________________
૧૪૨
અધ્યાત્મ રાજચંદ્ર પામીશ.- ઈત્યાદિ વિકલ્પ થયા કરતા હતા. ત્યાં અંતે રા. રેવાશંકર ઝુંઝાભાઈનું મકાન જ્યાં શ્રીમદને નિવાસ હતો તે આવ્યું. ડેલીના માળ ઉપર ચડતાં નિસરણીના ઉપલે પગથીએથી સામા ખૂણામાં ગાદીતકીએ બિરાજેલ શ્રીમદ્દનાં પવિત્ર દર્શન થયાં. આસપાસ ઉપર જણાવેલ પ્રકારને સમુદાય બેઠે હતે. પરમાર્થચર્ચા ચાલતી હતી. દર્શન થતાં જ કઈ અવક્તવ્ય ભાવ સકુ અને મૂક વાણીએ, મધ્યમા વાચાએ, “પંચિંદિય સંપરણે” ઇત્યાદિ સદ્ગુરુસ્તુતિ થઈ ગઈ! આ અંતર્યામીપણું.
તરતજ તેઓશ્રીએ બોલાવી સત્કાર્યો, સમપ બેસાડ્યો કુશળસમાચારાદિ પૂછી હૃદયને ભાર ઓછો કર્યો. ઉપર જે વિકલ્પ ઉત્પન્ન થયેલા જણાવેલ છે, તે ઉપશમી ગયા. સંકેચ દૂર થયો ! આ અંતર્યામીપણું. પાંચેક મિનિટ પછી ફરી જ્ઞાનચર્ચા શરૂ થઈ. બહેરાશનાં કારણે મને સૂત્રસંધિ અબૂટ નહોતી રહેતી. એટલે અરધે કલાક બેસી ઊઠયો. ઘેર આવ્યા. ઘરમાં મારાં પત્નીને શ્રીમદ્ સંબંધી વાત કરી. આવા ઉત્તમ પુરુષને વેગ છતાં આપણે વિષય-કષાયથી ભરપૂર ! ઈત્યાદિ ખેદ થતો હતો. વળતી સવારે શ્રીમદ્દ સમીપે ગયો. કશા તાત્કાલિક પ્રસંગ વિના પ્રથમ શબ્દ શ્રીમદે ઉચ્ચાર્યા તે-“મનસુખ, વિશેષ થઈ શકે તો સારું જ્ઞાનીઓને સદાચરણ પણ પ્રિય છે, ખેદ કર્તવ્ય નથી.” મનોગત ભાવ જાણવારૂપ આ અંતર્યામીપણું.
(૨) સમીપમાં જતાં કાંઈ પૂછવા ધારેલું હોય, તે ત્યાં જતાં પૂછવાની જરૂર જ ન રહે, એવા પ્રકારે જ પોતે જ્ઞાનવાર્તાદિ શરૂ કરતા. જ્ઞાનવાર્તા પૂરી થઈ રહ્યું. પૂછે કે કેમ મનસુખ, કાંઈ પૂછવું છે? પૂછવાનું હોય તેના ખુલાસા તે વાર્તાલાપમાં આવી જતા. એટલે પૂછવાપણું કાંઈ ન રહેતું. આવું વખતોવખત બનતું. આ મનોગત ભાવ જાણવારૂપ અંતર્યામી પણું.
(૩) કેલેજના રજાના દિવસ હઈ સં. ૧૯૫૫ના રોત્ર વદમાં એક દિવસ હું બહાર ફરવા ગયા હતા. રસ્તામાં સહજ કુતૂહળભાવે વિચાર થયો કે આ તિથિ શા માટે? પાંચમ, આઠમ, બીજ, ચૌદશ એમ તિથિને બદલે ધર્મપર્વના દિવસને બદલે ચોથ કે છઠ, સાતમ કે નમ, કે તેરશ ઇત્યાદિ હોય તો શું ખોટું? આમ એક વિકલ્પ માત્ર ઉભો થયેલે અને તે તિથિ તોડવા માટે નહિં, પણ વિચારણા માટે. પછી તે એ વિકલ્પ તરત સમાઈ ગયે. પણ ત્યારપછી જ્યારે શ્રીમદ્ પાસે જવાનું થયું ત્યારે કઈ પણ પ્રસંગ વિના શરૂઆતનાં વચન શ્રીમદે પ્રકાશ્યાં તે - મનસુખ, તિથિ પાળવી. આ અંતર્યામીપણું.
(૪) ઉપર જણાવેલ અરસામાં મારા એક સ્નેહીને મેં શ્રીમદના આગમન સંબંધી તથા તેઓશ્રીના સમાગમલાભની વિગત લખી. તે ભાઈએ મને જવાબ લખી એક જ્ઞાન પ્રશ્ન શ્રીમદને પૂછવા બીડ્યું. તે ભાઈ સત્સંગના ખોજક છે. તેમની નોકરી સરકારી પોલિસ ખાતામાં હતી, અને માયાકપટભરી નોકરીથી કંટાળતા-મુંઝાતા હતા. આ સંબંધી વિગત મારા ઉપરના જવાબમાં હતી. જ્ઞાન પ્રશ્ન જૂદું હતું. તે પત્ર પ્રશ્ન સાથે રાત્રે મળે. સવારે પત્ર ઘેર રાખી પ્રશ્ન લઈ, શ્રીમદ્દ સમીપે હમેશના નિયમ મુજબ ગયે. કાંઈ