________________
અમૃત સત્પુરુષની અમૃત વાણી શ્રીમદ્ વીતરાગ ભગવતએ નિશ્ચિતાર્થ કરેલો એ અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખને નિ:સંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃતસ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તા, ત્રિકાળ જયવંત વર્તે.
1
અહે પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સસમાગમ! સુષુપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત – છેલ્લે અગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર !
ત્રિકાળ જયવંત વર્તા! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અહો ! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ– અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના મૂળ સર્વ દેવઅહા ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાવ્યું એવા પરમકૃપાળુ સદ્દગુરુદેવઆ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તે, જયવંત વર્તે.
શ્રીમદ્ રાજચંદ્ર