________________
શ્રીમદની આત્મદષ્ટિ અને ચરિત્રસૃષ્ટિ
૧૫૧ છે કે-ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. જ્યાં હું માને છે ત્યાં તું નથી, જ્યાં તું માને છે ત્યાં તું નથી. જ્યાં સુધી તે તત્ત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાંસુધી મોક્ષની તાત્પર્યતા મળી નથી. આત્માને ધર્મ આત્મામાં જ છે. આત્મા જે કોઈ દેવ નથી.'—ઈત્યાદિ વચનામૃત (અ. ૨૧) અંતર્ગત વચનામૃત સૃષ્ટિના ગુપ્ત ચમત્કારરૂપ આત્માને પામેલા મહાત્મા શ્રીમને પરમ આરાધ્ય આત્મદેવ પ્રત્યેને પરમ પ્રેમ-ઉલ્લાસ દર્શાવે છે. (૪) “એક ચિતે આત્મા ધ્યાવે, પ્રત્યક્ષ અનુભવ થશે. એકને ઉપગમાં લાવશે તે શત્રુ સર્વે દર જશે. હું ક્યાંથી આવ્યો? હું ક્યાં જઈશ? શું મને બંધન છે? શું કરવાથી બંધન જાય? કેમ છૂટવું થાય? આ વાક્યો સ્મૃતિમાં રાખવાં. સિદ્ધનાં સુખ સ્મૃતિમાં લાવે છે તે છે, પણ મન વિચાર કરવા શક્તિમાન નથી. સ્વસ્થાનકે જવાને ઉપયોગ કરજે. જેમ બને તેમ આત્માને ત્વરાથી આરાધે. સ્વરાજપદવીસ વતપ આત્માને લક્ષ રાખો (દે).”–આ ૧૭ મા પૂર્વેના બોધવચનમાંથી (અં. ૫) આ આત્મસંબોધનરૂપ બેધવચન શ્રીમની અનુપમ આત્મદષ્ટિ દેખાડે છે. દેષને ઓળખી દેષને ટાળવા” એ પુષ્પમાળા (અં. ૨) અંતર્ગત સૂત્રને જીવનમાં ઉતારવા અને આત્મગુણની વૃદ્ધિ કરવા શ્રીમg કેવા અપ્રમત્ત ઉજાગ્રત છે એનું પ્રત્યક્ષ દર્શન આ પિતાના આત્માને બેધ આપવારૂપ–આત્મસંબંધનરૂપ મુખ્ય પણે સ્વલક્ષી બોધવચનમાં થાય છે, અને બીજમાંથી વૃક્ષની જેમ ઉત્તરોત્તર વિકાસ પામતા એમના આત્મચારિત્રમય ચરિત્રનું ઉત્તરોત્તર ઘડતર કેમ થતું ગયું તેનું બીજ ચત્ર જોવા મળે છે. એટલે આ આત્મદષ્ટિ અનુસાર શ્રીમદ્ પિતાનું ચારિત્રઘડતર કેવા પ્રકારે કરી રહ્યા હતા અને તેમની અંતરૂપરિણતિની ધારા કેવા પ્રવાહમાં વહી રહી હતી તેનું દિગદર્શન કરાવવા આ બોધવચન (અં. ૫) પ્રત્યે હવે કેટલાક વિશેષ દષ્ટિપાત કરશું.
આત્મદષ્ટિ અનુસાર આત્મચારિત્રસૃષ્ટિ સર્જતાં આર્ષદષ્ટા શ્રીમદ્દ ભાવે છે – સ્વદ્રવ્ય–અન્યદ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખ (દ). પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજે. પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજે. પારદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજે. ત્રિપદનો ઉપયોગ અનુભવો. અનાદિનું જે સ્મૃતિમાં છે તેને વિસરી જવું. સ્મૃતિમાં નથી તે સંભારે. એકાકી વિચાર હંમેશા અંતરંગ લાવ. વસ્તુધર્મ યાદ કરે. ત્વરાથી આગ્રહ વસ્તુ તજવી. “સ દશા ગ્રહની, પણ બાહ્ય ઉપયોગ દે નહીં. સંકલ્પ વિકલ્પ તજવો. આત્મઉપયોગ એ કર્મ મૂકવાનો ઉપાય છે. છે તેની તેને સેપો (અવળી પરિણતિ). કેઈ બાંધનાર નથી, પોતાની ભૂલથી બંધાય છે. બંધાયેલાને જે પ્રકારે બાંધ્યે તેથી ઉલટી રીતે વર્તે એટલે છૂટશે. વેદનીય કર્મ ઉદય થયું હોય તો પૂર્વકર્મસ્વરૂપ વિચારી મુંઝાવું નહીં. વેદનીય ઉદય ઉદય થાય તે “અવેદ' પદ નિશ્ચયનું ચિંતવવું. પુરુષવેદ ઉદય થાય તો સ્ત્રીનું શરીર ભિન્ન ભિન્ન કરી નિહાળવું, જ્ઞાનદશાથી. બાહ્ય સ્ત્રીની જે પ્રકારની ઈચ્છા રાખો છે તેથી ઉલટી રીતે આત્માની સ્ત્રી તરૂપ તે જ ઇચ્છે. સ્ત્રીઓના રૂપ