________________
૨૦
નાંખ્યો છે. શ્રીમના જીવનવિકાસક્રમ દર્શાવતા આ મુખ્ય તમક્કા લક્ષમાં રાખી શ્રીમન્ના જીવનના વિચાર–અભ્યાસ કરવામાં આવે એ તેમના જીવનનું પૂર્વાપર અવિરોધ સુસંગતપણું-સુસંબદ્ધપણુ અને ઉત્તરોત્તર અધ્યાત્મદશાવિકાસપણું સમજવા માટે પરમ આવશ્યક છે; અને તે માટે કાળાનુક્રમે વવાર શ્રીમદ્દ રાજચંદ્ર ગ્રંથનું મધ્યસ્થ અવલેાકન કરવામાં આવે તે બહુ ઉપયાગી છે; તેમાં જ તેમનું અધ્યાત્મજીવન એતપ્રેાત છે, ને તેમાં જ તેમનું ખરું ચિત્ર-સ્વરૂપાચરણરૂપ ચરણુ પ્રગટ છે. અને આ અધ્યાત્મ રાજચંદ્ર'માં પણ એમના જીવનના આ ત્રણ તબક્કાના કાળાનુક્રમે યથાશકય અભ્યાસ કર્યાં છે, અને તે તે તબક્કાને લગતા પ્રકરણા * આલેખ્યા છે.
તેમાં—સ. ૧૯૪૧થી ૧૯૪૬ સુધીના પ્રથમ તબક્કાને અત્રે એ આંતર્તબક્કામાં વિભક્ત કરેલ છે: (૧) ૧૯૪૧ થી ૧૯૪૪ના પ્રાર'ભ સુધીના સમય એ પહેલા તબક્કાના પૂર્વ ભાગ અથવા પહેલા આંતરુતબક્કો. (૨) ૧૯૪૪ના ઉત્તરભાગથી ૧૯૪૬ સુધીના સમય તે પહેલા તબક્કાના ઉત્તર ભાગ અથવા બીજો આંતર્તખક્કો. અને અધ્યાત્મજીવનના બીજા તબક્કાને (સ. ૧૯૪૭ થી ૧૯૫૩ પૂર્વાર્ધ) પણ અત્રે આ બે સ્પષ્ટ વિભાગમાં વિભક્ત કરેલ છે : (૧) સૌભાગ્ય પરના શ્રીમના પત્રામાં શ્રીમનું જીવનદર્શીન. (૨) મૂળમાર્ગ ઉદ્ધાર અને જગત્ને આત્મસિદ્ધિનું દર્શન. આમ આંતર્તબક્કા-આંતરૢવિભાગ મળી ઉક્ત ત્રણ તબક્કાના પાંચ વિભાગ થાય છે, અને આ પૂર્વે પ્રારંભમાં ઉપેાદૂધાત પ્રકરણ ઉપરાંત અધ્યાત્મ જીવનની પૂર્વ ભૂમિકા (૧૯૨૪થી ૧૯૪૦ : જન્મથી ૧૬ વર્ષીની વય સુધી) એ અલગ વિભાગ આલેખ્યા છે તે પહેલા તબક્કામાં મતભૂત છે. એટલે આમ આંતવિભાગ-આંતર્તમા સહિત ત્રણ તખક્કામાં શ્રીમદ્ રાજચંદ્રનું જીવનદર્શન કરાવતા—અધ્યાત્મ ચરિત્રનું એકસે આઠ પ્રકરણમાં સર્જન–નિર્માણ કરતા આ અધ્યાત્મ રાજચંદ્ર ગ્રંથ જાણે પાંચમાળવાળા પાંચભૂમિક પ્રાસાદ છે! તેમાં આંતર્તબક્કા સહિત ત્રણ તબક્કારૂપ પાંચ માળ છે, અને અધ્યાત્મજીવનની પૂર્વભૂમિકારૂપ વાલેપ પાયાવાળુ (foundation) ભૂમિતલ-ભેોંયતળીયું (Groundfloor) છે, અને તેના પાયામાં ઉપેાધાત પ્રકરણરૂપ સુવર્ણ પૂર્યુ છે. આ ભૂમિતલમાં અને પ્રત્યેક માળમાં–પ્રત્યેક ભૂમિકામાં પ્રકરણમાળારૂપ ખંડ (વિશાળ એરડા, spacious halls) છે; અને આ પ્રત્યેક ખંડમાં આત્મપ્રતિભાસ'પન્ન રાજચંદ્રની શબ્દશિલ્પમાં પ્રતિષ્ઠિત અખંડ આત્મપ્રતિમા બિરાજમાન દેખાય છે,—દિવ્ય આત્મવિભૂતિસ પન્ન રાજચંદ્રની શબ્દચિત્રમાં આલિખિત દિવ્ય ચૈતન્યમૂત્તિ દર્શન દે છે, અને આ પ્રાસાદના પ્રદેશે પ્રદેશને ઉદ્યોતિત કરતી રાજચંદ્રની દિવ્ય આત્મજ્યેાતિ ઝગારા મારે છે! એકસેા આઠ ખંડરૂપ અષ્ટોત્તરશતપ્રકરણાત્મક આ પાંચમાળિક-પંચભૂમિક અધ્યાત્મ રાજચંદ્ર–મહાપ્રાસાદની ઊર્ધ્વ ઊર્ધ્વ ભૂમિકામાં ઊ ઊર્ધ્વ અધ્યાત્મવિકાસભૂમિકાએ
* અત્રે વિવિધ પ્રકરણેામાં શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના સેા ઉપરાંત પત્રાંકાને યથાસ્થાને આધારભૂત પૃથક્કરણાત્મક ઉલ્લેખ કરવામાં આવ્યા છે. અત્રે અ', કે અંક એમ સંકેત કરેલ છે તે આ ગ્રંથના પત્રાંક સમજવા, સામાન્ય સૂચના છે.