________________
જીવનકમ અને જીવનસૂત્ર
૨૦૦ અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજવલ્યમાન છે. સુધારણ કરતાં વખતે શ્રદ્ધોત્પત્તિ થવી સંભવે, માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પપરિચય થવું, અલ્પઆવકારી થવું. અ૫ભાવના દર્શાવવી, અલ્પસહચારી થવું, અલ્પગુરુ થવું, પરિણામ વિચારવું, એ જ શ્રેયસ્કર છે.”
આમ મોહઆવાસરૂપ આ કાજળગ્રહવાસના દેષથી અત્યંત સાવચેત શ્રીમદે પિતાને જીવનકમ જે હતું. અને આમ પોતે પોતાને માટે નિયત કરેલા જીવનસૂત્રો અનુસાર દોરેલા જીવનક્રમમાં શ્રીમદ કેવા એકનિષ્ઠિત હતા કેવા એકનિષ્ઠાવાન હતા, તે માટે તેમના જ વચને (પત્રાંક ૧૧૨) સાક્ષી છેઃ “કરી શકે તેટલું કહે. અશક્યતા ન છુપાવે. એકનિષિત રહે. ગમે તે કઈ પ્રશસ્ત ક્રમમાં એકનિષ્ઠિત રહે. અરે ! આત્મા ! સ્થિતિસ્થાપક દશા લે–પ્રાપ્ત સંગોમાં એ અનુકૂળ થઈને વર્ત કે આત્મા પિતે પિતાની મૂળ આત્મસ્થિતિમાં જેમ છે તેમ સ્થપાઈ જાય એવી સ્થિતિસ્થાપક દશા ગ્રહણ કર.
ટૂંકામાં, આર્ય પુરુષના આચરણને અનુવર્તતે જીવનક્રમ આચરવા શ્રીમદ્ કેવા પ્રયત્નશીલ હતા, તેનું સૂચન તેમની આ નાની નેંધના નાના પણ અર્થગંભીર જીવનસૂત્રો કરે છે-“ઉપગ ત્યાં ધર્મ છે. છેવટને નિર્ણય થો જોઈએ. સર્વ પ્રકારને નિર્ણય તત્ત્વજ્ઞાનમાં છે. આહાર, વિહાર, નિહારની નિયમિતતા. અર્થની (આત્મપદાર્થની) સિદ્ધિ. આર્યજીવન. ઉત્તમ પુરુષએ આચરણ કર્યું છે.”—આમ ઉત્તમ પુરુષએ આચરણ કર્યા પ્રમાણે ઉત્તમસૂત્રો અનુસાર ઉત્તમ આર્યજીવન જીવવાનો ઉત્તમ જીવનક્રમ ઉત્તમ પુરુષ શ્રીમદે આચરણમાં મૂક્યો હતો- જીવનમાં ઉતાર્યો હતો, અને તે કેવી રીતે ? તેનું વર્ણન અનુક્રમે આ ગ્રંથમાં કરશું.
પ્રકરણ તેત્રીશમું અંતરંગ નિવૃત્તિ શ્રેણુને અબાધક વ્યવહારવર્તનનો ક્રમ
વ્યવહારના પ્રસંગને સાવધાનપણે મંદ ઉપયોગે સમતાભાવે નિભાવ્યો આવજે.. ઉદાસીન ભાવે પ્રવૃત્તિ કરી લેવી એ જ શ્રેયસ્કર છે. નિરંતર ઉદાસીનતાનો કમ સેવ.”—શ્રીમદ્ રાજચંદ્ર
આગલા પ્રકરણોમાં આપણે સવિસ્તર જોયું તેમ પ્રારબ્ધોદયથી શ્રીમદને ગૃહાવાસમાં રહેવું પડયું હતું અને વ્યાપારવ્યવહારમાં જોડાવું પડયું હતું. આ વ્યવહાપાધિ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતી જતી હતી. કેટલાક પત્રમાં આવતા ઉદ્ગારે આની સાક્ષી પૂરે છે–“વ્યવહારે પાધિ ચાલે છે. (અ. ૧૦૬) ૪૪ કાર્યોપાધિનું એવું સબળરૂપ છે