________________
૧૫૦.
અધ્યાત્મ રાજચંદ્ર અને આત્મામાં જેની આત્મદષ્ટિ છે તે સ્વચારિત્ર (આત્મચારિત્ર) આચરે છે અને તે સ્વમાં–આત્મામાં પ્રવૃત્તિ કરતો હોઈ સ્વસમય પ્રવૃત્તિ કરે છે. અને જેવું ચારિત્ર તેવું જ ચરિત્ર બને છે, એટલે પરચારિત્રીનું ચરિત્ર પરલક્ષી હાઈ આત્મપ્રવૃત્તિમાં હેરૂંઆંધળું-મૂંગું બની જાય છે અને સ્વચારિત્રીનું ચરિત્ર આત્મલક્ષી હાઈ પરપ્રવૃત્તિમાં બહેરૂં–આંધળું-મૂંગું બની જાય છે. ગરમgવૃત્તવિવાહ પ્રવૃત્ત વિશ્વાસ શ્રીમદ્દની દૃષ્ટિ સતત આત્મા ભણી છે–સતત આત્મલક્ષી છે, એટલે એમનું ચારિત્ર પણ આત્મલક્ષી બન્યું છે અને આમાંજ-આત્મલક્ષી આત્મચારિત્રમાં જ એમનું ચરિત્ર ચરિતાર્થ બન્યું છે. સતત આત્મલક્ષી શ્રીમદની આ આત્મદષ્ટિ અને તદનુકૂલ ચારિત્રસૃષ્ટિ પ્રત્યે દષ્ટિપાત કરવાને અત્ર અવસર છે.
લઘુવયમાં જ જેને જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યું હતું એવા શ્રીમદને દેહ–આત્માનું ભેદવિજ્ઞાન સહજ સ્વભાવસિદ્ધ જ થઈ ગયું હતું, એટલે લઘુવયથી એમને સત લક્ષ દેહથી ભિન્ન હું દેહ–આત્મા છું એમ નિરંતરપણે મુખ્યતાથી આત્મા પ્રત્યે જ હતો. એમની લઘુવયની કૃતિઓ પુષ્પમાળાદિ પ્રત્યે દષ્ટિપાત કરીએ કે અપૂર્વ દર્શન પ્રભાવક મોક્ષમાળા–ભાવનાબધ આદિ પ્રત્યે દષ્ટિપાત કરીએ, વચનસપ્તશતી-વચનામૃતઆદિ પ્રત્યે દષ્ટિપાત કરીએ કે એમના પરમાત્તમ વિવેચનાદિ પ્રત્યે દષ્ટિપાત કરીએ, એમના આત્માનાર્હદયના પ્રતિબિંબરૂપ પરમ અદ્ભુત પત્રસાહિત્ય પ્રત્યે દષ્ટિપાત કરીએ કે આ અવનિના અમૃત સમી “આમેપનિષદુરૂપ” આત્માની મહાગીતા આત્મસિદ્ધિ પ્રત્યે દષ્ટિપાત કરીએ,–તે એમની આ અનન્ય આત્મદષ્ટિ એકદમ ઊડીને આંખે વળગે છે. એમના વચનામૃતમાં સર્વત્ર આત્મા આત્મા ને આત્મા એ જ દિવ્ય ધ્વનિ ગૂંજ્યાં કરે છે. ખરેખર! “શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ અથથી તે ઇતિ સુધી આત્માની મહાગીતા જ છે. આગળ ઉપરની બીજી કૃતિઓની વાત હાલ અલગ રાખી અત્રે તે તેમની ૨૦-૨૧ વર્ષ સુધીની ત્રણ–ચાર કૃતિઓમાંથી કેટલાક ઉદાહરણ ટાંકીશું અને તે પરથી ફલિત થતી શ્રીમદની આત્મદષ્ટિ અને ચારિત્રસૃષ્ટિનું વિહંગાવલોકન કરશું. - સોળ વર્ષની વયે રચેલી મોક્ષમાળા (બાલાવબેધ) ના મુખપૃષ્ઠ પર (Title page) મૂકેલું- “આત્મા જાયે તેણે સર્વ જાણયું (નિર્ગથપ્રવચન) એ જિનાગમનું પરમ રહસ્યભૂત સૂત્ર એકદમ આપણું ધ્યાન ખેંચે છે, આ વચનામૃત આટલી નાની વયે પણ શ્રીમદની આત્મરુચિની પરાકાષ્ઠા પ્રકાશે છે. (૨) “આત્માને પરમેશ્વર માનું, આત્મપરાત્મ સમાન માનું. આત્માની જ માત્ર ધર્મકરણી સાચવું. આત્મસ્વતંત્રતા ઉં નહીં.–આ મહાનીતિ (સં. ૨૦) અંતર્ગત મહાવાકયો આત્માના મહામહિમા પ્રત્યે શ્રીમદ્દની અંતરંગ પ્રીતિ દાખવે છે. (૩) અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યથી અભેદ એવા આત્માને એક પળ પણ વિચાર કરે. આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે. હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. અંતરંગ મોહગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે. નિર્મળ અંતઃકરણથી આત્માને વિચાર કરવા યોગ્ય છે. વસ્તુને વસ્તુગતે જુઓ. અમે બહુ વિચાર કરીને આ મૂળતત્વ શોધ્યું