________________
પ્રતિમાસિદ્ધિ અને શ્રીમદની અનન્ય સત્યનિષ્ઠા
૧૮૩ અપૂર્ણ ઉપલબ્ધ થયેલ છે. જે આ ગ્રંથ સંપૂર્ણ ઉપલબ્ધ થયે હોત તે એક વિવાદાત્મક મતભેદનું નિષ્કુ નિરાકરણ કરનારું એક મહાન સાધન ઉપલબ્ધ થાત; છતાં આદ્ય-અંત્ય એટલે ભાગ ઉપલબ્ધ થયે છે, તેટલે પણ કોઇપણ સાચા મુમુક્ષુ આત્માને પ્રતિમાનું પ્રમાણસિદ્ધપણું બતાવી આપવા માટે પર્યાપ્ત છે, કારણ કે તેમાં પ્રતિમાના પ્રમાણસિદ્ધપણામાં ઉપયોગી પર્યાપ્ત સામગ્રી ભરી પડી છે અને શ્રીમદ્દ જેવા સતુભૂત્તિના હૃદયનું દર્શન થાય છે. આ પરથી એટલું તો ચોકકસ સિદ્ધ થાય છે કે શ્રીમદ્ જેવા પરમ પ્રમાણ પુરુષે પ્રતિમાને પ્રમાણસિદ્ધ પ્રતીત કરી છે, એટલે પ્રતિમા અને તેનું પૂજન પરમ પ્રમાણસિદ્ધ જ છે એમ સિદ્ધ થાય છે.
- આ પ્રતિમાસિદ્ધિના અનુસંધાનમાં શ્રીમદ્દન જૂઠાભાઈ પરના પત્રમાં આ વાતને ઈશારે મળી આવે છે. મુંબઈથી ભા. વ. ૧,૧૯૪૪ના જૂઠાભાઈ (અમદાવાદ) પરના પત્રમાં (અં. ૩૬) શ્રીમદ્દ લખે છે–પ્રતિમાના કારણથી અહીં આગળનો સમાગમી ભાગ ઠીક પ્રતિકૂળ વત્તે છે. એમ જ મતભેદથી અનંતકાળે અનંત જન્મ પણ આત્મા ધર્મ ન પામ્યો. માટે પુરુષ તેને ઈચ્છતા નથી; પણ સ્વરૂપશ્રેણીને ઇચ્છે છે.” શ્રીમદના આ મામિક ઉદ્ગારો સૂચવે છે કે મુંબઈમાં તેમના પ્રારંભના સમાગમીઓમાં કેટલાક મહાનુભાવો પ્રતિભાવિરોધક પંથના પણ હશે અને તેઓ શ્રીમદના પ્રતિમાવિષયક નિર્ભય સત્ય વિચારથી ભડક્યા હશે અને પ્રતિકૂળ થયા હશે. પણ શ્રીમદને તો મતની વાત માન્ય હતી, કેવળ સત્ની વાત જ માન્ય હતી; આ પછીના આશો વદ ૨ ૧૯૪૪ના જૂઠાભાઈ પરના અસાધારણ પત્રમાં (અ. ૩૭) શ્રીમદે પિતાનું હૃદય ખેલ્યું છે તેમ શ્રીમદને જગની વાહવાહની બિલકુલ પરવાહ ન હતી, જગને રૂડું દેખાડવાનું એમને કંઈ પ્રયજન હેતું–આત્માનું જેમ રૂડું થાય તેમજ કરવાનું એક માત્ર પ્રજન હતું, અને તેમાં “આ મહાબંધનથી રહિત થવામાં જે જે સાધન, પદાર્થ શ્રેષ્ઠ લાગે તે પ્રહવા એ જ માન્યતા હતી. એટલે તેમણે તે પ્રતિમા સિદ્ધિ અંગેની પોતાની સત્યનિષ્ઠા નિર્ભય નૈતિક હિંમતથી દર્શાવી આપી, અને તે પણ એક સ્વરૂપશ્રેણીએ ચઢવાનું એક પરમ ઉપકારી આલંબનસાધન લોપ ન થાય એટલા માટે, એટલું જ નહિં પણ તે ઉપકારી સાધનનું ઈષ્ટ પરમાર્થ હેતુએ પ્રહણ થાય એટલા માટે યથાસ્થિત વસ્તુદર્શન કરાવ્યું. આગળ જતાં એક સ્વયંભૂ અંતરેદ્ગારરૂપ લેખમાં (અં. ૭૫૪) ભાવિતાત્મા શ્રીમદે આ પ્રતિમા જેવા પરમ ઉપકારી સાધનને કેટલાક લેકેએ ખંડિત કર્યું છે તે અંગેનો તીવ્ર ચીત્કારમય પિકાર પાડ્યો છે – હે જ્ઞાતપુત્ર ભગવન્! કાળની બલિહારી છે. આ ભારતના હીનપુર્ણી મનુષ્યોને તારું સત્ય અખંડ અને પૂર્વાપર અવિધ શાસન કયાંથી પ્રાપ્ત થાય ? થવામાં આવાં વિદને ઉત્પન્ન થયાં, તારાં બાધેલાં શાસ્ત્રો કલ્પિત અર્થથી વિરાધ્યાં, કેટલાંક સમૂળગા બંડ્યાં.
ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણુએ જે તારી પ્રતિમા તેથી કટાક્ષદષ્ટિએ લાખો ગમે લકે વન્યાં, તારા પછી પરંપરાએ જે આચાર્ય પુરુષો થયા તેનાં વચનમાં અને તારાં વચનમાં પણ શંકા નાંખી દીધી. એકાંત દઈ કૂટી તારૂં શાસન નિંદાવ્યું.”—કઈ પણ