________________
પ્રાસાદનું સાંગોપાંગ નિર્માણ સંપૂર્ણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, તે માટે તે પિતાની ધન્યતા ચિંતવે છે, અને શ્રીમદ્ રાજચંદ્રની દિવ્ય અધ્યાત્મચરિત્ર-વસ્તુનું દર્શન કરાવતી આ પ્રાસાદ-રૂપઘટનાથી તેમાં સુગમ પ્રવેશરૂપ વાસ્તુ કરી સ્વાધ્યાયરૂપ નિવાસને અમૃતાનંદ અનુભવો એમ સૌભાગ્યવંત સજજનેને આમંત્રે છે!
અમૃતસિંધુ રાજનું, અમૃતબિંદુ માત્ર
દાસ ભગવાને મંથી આ, ગં ગ્રંથ સત્પાત્ર. (સ્વરચિત) શ્રીમદ્ રાજચંદ્ર તે અમૃતસિંધુ છે. તેમાંથી માત્ર એક અમૃતબિન્દુ મંથીને આ ચરિત્રાલેખકે સોળે કળાએ પૂર્ણ આ લેકેત્તર પુરુષની ચરિત્રકળા આલેખતે આ સ્વલ્પ ભક્તિ અંજલિરૂપ ૧૦૮ પ્રકરણને ચરિત્રગ્રંથ ગૂંચ્યો છે. પણ આ અગાધ ગુણરત્નાકરના અપાર ચરિત્રને પાર કેણ પામી શકે? શ્રીમદ્ રાજચંદ્રને ખરેખર! અમૃતસિંધુ—અમૃત સરોવર છે! આ સાર્વજનિક તીર્થરૂપ અમૃત સરોવરમાં જે કંઈ આત્માથી મજજન કરશે તે પણ આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિને પામી અવશ્ય અમૃતત્વને પામશે !
આવું જેનું પરમ મહિમાતિશયસંપન્ન અદ્દભુત લોકોત્તર ચરિત્ર છે, એવા આ પરમ લોકોત્તર પુણ્યશ્લોક પુરુષ–પરમ સતપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર સ્વરૂપથી સત્ હાઈ સૂર્ય સમા સદા સ્વયં પ્રકાશમાન અને સદા જયવંત જ છે. તેમની નિર્વિકાર વીતરાગ મુખમુદ્રામાં, નિર્દોષ ચારિત્રમય ચરિત્રમાં અને નિર્મલ સહજ સ્વયંભૂ વચનામૃતમાં સાધુચરિત શ્રીમનું યથાર્થ આત્મજીવન પ્રત્યક્ષ પ્રતિબિંબિત છે. સ્વસ્વયોગ્યતા પ્રમાણે પારા જીવો તે પ્રતિબિંબ ઝીલી આત્મપ્રકાશ પામે છે ને પામશે!
સ્વયં પ્રકાશી સ્વરૂપે પ્રકાશતા, સ્વયં સદા જે જયવંત વર્તાતા; તે સંતના સંત મહત્ મહંતના, શ્રી રાજને હે મનનંદ વંદના. (સ્વરચિત)
૨, ચોપાટી રોડ, મુંબઈ ૭ ૨૦૨૨, અક્ષયતૃતીયા
તા. ૨૩-૪-૬૬
. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા,
એમ. બી. બી. એસ.