લેવાનું અત્રે શ્રીમદે પોતે પિતાના આત્માને સંબોધન કર્યું છે. તે પછી અન્ય દર્શનમાં માર્ગનું સ્વરૂપ માનવામાં આવ્યું છે તેનું શું?– “વિલંગ જ્ઞાન-દર્શન અન્યદર્શનમાં માનવામાં આવ્યું છે. એમાં મુખ્ય પ્રવર્તકેએ જે ધર્મમાર્ગ બળે છે, તે સમ્યક થવા સ્યાત મુદ્રા જોઈએ.”—વિભંગ વિપરીત-મિથ્યા ભંગરૂપ–પ્રકારરૂપ જ્ઞાન-દર્શનઅન્યદર્શનમાં માનવામાં આવ્યું છે. એ વિલંગરૂપ જ્ઞાન-દર્શનમાં મુખ્ય પ્રવર્તકેએ જે ધર્મમાર્ગ બળે છે, તે સમ્યક્ત્યથાર્થ થવા “સ્યા’ મુદ્રા-છાપ જોઈએ. “સ્યા’ મુદ્રા લાગતાં તે વિભંગરૂપ–મિથ્યાત્વરૂપ જ્ઞાન-દર્શન પણ સભ્ય બની જાય છે, એ “સ્માતની - અનેકાંતની અદ્ભુત ચમત્કૃતિ છે દષ્ટિવિષને દષ્ટિઅમૃતમાં ફેરવી નાંખવાને સ્વાદુવાદી અનેકાંત સમ્યગદષ્ટિને અલૌકિક કીમી છે. આ સ્થાત્ મુદ્રા શું? તે સ્પષ્ટ કરે છે –“સ્માત મુદ્રા તે સ્વરૂપસ્થિત આત્મા છે. શ્રુતજ્ઞાનની અપેક્ષાએ સ્વરૂપસ્થિત આત્માએ કહેલી શિક્ષા છે. અને આ નાના પ્રકારના નય-અપેક્ષાઓને લક્ષ આત્મા છે તે સ્પષ્ટ પ્રકાશે છે-“નાના પ્રકારના નય, નાના પ્રકારનાં પ્રમાણ, નાના પ્રકારની ભંગજાલ, નાના પ્રકારના અનુગ એ સઘળાં લક્ષણારૂપ છે. લક્ષ એક સચ્ચિદાનંદ છે. એટલે જ કથે છે–દૃષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ, પ્રાયે અહિતનું કારણ થતું નથી.”—દષ્ટિવિષ–એકાંતવાદરૂપ મિથ્યાત્વનું-મતાગ્રહનું ઝેર નિકળી જતાં ગમે તે શાસ્ત્ર આદિ પ્રાયે અહિતનું કારણ થતું