SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ લોકપુરુષારહસ્ય: “મારગ સાચા મિલ ગયા” ૨૪૫ અસાધારણ શ્રુતબળ અને અસાધારણ અનુભવબળને લીધે શ્રીમદ્ આ સ્વતંત્ર મૌલિક વિચારણા માટે પરમ સમર્થ હતા, અનુભવપ્રત્યક્ષની કેસેટીએ ચઢાવી તત્વને સ્વીકાર કરનારા પરમવિશિષ્ટ ઉત્કૃષ્ટ કોટિના પરીક્ષાપ્રધાની હતા, એટલે જ તેઓ લેકના અલૌકિક રહસ્યને પામી, સાચો માર્ગ હસ્તગત કરી, પરમ તત્વજ્ઞશિરોમણિ બની ગયા એ સિદ્ધ હકીકત છે. પત્રાંક ૮રમાં જણાવ્યું છે તેમ એક વખત તે શ્રીમદ્ નાસ્તિકતાના વિચાર પર ચઢી ગયા–તે કલ્પનાનું એક વાર એવું રૂપ દીઠું , પુનર્જન્મ નથી, પાપે નથી, પુષ્ય નથી, સુખે રહેવું અને સંસાર ભગવે એજ કૃતકૃત્યતા છે, પણ શેડો વખત ગયા પછી એમાંથી ઓર જ થયું. x ૪ કેઈ ઓર અનુભવ થશે, અને જે અનુભવ પ્રાચે શાસ્ત્રમાં લેખિત ન હોય, જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તે હતે.” આમ નાસ્તિકતા દૂર થઈ શ્રીમદને આત્માની આસ્તિકતા અનુભવસિદ્ધપણે વજાલેપ દઢ થઈ હતી; અને તર્કસિદ્ધપણે પણ એ સિદ્ધ થઈ હતી. કારણ કે આ ભવ વણ ભવ છે નહિં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. કરી કલ્પના દઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર.—એમ પત્રાંક ૭૭માં શ્રીમદે અનુભવસિદ્ધ તર્કશુદ્ધ વચન લખ્યું છે તેમ, આ ભવ વિના બીજે ભવ છે નહિં, એ જ તર્કને અનુકૂળપણે વિચારતાં તેઓ આત્મધર્મનું મૂળ પામી ગયા; વિચાર કરતાં તે નાસ્તિક તર્કમાં પૂર્વાપર વિરોધ જણાય, કલ્પના કરી નાના પ્રકારના “નાસ્તિ’ વિચાર દઢ કરવા જાય પણ તે “નાસ્તિ' (ન+અસ્તિ) “અસ્તિ' સૂચવે છે, એ જ ખરા નિર્ધારને તેઓ પામી ગયા. આમ તત્ત્વવિચારસુધારસની ધારાએ ચઢતાં શ્રીમદને તર્કશુદ્ધ અનુભવસિદ્ધપણે નાસ્તિકતાના વિચારો મૂલભૂલ થયા ને આસ્તિકતાના વિચારે વજલેપ દઢમૂલ થયા. એક સાચો પ્રખર વેદાંતી જે રીતે વેદાંતને વિચાર કરે તેમ શ્રીમદે ઊહાપોહાથે મધ્યસ્થ તત્ત્વપરીક્ષાર્થે વેદાંત સિદ્ધાંતનું અત્યંત મંથન કર્યું હતું. “સર્વ બ્રહ્યા છે. આ બધું બ્રહ્મરૂપ જ છે, બ્રહ્મ જ છે. સર્વત્ર બ્રહ્મ છે, સર્વરૂપ બ્રહ્મ છે. તે સિવાય કોઈ નથી,” પ્રકારે વેદાંત વિચારને તત્વની અગ્નિપરીક્ષામાં શ્રીમદે ઉતાર્યો, પણ ઘણું ઘણું મંથન કર્યા છતાં અને ઘણું ઘણું તેનું માન્યપણું ગણવાનો પ્રયાસ કર્યા છતાં તે અગ્નિપરીક્ષામાંથી પાર ઉતર્યો નહિં, તે વેદાંત સિદ્ધાંત શ્રીમદને બીલકુલ બેઠે નહિં, યુક્તિયુક્ત જણાયે નહિં, સર્વથા અઘટમાન જ જણાય. એટલે તે માન્યતાની શ્રીમદે ઉપેક્ષા કરી તે સિદ્ધાંત માન્ય નથી એમ જાણું વિસર્જન કર્યો. પત્રાંક ૮૮ માં દર્શાવ્યું છે તેમ–આ આખો કાગળ છે, તે સર્વવ્યાપક ચેતન છે. તેના કેટલા ભાગમાં માયા સમજવી? જ્યાં જ્યાં તે માયા હોય ત્યાં ત્યાં ચેતનને બંધ સમજવો કે કેમ? તેમાં જુદા જુદા જીવ શી રીતે માનવા? અને તે જીવને બંધ શી રીતે માનવે? અને તે બંધની નિવૃત્તિ શી રીતે માનવી? તે બંધની નિવૃત્તિ થયે ચેતનને ક ભાગ માયારહિત થયે ગણાય? જે ભાગમાંથી પૂર્વે મુક્ત થયા હોય તે તે ભાગ નિરાવરણ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy