________________
૧૮
સમજવી જોઈએ, કારણ કે એ દષ્ટિ અનુસાર જ એમના ચારિત્રની અને ચરિત્રની સૃષ્ટિ થઈ છે. ખરેખર ! દષ્ટિ તેવી સૃષ્ટિ અને દર્શન તેવું સર્જન થાય છે. દષ્ટિ સભ્ય હોય તો દર્શન પણ સમ્યફ હેય ને સર્જન પણ સમ્યફ હેય; દષ્ટિ મિથ્યા હોય તો દર્શન પણ મિસ્યા હોય ને સર્જન પણ મિથ્યા હોય. દેહ તે હું એ દષ્ટિ મિથ્યાદષ્ટિ છે, આત્મા તે હું એ સમ્યગદષ્ટિ છે. જગતમાં બે પ્રકારની દૃષ્ટિ પ્રવે છે: દેહ તે હું એવી દેહમાં આત્મણિરૂપ દેહાત્મદષ્ટિ, અને આત્મા તે હું એવી આત્મામાં આત્મદષ્ટિરૂપ આત્માત્મદષ્ટિ. આમ બે પ્રકારના અહં જગતમાં પ્રવર્તે છે. એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહીં તેમ એક આત્મામાં આ બે અહં સાથે રહી શકે નહીં; એક અહં મરે તો બીજે જીવે, બીજે જીવે તો પહેલો મરે. બીજા બધા અહં આ મુખ્ય કેન્દ્રસ્થ (Central) અહંના અનુછવી છે–તેની પાછળ પાછળ જીવે છે કે મારે છે. જગતમાં પ્રાયે દેહને અહં મુખ્યપણે પ્રવર્તે છે; આત્મદષ્ટ શ્રીમદ્દને દેહનો અહં નષ્ટ થઈ આત્માનો અહં સ્પષ્ટ થયા છે. ભલભલા મહાત્માઓ પણ દેહાત્મબુદ્ધિરૂપ અહંના સકંજામાંથી છૂટી શકતા નથી, પણ શ્રીમદ્દ તો એમાંથી સર્વથા છૂટી ગયા છે, એ જ એમનું પરમ સત્પણું–પરમ મહત્પણું છે. હવે જગતમાં સર્વ કઈ “હું”ને માટે –અહં ને મને માટે પ્રવૃત્તિ કરે છે, જે હું –અહં બેટે સ્થળે મૂકાયો હોય તે બધી પ્રવૃત્તિ ખોટી થાય છે, જે “હું”—અહં સાચે સ્થળે મૂકાયો હોય તો બધી પ્રવૃત્તિ સાચી થાય છે. એટલે જે દેહાત્મદષ્ટિને અહં દેહમાં મૂકાય છે, તેની સમસ્ત પ્રવૃત્તિ દેહાથે જ થાય છે, અને જે આત્માત્મદષ્ટિને અહં આત્મામાં મુકાય છે, તેની સમસ્ત પ્રવૃત્તિ આત્માથે જ થાય છે. જીવનું જીવન આ સાચી-ખૂટી જીવનદષ્ટિ પ્રમાણે સર્જાય છે, જેનું ચારિત્ર આ સમ્ય-અસમદષ્ટિ પ્રમાણે ધડાય છે. ચારિત્ર વિનાનો કઈ જીવ નથી, પણ પરમાં જેની આત્મદષ્ટિ છે તે જીવ–પંચાસ્તિકાયમાં શ્રી કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે તેમ-પરચારિત્ર આચરે છે અને તે પરમાં પ્રવૃત્તિ કરતો હાઈ પરસમયપ્રવૃત્તિ કરે છે; અને આત્મામાં જેની આત્મદષ્ટિ છે તે સ્વચારિત્ર (આત્મચારિત્ર) આચરે છે અને તે સ્વમાં–આત્મામાં પ્રવૃત્તિ કરતો હાઈ સ્વસમયપ્રવૃત્તિ કરે છે. અને જેવું ચારિત્ર તેવું જ ચરિત્ર બને છે, એટલે પરચારિત્રીનું ચરિત્ર પરલક્ષી હાઈ આત્મપ્રવૃત્તિમાં હેરૂં-આંધળું-મૂંગું બની જાય છે અને સ્વચારિત્રીનું ચરિત્ર આત્મલક્ષી હાઈ પરપ્રવૃત્તિમાં હેરૂં–આંધળું-મૂંગું બની જાય છે,શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ અધ્યાત્મપનિષદુમાં કહ્યું છે તેમનામપ્રવૃત્તિના, ઘરપ્રવૃત્તો પશ્વિમૂવ શ્રીમની દૃષ્ટિ સતત આત્મા ભણી છે–સતત આત્મલક્ષી છે, એટલે એમનું ચારિત્ર પણ આત્મલક્ષી બન્યું છે, અને આમાં જ–આત્મલક્ષી આત્મચારિત્રમાં જ એમનું ચરિત્ર ચરિતાર્થ બન્યું છે. સતત આત્મલક્ષી શ્રીમદ્દના જીવનમાં આદિથી અંતપર્યત આ અલૌકિક આત્મદષ્ટિ વ્યાપક છે, અને એ જ એમની અનુપમ આત્મચારિત્રસૃષ્ટિનું રહસ્ય છે. આજન્માગી શ્રીમદ્દમાં આ અલૌકિક ગદષ્ટિ-અધ્યાત્મદષ્ટિ અદૂભુતપણે પ્રગટી હતી–ઉત્તરોત્તર ખૂલતી ને ખીલતી ગઈ હતી, એ જ એમના