________________
૨૪૪
અધ્યાત્મ રાજચંદ્ર યોગવાસિકમાં જેવો રામચંદ્રજીનો પરમ વૈરાગ્ય વર્ણવ્યો છે, તે પરમ વૈરાગ્ય તે જેને ૧૯૪૨થી સત્તર વર્ષની વયે પણ વર્તાતે હતો એવા રાજચંદ્રજી નિર્વિકલ્પ આત્મારામી દશાને ઝંખતા હતા; આત્મામાં રમણ કરનારો “રામ”—આત્મારામ પોતાના આત્મધામમાં આવીને વસે એવી “ભવ છેવટની દશા” નિરંતર ઈચ્છતા હતા. અને આ ઈચ્છા પરમ સમર્થ શ્રીમદે આ જ જન્મમાં પરિપૂર્ણ કરી હતી; સં. ૧૯૪૭માં સૌભાગ્યભાઈ પરના પત્રમાં શ્રીમદે રંગમાં આવી જઈ પરમ આત્મભાવોલ્લાસથી લખ્યું છે તેમ “રામ હદે વસ્યાં છે, અનાદિનાં ખસ્યાં છે,'- આ આત્મારામ રામ તે શ્રીમદના હૃદયમાં આવીને વસ્યાં છે અને તેના સ્વરૂપને આવરણ કરનારા અનાદિનાં આવરણ ખસ્યાં છે. આવો હતો આ મહાકામ માટે જન્મેલા આ આત્મરામી રામ !
પ્રકરણ ચાલીશમું લોકપુરુષારહસ્ય : “મારગ સાચા મિલ ગયા આમ આત્માને જાણી–વેદી આત્મામાં રમણ કરતા આત્મારામ શ્રીમદે તત્ત્વનું અનન્ય મંથન કર્યું હતું. આત્મા કોણ? વિશ્વ કોણ? ઈશ્વર કોણ? ઈ. અનેક પ્રશ્નો પરત્વે જગત્તત્ત્વજ્ઞાનીઓએ ઘણું મંથન કર્યું છે અને વિશ્વનો કોયડો ઉકેલવા પ્રયત્ન કર્યો છે. શ્રીમદ્દ જેવા અસાધારણ પરીક્ષાપ્રધાન પરમતત્ત્વવિજ્ઞાની જ્ઞાનાવતાર પુરુષે તે આ વિષે અનંતગુણવિશિષ્ટ તત્વમંથન કર્યું છે, અને વિશ્વનો કેયડો ઉકેલવાન અસાધારણ પ્રયત્ન કર્યો છે, એટલું જ નહિં પણ તેને સફળ ઉકેલ સિદ્ધ કરી–લેકનું અલૌકિક રહસ્ય પ્રાપ્ત કરી સાચા માર્ગ પ્રાપ્ત કરી લીધો છે, “મારગ સાચા મિલ ગયાએ ધન્ય ઉદ્ગારથી સૂચિત થતી અનુભવસિદ્ધ આત્મસામર્થ્યદશા સિદ્ધ કરી લીઈ છે. આ વસ્તુનું આ પ્રકરણમાં દિગદર્શન કરશું.
વસ્તુગતે વસ્તુની પ્રાપ્તિરૂપ આ તત્વનવનીત પ્રાપ્ત કરવા શ્રીમદે જે હૃદયસાગરનું મંથન કર્યું છે, તે ખરેખર! જગન્ના ઈતિહાસમાં અનન્ય છે, થોડા સમયમાં જે ઘણું ઘણું તત્ત્વમંથન કર્યું છે તેની જોડી જડવી દુર્લભ છે. શ્રીમદૂના આ મહામંથનને પ્રારંભ લઘુવયથી જ થયો હતો, તેની સાક્ષી આપણને તેમની સમુચ્ચયવયચર્યામાં જ (અં. ૮૯) મળી આવે છેઃ “સમર્થ તત્ત્વજ્ઞાનીઓએ અને સમર્થનાસ્તિકોએ જે જે વિચારો કર્યા છે, તે જાતિના અનેક વિચારે તે અલ્પવયમાં મેં કરેલા છે.” આ અનન્યતત્વ મંથનમાં નાસ્તિકતાથી વિચારશ્રેણી શરૂ કરી તેઓ પ્રત્યેક વિચારપદ્ધતિને અનુભવની કસોટીએ ચઢાવતા ગયા, પરીક્ષાપ્રધાનીપણાની અગ્નિપરીક્ષામાં ઉતારતા ગયા, અને તેમાંથી પાર ન ઉતરે તેને વિસર્જન કરી, પાર ઉતરે તેને જ સ્વીકાર કરતા ગયા. અસાધારણ બુદ્ધિબળ,