________________
૧૮૪
અધ્યાત્મ રાજચંદ્ર સાચા શાસનપ્રેમી સહૃદયને રોમાંચ ઉ૯લસાવે એવા આ હૃદયભેદક વચનમાં શ્રીમદની કેવી અદ્દભુત શાસનદાઝ નિર્ઝરી રહી છે! કોઈપણ સહૃદયના હૃદયને દ્રાવિત કરે એવી કેવી નિષ્કારણ કરુણ પ્રવહી રહી છે! કેઈપણ સકર્ણના કર્ણને વીંધી નાખે એવી મતભેદથી રહિત સભાગે લઈ જનારી કેવી અલૌકિક સત્યનિષ્ઠા ગઈ