SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ અધ્યાત્મ રાજચંદ્ર બધી હશે તે વિચારવું વાંચનારની મુનસફી ઉપર સંપું છું. જે પુરુષ આવી શક્તિ જન્મથી જ પામે છે તે પુરુષ મહા સદ્ગુણે પણ જન્મથી પામ્યો હોય, એમાં આશ્ચર્યજનક થોડું જ છે. પરનિંદા, પર પત્ની અને મિથ્યા પરધનને ત્યાગ કરવો એ સુલભ નથી.” એની નિરહંતાદિ અંગે ખાસ લખે છે – શતાવધાન જેવી શક્તિ પામેલે, તેમજ દેશીવિદેશીથી પૂજાએલો એટલી વયના પુરુષ અહંપદ પામ્યા વિના કેમ રહે? ઘણા વૃદ્ધ વિદ્વાનો એવા હોય છે. તો આ પુરુષમાં તરુણાવસ્થામાં (જે અવસ્થામાં જોઈએ તેવી અવસ્થામાં) બિલકુલ અપદ નથી તો આનું ભવિષ્ય ભલું કેમ ન હોય? વળી એની પ્રકૃતિ જ ગંભીર, સત્વગુણુ અને વિનયી છે. એટલે એને સ્વાભાવિક ગુણ જ ઉત્કૃષ્ટ હોય. એમાં કાંઈ આશ્ચર્ય નથી. પરનિંદાને (એના શત્રુને પણ) એકે બેલ એને મેઢે કેઈએ સાંભળ્યો નથી. પરષ તે એણે સ્વપ્નામાં પણ નહીં કર્યો હોય! ટૂંકામાં કહેવાનું કે આ કેઈ ચમત્કારિક પુરુષે જન્મ લીધો છે. નહીં તે આવી શક્તિ, આવા સગુણ અને આવી ભલી દષ્ટિ ન હોય. સમદષ્ટિ, દીર્ધદષ્ટિ, વિવેકબુદ્ધિ, નિર્મળ મનવૃત્તિ, શાંત સ્વભાવ, સ્મિત ભાષણ, સ્મિત હાસ્ય, ઉત્તમ વાણી, નિર્મળ વક્તાપણું, ખરે વૈરાગ્ય, ઉત્તમ ધર્મદઢતા આદિ સગુણ એના અંગમાં આબેહૂબ પ્રગટી ચૂકેલા છે. એની ગંભીરતા તે હદપાર જ છે. એના સદ્ગુણો વિષે જેટલું બેલું તેટલું ઓછું છે.” એના સ્વદેશઉમળકા અંગે ઉલ્લેખે છે–“સ્વદેશપ્રીતિ એના જેટલી ડાને જ હશે. ગુપચુપ એ અનેક સ્વદેશીઓને ખર રસ્તે બતાવ્યે જાય છે. દેશનાં દુઃખને માટે એના જેવી ખેદયુક્ત અસર કઈકને જ હશે. એ વિષયને એને નિર્મળ જુસ્સો ઓર જ છે. ૪ ૪ એની દેશદાઝની કાવ્યનો એક નમૂને–“કેવળ કેસરિયાં કરનાર અહા ! કેસરી સિંહ શરીર, અરે! હિંદના આજ ગયા કયાં? રઢિયાળા એવા રણધીર. જેમ કાવ્યમાં એણે દેશપ્રીતિ ઝળકાવી છે તેમજ તેવાં કેટલાંક દેશહિત કૃત્યોથી પણ ઝળકાવી છે. ૪ ૪ એ સંબંધી બધથી, અને વિદ્યાની શિક્ષા દઈને એણે આ એટલી જ વયમાં હજારે શિષ્ય કરી મૂક્યા છે. ચાળીસ ચાળીસ અને પચાસ પચાસ વર્ષની વયનાં એના શિષ્ય ઘણું છે. આવાં રત્નની દેદીપ્તિથી આખા હિંદુસ્થાનને આનંદ અને ઉપકાર માનવાનું કારણ છે.” અને “ધર્મવૃદ્ધિપ્રકાશક વિશેષણથી આ સાક્ષાત સરસ્વતી શ્રીમદને બિરદાવતાં લેખક પરમલ્લાસથી લખે છે–એને એક આપણ આચાર્ય તરીકે જેટલું માન આપીએ તેટલું ઓછું છે. જૈન (વીતરાગ) ધર્મ ઉપરને એમને મૂળથી જ સ્વાભાવિક પ્રેમ એર છે. એનું મનનું રટણ ગંભીરતાની સાથે હાલતાં ચાલતાં, બેસતાં ઊઠતાં, હરતાં ફરતાં, ખાતાં પીતાં, પહેરતા ઓઢતાં અને સૂતાં જાગતાં તેમજ સ્વપ્નામાં પણ જેને જેન ને જૈન જ છે. એણે એ ધર્મને અત્યુત્કૃષ્ટ દીપ્તિમાં આણવા લક્ષમાં લીધું છે. આમ કરવામાં એમને કેઈપણ પ્રકારનો સ્વાર્થ રહ્યો હોય એમ અમને સ્વને પણ માન્યતા નથી, પરંતુ કેટલે પરમાર્થ રહ્યો છે એ લખતાં કલમ અટકી પડે છે. મનુષ્યોને ગળે સત્વગુણી ઉપદેશ તુરત ઉતરી જાય એમ કરવામાં એણે હજુ સુધી કેઈપણ પ્રકારે કચાશ રાખી નથી, રાખતા નથી અને રાખશે પણ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy