SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ માણના માર્ગ બે નથી? : મતદાતીત મોક્ષમાર્ગની એકતા ૨૦૧ વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુક્તભાવમાં (!) મોક્ષ છે એમ ધારણા છે.” ઈત્યાદિ પ્રકારે એક પ્રખર વેદાંતીને નિરાગ્રહભાવે મતભેદાંતીત મેક્ષમાર્ગની પરમ વિચક્ષણ વિવેકથી પ્રતીતિ કરાવતા શ્રીમદ્દ આવે તે મેક્ષમાગને પરમ અખંડ નિશ્ચય! આવા આ મતભેદાતીત મોક્ષમાર્ગને સુગમમાં સુગમ ઉપાય સાક્ષાત્ મૂર્તિમાન મોક્ષમાર્ગ સ્વરૂપ આત્મત્વ પ્રાપ્ય નિર્ગથ આત્મા– સત્પરુષ જ છે, એ આ પ્રકરણપ્રારંભમાં મૂકેલ પત્રમાં શ્રીમદે સ્પષ્ટપણે સૂચવ્યું જ છે. તે જ વસ્તુની પુષ્ટિ થીમના બીજા પત્રોમાં પણ સ્થળે સ્થળે પ્રાપ્ત થાય છે. જેમકે– ખીમજીભાઈ પરના પત્રમાં (પત્રાંક પ૫) શ્રીમદ્દ ત્રિકાળાબાધિત પરમ નિશ્ચયભૂત સર્વશાશ્વસંમત રહસ્યવાર્તા લખે છે–આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સપુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો, તે જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની ઋદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. અનંત કાળમાં કાં તે સત્પાત્રતા થઈ નથી અને કાં તે સત્પરુષ (જેમાં સદ્દગુરુત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તે નિશ્ચય છે, કે મોક્ષ હથેળીમાં છે, ઈષપ્રાગભારા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યારપછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે, (મનન કરશે.) અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે.” આ જ ભાઈ પરના બીજા પત્રમાં (અં-૧૪૩) આવા જ આશયવાળા વચન શ્રીમદ્દ લખે છે – નીચેને અભ્યાસ તે રાખ્યા જ રહેઃ (૧) ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કષાયોને શમાવે. (૨) સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહે. (૩) આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકે. (૪) તમે પરિપૂર્ણ સુખી છે એમ માને, અને બાકીનાં પ્રાણુઓની અનુકંપા કર્યા કરે. (૫) કેઈ એક સત્પરુષ શે, અને તેનાં ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખે. એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે, પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માન. અધિક શું કહ્યું? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનને કિનારો આવવાને નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયને, તેની પ્રાપ્તિ સિવાય બીજે કઈ નિર્વાણમાર્ગ મને સૂઝતું નથી; અને બધાય મહાત્માઓને પણ એમજ સૂઝયું હશે- (સૂઝયું છે).' આમ મતદાતીત મેક્ષમાર્ગ મુખ્યપણે સાક્ષાત્ મોક્ષમાર્ગ સ્વરૂપ સપુરુષને આધીન છે, એમ શ્રીમદે પિતાને આધીન મત અત્ર પત્રોમાં સર્વશાસ્ત્ર ને સર્વસપુરુષસંમતપણે અપૂર્વ આત્મનિશ્ચયથી ઉગે છે અને આ સવે રહસ્યવાર્તાના સુવર્ણ કળશરૂ૫ ટકેલ્કણું અમૃત લેખ આલેખતાં શ્રીમદે– કેઈ સપુરુષને શોધી તેને સર્વા૫ણપણે સેવતાં “મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે', એમ સાક્ષાત્ મોક્ષમાર્ગને પામેલે કઈ પરમ સમર્થ સિદ્ધ પુરુષ જ આપી શકે એ મુમુક્ષુને કોલ આપ્યો છે કેઅ-૨૬
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy