________________
અતરાત્માની સમશ્રેણી
૨૩૫ સ્વરૂપારોહણની નીસરણી છે; આ સમશ્રેણી–નિઃશ્રેણીથી આત્મા સ્વભાવની ઊર્ધ્વશ્રેણીએ ચઢતે જઈ ઉત્તરોત્તર આત્મશુદ્ધિ પામતો જાય છે. સ્વભાવની આ ઊર્વશ્રેણીમાં કેમ આવવું? કોણ આવે? એને ત્રિકાળાબાધિત કમ શ્રીમદ્દ એક પત્રમાં (અં. ૫૫) પ્રકાશે છે—“જે પુરુષો તે કર્મસંગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાને સ્વસ્વરૂપ નથી માનતા અને પૂર્વસંગો સત્તામાં છે, તેને અબંધ પરિણામે ભોગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરેત્તર ઊધ્વશ્રેણી પામી શુદ્ધ ચેતનભાવને પામશે. આમ કહેવું સપ્રમાણ છે. કારણ અતીત કાળે તેમ થયું છે, વર્તમાનકાળે તેમ થાય છે, અનાગત કાળે તેમ જ થશે. કેઈ પણ આત્મા ઉદયી કમને ભોગવતાં સમત્વશ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વર્તશે, તે ખચીત ચેતનશુદ્ધિ પામશે. આ સમશ્રેણક્રમની શ્રીમદે તીવ્ર આત્મવિચારણું જ માત્ર કરી છે એમ નથી, પણ તથારૂપ ઉગ્ર આત્મવર્તાનરૂપ -આત્મચારિત્રરૂપ આચરણ પણ કરી જ છે,-એ એમના પત્રો પ્રત્યે દષ્ટિપાત કરતાં સ્વયં જણાઈ આવે છે, શ્રીમદ્દનું પોતાનું આત્મવર્તન આ સમત્વરૂ૫ નિરાગી નિગ્રંથશ્રેણીને અનુસરતું આપોઆપ દેખાઈ આવે છે. વૈરાગ્ય ભણીના પિતાના આત્મવર્તન અંગે શ્રીમદ કેઈ ભાઈના પ્રશ્નના ઉત્તરમાં (પત્રાંક પ૦) લખે છે–
વૈરાગ્યભણીના મારા આત્મવર્તન વિષે પૂછે છે તે પ્રશ્નને ઉત્તર કયા શબ્દોમાં લખું? અને તેને માટે તમને પ્રમાણ શું આપી શકીશ? તેપણ ટૂંકામાં એમ જ્ઞાનીનું જે માન્ય કરેલું (તત્ત્વ) સમ્મત કરીએ, કે ઉદય આવેલાં પ્રાચીન કર્મો ભેગવવાં; નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. એ શ્રેણીમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે, પણ તે જ્ઞાનીગમ્ય હોવાથી બાહ્ય-પ્રવૃત્તિ હજુ તેનો એક અંશ પણ થઈ શકતી નથી. આંતર-પ્રવૃત્તિ ગમે તેટલી નિરાગધ્રણ ભણી વળતી હોય પણ બાહાને આધીન હજી બહુ વર્તવું પડે એ દેખીતું છે.– બેલતાં, ચાલતાં, બેસતાં, ઊઠતાં અને કાંઈ પણ કામ કરતાં લૌકિક શ્રેણીને અનુસરીને ચાલવું પડે; જે એમ ન થઈ શકે તો લોક કુર્તાકમાં જ જાય, એમ મને સંભવે છે. તે પણ કંઈક પ્રવૃત્તિ ફરતી રાખી છે.”
આમ ઉદય આવેલા પૂર્વ કર્મ ભોગવવાં ને નવાં ન બાંધવા એ જ્ઞાનીસંમત શ્રેણીમાં વર્તવા શ્રીમદની “પ્રપૂર્ણ– પ્રકૃષ્ટપણે પૂર્ણ–પરિપૂર્ણ આકાંક્ષા-ઇચ્છા છે, અને તેમની આંતરપ્રવૃત્તિ પૂર વેગમાં નિરાગશ્રેણી ભણી વળી રહી છે અને બાહ્ય પ્રવૃત્તિ લૌકિક શ્રેણીને અનુસરીને કરવી પડે છે. આમ નિખાલસ નિર્દોષપણે જણાવી પરમ વૈરાગ્યરંગી શ્રીમદ પિતાની આ વિરાગ્યવર્તન અંગે બીજા વાંધાભરેલ કે શંકાભરેલે ખ્યાલ ધરાવતા હોય તે ઉલેખે છે તમારા સઘળાઓનું માનવું મારી (વૈરાગ્યમયી) વર્તાનાને માટે કાંઈ વાંધાભરેલું છે, તેમજ કોઈનું માનવું મારી તે શ્રેણિ માટે શંકાભરેલું પણ હોય, એટલે તમે ઈત્યાદિ વૈરાગ્યમાં જ અટકાવવા પ્રયત્ન કરે, અને શંકાવાળા તે વૈરાગ્યના ઉપેક્ષિત થઈ ગણકારે નહીં, એથી ખેદ પામી સંસારની વૃદ્ધિ કરવી પડે.' આમ અક્ષરે અક્ષરે અંતરંગ વિરાગ્યરંગ ટપકતાને સત્યને