________________
અંતરંગ નિગ્રંથ શ્રેણી
૨૨૯ ચારિત્ર પ્રગટાવે છે. એટલે પૂર્ણ વીતરાગતા પ્રત્યે લઈ જતી આ નિગ્રંથશ્રેણી એ જ નિરાગશ્રેણી છે, અને એટલે જ શ્રીમદે વીતરાગ એ નિર્ગથ અને નિર્ગથ એ વીતરાગ એમ નિગ્રંથશ્રેણી-નિરાગણી એ બન્ને શબ્દોને પર્યાયરૂપ પ્રયોગ કર્યો છે. | મુખ્યપણે આત્યંતર વિરતિ (વિગતારતિ) એ જ નિ થતાનું સાચું અવિસંવાદી માપ છે. બાહા વિરતિ ન હોય ને આવ્યંતર વિરતિ પણ ન હોય તો ત્યાં નિ થતા નથી, બાહ્ય વિરતિ હોય પણ આત્યંતર વિરતિ ન હોય તે ત્યાં પણ નિ થતા નથી; બાહ્ય વિરતિ હેય ને આત્યંતર વિરતિ પણ હોય તે ત્યાં નિર્ગથતા છે, કદાચ બાહા વિરતિ ન હોય પણ આત્યંતર વિરતિ હોય તો ત્યાં પણ નિઝથતા છે.–આમ ભંગી છે, તે પરથી સ્પષ્ટ સમજાય છે કે બાહ્ય વિરતિ હો કે ન હો પણ આત્યંતર વિરતિ જે હોય તે ત્યાં નિર્ગથતા અવશ્ય છે. એટલે સર્વત્ર સર્વદા સર્વથા આત્યંતર વિરતિ જ પ્રધાન છે. આ જ વસ્તુ શ્રી ભદ્રબાહુસ્વામીએ આવશ્યકનિર્યુક્તિમાં ધાતુ અને છાપના પ્રસિદ્ધ દષ્ટાંતે સ્પષ્ટપણે સમર્થિત કરી છે. ધાતુ બેટી અને છાપ બેટી, અથવા ધાતુ બેટી અને છાપ સાચી, એ બે પ્રકાર કલઈના રૂપીઆ જેવા બનાવટી (Counterfeit) મૂલ્યહીન દ્રવ્યલિંગી સાધુઓના છે, તે તે ખોટા રૂપીઆની જેમ સર્વથા અમાન્ય-અસ્વીકાર્ય છે, અને ધાતુ સાચી, પણ છાપ ખોટી અથવા ધાતુ સાચી અને છાપ પણ સાચી, એ બે પ્રકાર ચાંદીના રૂપીઆ જેવા સાચા મૂલ્યવાન ભાવલિંગી સાધુજનોના છે, અને તે જ સાચા રૂપીઆની જેમ સર્વથા માન્ય સ્વીકાર્ય છે. અર્થાત્ દ્રવ્યથી તેમજ ભાવથી જે અવિરતિ છે, અને ભાવથી વિરતિ નહિ છતાં જે દ્રવ્યથી વિરતિ છે,– એ બે મિથ્યાદષ્ટિ પ્રકારની સાધુપણામાં ગણના જ નથી; પણ દ્રવ્યથી તેમજ ભાવથી જે વિરતિ છે, અને દ્રવ્યથી વિરતિ નહિં છતાં ભાવથી જે વિરતિ છે,– એ બે સમ્યગદૃષ્ટિ પ્રકારની જ સાધુપણામાં ગણના છે. દ્રવ્યથી સર્વવિરતિ આદિ પણ સમ્યગદર્શનભાવરૂપ મૂલ હોય તે જ ભાવથી વિરતિ છે, નહિં તે ભાવથી અવિરતિ જ છે. શ્રી યશોવિજયજીએ ઉપદેશરહસ્યમાં કહ્યું છે તેમ ગુખદાવા પત્તો વિમો વિશે બિચા'—ગુણસ્થાનના અવ્યાપારે આ દ્રવ્યથી વિરત નિયમથી અવિરત જ છે. માટે પરમાર્થથી સાધુત્વ તે સર્વ ભાવની ઈચ્છાથી વિરામ પામેલા “સ્વરૂપસ્થિત ઈચ્છારહિત એવા આત્મજ્ઞાની સમ્યગ્દષ્ટિ પુરુષમાં જ ઘટે છે અને ત્યાં કવચિત પ્રારબ્ધોદયથી બાહ્ય દ્રવ્યવિરતિ ન હોય તો પણ અંતરથી મેહ છૂટવારૂપ ભાવવિરતિ તે અવશ્ય હોય જ છે. “રતિ પણ જોબ સિ ઘણા'—જે સમ્યકત્વ–આત્મજ્ઞાન છે તે જ મીન-મુનિપણું છે. “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે” ઈત્યાદિ વચને આની સાક્ષી પૂરે છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે બાહ્ય વિરતિ એ કાંઈ સાધુપણાનું કે ગુણસ્થાનનું માપ નથી, પણ અંતરથી મેહભાવ છૂટવારૂપ આત્યંતર વિરતિ એ જ સાચા સાધુપણાનું કે ગુણસ્થાનનું માપ છે. અર્થાત્ જેમ જેમ કષાયરૂપ વિભાવ ઘટે ને આત્મભાવસ્થિરતા વધે, તેમ તેમ આત્માનું ગુણસ્થાન ચઢતું જઈ સાચું ભાવસાધુપણું પ્રગટે છે. આમ સર્વત્ર