________________
૨૩૬
અધ્યાત્મ રાજચંદ્ર બુલંદ રણકાર કરતા શબ્દોમાં પોતાની અંતર્વેદના વ્યક્ત કરી, સત્ય અંતઃકરણ દર્શાવવાની જગમાં બહુ જ થોડી જગ્યા છે એમ જણાવતાં શ્રીમદ્દને અંતરાત્મા આત્મામાં સમાઈ જવાની સમાધિભાવના પ્રકાશે છે –
એથી મારું માન્ય એમ જ છે, કે સત્ય અંતઃકરણ દર્શાવવાની પ્રાચે ભૂમિતળે બહુ જ થોડી જગ્યાઓ સંભવે છે. જેમ છે તેમ આત્માનું આત્મામાં સમાવી જીવનપર્યત સમાધિભાવસંયુક્ત રહે, તે પછી સંસાર ભણીના તે ખેદમાં પડવું જ નહીં. હમણાં તે તમે જુઓ છે તેમ છું. સંસારી પ્રવર્તન થાય છે તે કરું છું. ધર્મ સંબંધી મારી વર્તાના તે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં દશ્ય થતી હોય તે ખરી, પૂછવી જોઈતી નહોતી. પૂછતાં કહી શકાય તેવી પણ નથી. સહજ ઉત્તર આપો ઘટે તે આવે છે. શું થાય છે અને પાત્રતા ક્યાં છે એ જોઉ છું. ઉદય આવેલાં કર્મો ભેગવું છું. ખરી સ્થિતિમાં હજુ એકાદ અંશ પણ આવ્યો હોઉં એમ કહેવું તે આત્મપ્રશંસારૂપ જ સંભવે છે.”
આ સમાધિમય સમશ્રેણીએ વર્તતા શ્રીમદ્દને પિતાના આ આત્મવર્તન અંગે શ્રી જૂઠાભાઈ પરના સુપ્રસિદ્ધ પત્રમાં (અં. ૩૭) એર વિશેષ પ્રકાશ પ્રાપ્ત થાય છે. પૂર્ણ આત્માર્થ દષ્ટિ અને પૂર્ણ આત્માર્થપ્રવૃત્તિ જેની અધ્યાત્મજીવનના પ્રારંભથી છે એવા પરમ આત્માર્થી–પરમ મુમુક્ષુ શ્રીમદ્ જગનિરપેક્ષ “અવધૂત પણે પિતાની અંતરાત્મપ્રવૃત્તિનું સૂચન કરે છેઃ
જગને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન ક્યું, તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વભાવે સમજે છું; અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. આ મહાબંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે, તે ગ્રહેવા એ જ માન્યતા છે, તો પછી તે માટે જગતની અનુકૂળતા -પ્રતિકૂળતા શું જોવી ? તે ગમે તેમ બોલે પણ આત્મા જે બંધનરહિત થત હોય, સમાધિમય દશા પામતે હેય તો તેમ કરી લેવું. એટલે કીતિઅપકીર્તાિથી સર્વકાળને માટે રહિત થઈ શકાશે.’
જેને આત્માનું રૂડું થાય એમ જ પ્રવર્તવું છે અને મહાબંધનથી રહિત થવું છે એવા પરમ આત્માથી–પરમ મુમુક્ષુ શ્રીમદ્ જગન્ની પરવાહ નહિં કરતાં કેવળ સતસાધન સેવવામાં જ અખંડ દઢનિશ્ચયી છે, પરમ નિર્ભય છે, એટલે જ આવા પરમ નિર્ભય અવધૂત પુરુષ આમ લખી અત્ર પરમ નિર્ભયપણે આગળ લખે છે –“જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે, તેના ઈષ્ટદેવ પરમાત્મા જિન, મહાગીદ્રપાશ્વનાથાદિકનું સ્મરણ રાખજો. અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાને ઈચ્છો. ૪૪ ઉપગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલ્પને ભૂલી જજેપાર્શ્વનાથાદિક યોગીશ્વરની દશાની સ્મૃતિ કરજે. ૪૪ આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદનો અભિલાષી અને તે પુરુષનાં ચરણકમળમાં તલ્લીન થયેલે દીન શિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા