________________
૨૦૨
અધ્યાત્મ રાજચંદ્ર બીજું કાંઈ શોધ મા. માત્ર એક પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મેક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. પુરુષ એ જ કે નિશદિન જેને આત્માને ઉપગ છે; શારામાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણું છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારે કઈ કાળે છૂટકે થનાર નથી; આ અનુભવપ્રવચન પ્રમાણિક ગણુ. એક સપુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જીંદગી ગઈ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય ક્ષે જઈશ.–(શ્રીમદ રાજચંદ્ર, અં-૭૬).
આવું પોતે અનુભવસિદ્ધ કરેલું પરમ પ્રમાણિક પરમ પ્રમાણભૂત અનુભવ “પ્રવચન –અનુભવનું પ્રકૃષ્ટ અમૃત (Immortal-nectarlike) વચન ઉદ્ઘેષનારા જેના વચનામૃતમાં પદેપદે પરમ અમૃતપથને પમાડનારૂં મતદાતીત પરમ અમૃત જ પ્રવહે છે. એવા શ્રીમદ્ આ પરમ અમૃતપથને પામેલા પરમ અમૃત પુરુષ થઈ ગયા !
પ્રકરણ બત્રીશમું
જીવનક્રમ અને જીવન એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે, તો અનંત ભવનું સાટું વળી રહેશે એમ હું લઘુત્વભાવે સમજે છું, અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે.”
-શ્રીમદ રાજચંદ્ર આવા અધ્યાત્મપ્રધાન અખંડ એક મોક્ષમાર્ગની આરાધના કરતાં ગૃહાશ્રમમાં પણ જેની મહા મુનિવરોને દુર્લભ એવી પરમ વિરક્તિ હતી, એવા શ્રીમદ્દની આત્મસાધના ગૃહાશ્રમપ્રવેશ પછી તો ઓર જોરશોરથી વધતી જતી હતી; અધ્યાત્મવિકાસ પંથે શ્રીમદ્દ અકલ્પનીય વેગે-પરમ સંવેગાતિશયથી સંચરી રહ્યા હતા તે પ્રત્યે દષ્ટિપાત કરવાનું હવે પ્રાપ્ત થાય છે. તેમાં પ્રથમ તેમના જીવનસૂત્રો અને જીવનક્રમનું તેમના પત્રોના જ આધારે દિગદર્શન કરાવશું, અને તે પરથી ફલિત થતી શ્રીમની ઊર્ધ્વગામી આત્મદશાની ઝાંખી કરાવશું.
પત્રાંક ૨૫ માં શ્રીમદ્દ સામાન્ય નિયમરૂપ જીવનસૂત્રો ગૂથે છેઃ (૧) પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. (૨) જે જે કાળે જે જે કરવાનું છે તેને સદા ઉપયોગમાં રાખ્યા રહો. (૩) ક્રમે કરીને પછી તેની સિદ્ધિ કરે. (૪) અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા, અને અનુકૂળ સ્થાન એ