________________
૧ણ
ગૃહસ્થાશ્રમ અધેિ પરમ વિરક્ત દશા જ્ઞાનની ઊંડી’—ગંભીર ગૂઢ રહસ્યમય “ગુફાનું દર્શન કરી રહેલા શ્રીમદને તેમ કરતાંતે દર્શન લેતાં “ગ્રહાશ્રમથી વિરક્ત થવાનું અધિકતર સૂઝે છે,– ગૃહાશ્રમ પ્રહણ કર્યો તે પૂર્વે પણ તે વિરકત થવાનું-સર્વસંગપરિત્યાગ કરવાનું સૂઝયું હતું પણ હાલ અધિકતર – વિશેષ વિશેષ સૂઝે છે. એટલે જ કહે છે – ખચીત તે તત્ત્વજ્ઞાનને વિવેક પણ આને ઊગ્યો હતો. – સ્વપરભેદવિજ્ઞાનરૂપ તત્ત્વજ્ઞાનને વિવેક થયે તેને સહજ પરિણામરૂપે “તે – સર્વ સંગ પરિત્યાગરૂપ તત્ત્વજ્ઞાનને વિવેક “આને–પિતાને ખચીત-ખરેખર ઊગ્યો હતો. તો પછી તેનું શું થયું? તેનો ખુલાસો કરે છે–કાળનાદુષમકાળના ‘બળવત્તર–અત્યંત બળવાન અનિષ્ટપણાને લીધે તેને–આ પિતાને “યથાગ્ય–જેવા જોઈએ તેવા તથારૂપ “સમાધિસંગની”- સમાધિ ઉત્પન્ન થાય એવા સત્સંગની-સંતસંગની અપ્રાતિને લીધે તે વિવેકને મહાખેદની સાથે “ગૌણ કરો પડયો– ગૌણ-અપ્રધાન કરવો પડે, દબાવી દેવો પડે, અંતમાં શમાવી દે પડ્યો, અને તેમ ગૌણ કરતાં પણ પિતાને “મહાખેદ'ઘણો મોટો ખેદ થયે. આ ઉદ્ગારો સૂચવે છે કે શ્રીમને ગૌણ કરવામાં કેટલે બધો મહાખેદ થયો હશે ને કેટલું બધું અંતરમંથન થયું હશે. છતાં યથાગ્ય સમાધિસંગ વિના અસમાધિનું કારણ થઈ પડત એટલા માટે તે સંજોગોમાં એમ કરવું ઉચિત જ હતું, એટલે જ લખે છે –
અરે ! જે તેમ ન થઈ શક્યું હોત,”– તે વિવેકને આમ તે સંજોગોમાં ગૌણ કરવાનું ન બની શકયું હોત, “તે તેના જીવનનો અંત આવત (તેના એટલે આ પત્રલેખકના) -ગૌણ કરવાના દુઃખ કરતાં પણ તેમ ગૌણ ન થઈ શકવાનું દુઃખ એટલું બધું પારાવાર થાત કે જીવનનો અંત આવત. ભલે બાહ્યથી તે વિવેકને ગૌણ કરે પડડ્યો, પણ અંતર્થી શું છે અને શું હતું તે માટે શ્રીમદ્ પોતાનું હૃદય બોલે છે –જે વિવેકને મહાખેદની સાથે ગૌણ કરે પડયો છે, તે વિવેકમાં જ ચિત્તવૃત્તિ પ્રસન્ન રહી જાય છે.”— ચિત્તવૃત્તિ-અંતરવૃત્તિ તો “તે વિવેકમાં જ- તે તત્વજ્ઞાનના વિવેકમાં જ પ્રસન્નતા અનુભવી રહેલી ચાલી આવે છે, તે તત્વજ્ઞાનરૂપ વિવેક અને તેના સહજ ફલરૂપે સર્વ પરભાવમાંથી વિરામ પામવારૂપ- વિરતિરૂપ- સર્વ સંગપરિત્યાગરૂપ વિવેકમાં જ ચિત્ત પ્રથમથી જ પ્રસન્ન ચાલ્યું આવે છે. અર્થાત્ તત્ત્વજ્ઞાનરૂપ- ભેદવિજ્ઞાનરૂપ વિવેકનું સહજ ફલ પરિણામ સર્વભાવથી વિરામ પામવારૂપ વિરતિ છે, તે વિગતરતિરૂપ-વિરતિભાવરૂપ ભાવવિરતિ (સર્વ અંતરંગસંગપરિત્યાગરૂપ ભાવનિથદશા) અંતરંગ વિરતિ પિતાને વર્તી રહી છે, છતાં બાહ્ય વિરતિ હજુ નથી બની શકતી તેને ખેદ દર્શાવે છે– બાહ્ય તેની (તે વિવેકની) પ્રાધાન્યતા નથી રાખી શકાતી તે માટે અકથ્ય ખેદ થાય છે.” બાહ્યથી હાલ વર્તમાન સંજોગોમાં તેમ નહિં બની શકવા માટે “અકય–કહી શકાય એ ખેદ થાય છે, “તથાપિ નિરૂપાયતા છે ત્યાં સહનતા સુખદાયક છે,”— નિરુપાયતા છે– સંજોગાધીનપણે ઉપાય નથી એટલે સહનતા-સહન કરવાપણું એ જ સુખદાયક છે, તેનું એટલું બધું અસહ્ય દુઃખ છે છતાં તે સમભાવે સહન કરવું એ જ સુખ દેનાર છે. એમ માન્યતા– માન્યપણું હોવાથી “મૌનતા મૌનપણું છે; મૌનપણે