________________
૧૩૪
અધ્યાત્મ રાજચંદ્ર પણ તેથી રૂડું થયું નથી. કારણ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય એમ કરવામાં જશે અનંત ભવનું સાટું એક ભવમાં વળી રહેશે, એમ હું લઘુત્વભાવથી સમજે છઉં અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે.” ઈત્યાદિ. જગતમાં બીજાઓ કીર્તિના પડછાયાની પાછળ દોડે છતાં કૌત્તિ તેમનાથી દૂર ભાગે છે, ત્યારે કીર્તાિ પડછાયાની જેમ શ્રીમદની પાછળ દોડે છે છતાં શ્રીમદ તેનાથી દૂર ભાગે છે ! એ ખરેખર! પરમાશ્ચર્યકારી છે !
પુત્રેષણ, વિષણ, લોકેષણ એ ત્રણ એષણાના સકંજામાંથી છૂટવું ભલભલાઓને માટે પણ દુષ્કર છે; તેમાં પણ પ્રથમ બે એષણાઓથી છૂટવું તે હજુ સુગમ છે, પણ લેકેષણની માહિનીમાથી છૂટવું તો ભલભલા મહાત્માઓને માટે પણ દુષ્કરદુષ્કર છે. લોકે હારી વાહવાહ કરે, લેકમાં મ્હારી કીર્તિને ડંકો વાગે, મહારું નામ લેકમાં ગાજતું થાય, એવી કીર્તિની ભૂખના દુઃખમાંથી ભલભલા મહાત્માઓ પણ છટકી શકતા નથી. જોકે મને રૂડ કહે, લોકમાં હું રૂડે દેખાઉં, લેકે મહારા ધજાગરા ફરકાવે, એવી લોકેષણારૂપ સૂફમ ઈચ્છા ઊંડે ઊંડે પણ ત્યાગી કહેવાતા મહાત્માઓના અંતરમાં પણ પ્રજ્વલતી હોય છે. આખાબોલા અખા ભકતે કહ્યું છે તેમ “ઝીણી માયા છાની છરી” જ્ઞાની કહેવાતા પંડિતમના અંતને પણ ઊંડે ઊંડેથી કાપી નાંખતી હોય છે. મુમુક્ષ કહેવાતા ત્યાગી મહાત્માઓ પણ આવી ઊંડી અંતરેચ્છાને લીધે વાસ્તવિક રીતે અંદરખાનેથી ભવને અભિનંદનારા “ભવાભિનંદી હોય છે, કારણકે મનાવા-પૂજાવાની વાસનારૂપ “ઝીણી માયા છાની છરી” એમના અંતરુને કેરી નાંખતી હોય છે; અને જેમ જેમ મનવચન-કાયાના યોગની તરતમતા તેમ તેમ આ વાસનાની પણ તેવી તરતમતાબળવત્તરતા હોય છે.
કારણકે જ્યાં લગી પરમાર્થ દષ્ટિ સાંપડી નથી ત્યાં લગી ભવાભિનંદીપણને લીધે ગમે તે ક્ષયપશમ સંપન્ન પુરુષ પણ સમ્યફ તત્ત્વવિચારને પામી શકતો નથી. તેવા પુરુષને જેમ જેમ મનવચન-કાયાના યોગબળનું તરતમપણું હોય છે, તેમ તેમ પ્રાયે તેની વાસનાનું પણ તેવું તરતમપણું હોય છે. કેઈ અપરમાર્થ દષ્ટિ એવા મહત્ત્વાકાંક્ષી પુરુષના મન-વચન-કાયાની શક્તિનું પ્રબલપણું હોય, તો તેની લેકમાં મનાવા-પૂજાવા વગેરે અસવાસનાનું પણ તેવું જ પ્રબલપણું પ્રાયે દશ્યમાન થાય છે. એટલે તેવા વિશિષ્ટ યોપશમી જીવને જે બેધ છે, તે પણ અસવાસનાથી વાસિત હોઈ અસત્ જ હોય છે, અને આમ અસવાસના-વિષથી વાસિત એ આ બધ અસત્ પરિણામથી જ અનુવિદ્ધ હેઈ વિષમિશ્ર અન્નની જેમ અસુંદર જ હોય છે; “વાસિત બોધ આધાર * “ રારિબામાનુનો નોધો મુંદ્રાઃ |
તરંજીવ નિયમદ્વિષiyજાનવત્ ” ગદષ્ટિસમુચ્ચય, . ૭૭ x “વિચરઃ પૂરવંજનાય, ધશો નનનનાચ . વાવાય વિશ્વાસ્થયનં મેમૂ, ચિત્રુ ગ્રાચર મા રત્નાકરપચ્ચીશી “ જનમનરંજન ધર્મનું, મલ ન એક બદામ.” શ્રી ચિદાનંદજી