SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યામાં રાજચંદ્ર લેકપંકિતામાંથી વ્હાર કેમ નિકળી શકે? શ્રીમદ્દ જે ખરેખર આત્માથ મહા મુમુક્ષુ હોય તે જ લોકેષણાને ઠોકર મારી આ લેકપંક્તિના વમળમાંથી–વિષવન્તલમાંથી ઇન્હાર નિકળવા સમર્થ થઈ શકે. આમ જેની ભૂરકીમાંથી ભલભલાઓને છૂટવું વિકટ થઇ પડે છે એવી આ કેષણને ઉછેદી નાંખવી–જડમૂળથી ઉખેડી નાંખવી એ કાંઈ નાનાસૂના આત્મપરાક્રમનું કામ નથી; એવી લોકેષણાનું મલની જેમ વા હાલાહલ વિષની જેમ વિસર્જન કરવું તે કાંઈ જે તે ત્યાગ નથી. પ્રાચે (લગભગ) આ લોક કીર્તિલોભથી અંધ બની જ્યારે લોકેષણાની પાછળ ગાંડાની જેમ દોડયા કરે છે, કીર્તાિના ટૂકડાની પાછળ ભમરાની વા ભિખારીની જેમ ભમ્યા કરે છે, ત્યારે તેની મળે જે કીત્તિનિરપેક્ષ દૃષ્ટા પુરુષ તે લોકેષણાની મહામહિનાથી દૂર ભાગે છે, મહાકત્તિના ટેકરાને લાત મારે છે, તે જ પુરુષ ખરેખ ડાહ્યો વિચક્ષણ વિવેકી છે, તે જ પુરુષ ખરેખરો શ્રીમંત-શ્રીમદ છે. સત્પુરુષ શ્રીમદ રાજચંદ્ર આ મહાવિચક્ષણ, મહાવિવેકી, મહાશ્રીમત–મહાજ્ઞાનશ્રીસંપન્ન ખરેખર યથાર્થનામાં શ્રીમદ’ હતો; વામના–વેંતીઆ ( Dwarf) સામાન્ય પ્રાકૃત લોકના ઓઘ-સમૂહુરૂપ લોક મધ્યે લોકોત્તર– કિક ‘વિરાટ’ (Collosus) હતે. પ્રકરણ એકવીસમું અતીન્દ્રિય જ્ઞાન અને શક્તિના ચમત્કારે આ બાહ્ય પ્રદર્શનોને પણ તે જ તિલાંજલિ આપી શકે કે જેની દષ્ટિ મૂળ આત્મજ્ઞાન ભણી જ હોય, શુદ્ધ આત્મા ભણી જ હોય. આવા આત્મજ્ઞાની શ્રીમદના દિવ્ય આત્માની ચારિત્રશુદ્ધિ ને લીધે જ એમનામાં અનેક ચમત્કારિક શક્તિઓનો આવિર્ભાવ થર્યો હતે; તથારૂપ જ્ઞાનાવરણના ક્ષચોપશમથી ઉપજેલા અતીંદ્રિય જ્ઞાનના ચમત્કાર એમના જીવનમાં લઘુવયથી જ દેખાવા માંડ્યા હતા ને ઉત્તરોત્તર વૃદ્ધિ પામે જતા હતા. પૂર્વોક્ત હેમરાજભાઈ આદિના પ્રસંગ પરથી એટલું તો ચોક્કસ સ્પષ્ટ સમજાય છે કે શ્રીમદ્દમાં લઘુવયથી જ કઈ અલૌકિક વિશિષ્ટ જ્ઞાનશક્તિ હતી,–કે જે અતીન્દ્રિય જ્ઞાનશક્તિના બળે અગાઉથી કંઈ પણ સમાચાર નહિં છતાં, કચ્છથી બે સાંઢણી સ્વાર ખાસ મ્હારા માટે રાજકોટ આવી રહ્યા છે એમ શ્રીમના નિર્મલ જ્ઞાનદર્પણમાં પ્રતિભાસિત થયું, એટલું જ નહિં પણ પ્રથમ મળતાં જ કેમ હેમરાજભાઈ! કેમ માલશીભાઈ!” એમ નામ લઈને તેમને બેલાવ્યા! તે બનાવ તે ઓર આશ્ચર્યકારક હતા. આ અતીન્દ્રિય નાનશકિતને કેઈ અવધિજ્ઞાનનો પ્રકાર કહો કે (Clairvoyance) કહો કે બીજું ગમે તે કહે. પણ તે કોઈ વિશિષ્ટ અતીન્દ્રિય ચમત્કારિક જ્ઞાનશક્તિ હતી જ એમાં કોઈ સંશય
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy