________________
૧૧૨
અધ્યાત્મ રાજચંદ્ર જૂદા માગેલા વૃત્તમાં માગેલા વિષયે તૈયાર કરતા જવું. એમ બાવન કામની શરૂઆત એક વખતે સાથે કરવી. એક કામને કંઈક ભાગ કરી બીજા કામને કંઈક ભાગ કર, પછી ત્રીજા કામને કંઈક કરો, પછી ચોથા કામને કંઈક ભાગ કરે, પછી પાંચમાને-એમ બાવન કામનો શેડ શેડો ભાગ કરે. ત્યાર પછી વળી પાછું પહેલા કામ તરફ આવવું અને તેને થોડો ભાગ કરવો, બીજાને કરે, ત્રીજાને કરવો, એમ સઘળાં કામ પૂર્ણ થતાં સુધી કર્યા જવું. એક સ્થળે ઊંચે આસને બેસીને એ બધાં કામમાં મન અને દૃષ્ટિ પ્રેરિત કરવી. લખવું નહીં કે બીજી વાર પૂછવું નહીં અને સઘળું સ્મરણભૂત રાખી એ બાવને કામ પૂર્ણ કરવાં. તે અઈતિ આ પ્રમાણે ગણાય છે. આપણે આ તો માત્ર નામ ગણ્યાં છે. (બોટાદમાં આ અવધાન કર્યા છે)
(૧)– ચોપાટે રમતા જવું–ત્રણ જણ ચોપાટે બીજા રમતા હતા તેમની સાથે ચોપાટે રમતાં જતાં અને વચ્ચે બીજા એકાવન કામ કરતાં જતાં છેવટે લીલી, પીળી, લાલ અને કાળી એ ચાર રંગની સોગઠીએ ધ્યાનમાં રાખીને કહી આપી હતી, ચપાટ વચ્ચેથી ઉપાડી લેવામાં આવી હતી. પરંતુ જેના અંતઃકરણમાં બીજી ચોપાટ ગોઠવાએલી હતી તેને એ ચોપાટની પછી શી જરૂર હતી?
(૨)– ગંજીફે રમતા જવું–ચોપાટનો પાસે નાખ્યા પછી બીજા ત્રણ જણ ની સાથે કવીશ્વર ગંજીફે રમતા જતા હતા, અને છેવટે પોતાનાં તેરે પત્તાં કહી આપ્યા હતાં, એ પત્તાં કવિને માત્ર એક જ વાર જોવા આપી લઈ લેવામાં આવ્યાં હતાં.
(૩)– શેતરંજે રમતા જવું–તે જ વખતે શેતરંજ રમવા બીજા એક જણની સાથે ચિત્ત પરાવ્યું હતું. અવધાનની સમાપ્તિએ વચ્ચેથી ઉપાડી લીધેલી શેતરંજના પાળા, ઊંટ, અશ્વ, હાથી, વજીર, બાદશાહ નંબરવાર કવિએ કહી આપ્યાં હતાં.
()– કેરા ગણવા–એ વખતે એક જણ બહાર ઊભો રહીને ઝાલરના ટકરા વગાડતે હતો, તે કવિએ સઘળા સ્મરણભૂત રાખી સઘળા છેવટે કહી દીધા હતા.
(૫)– પડતી ચણોઠી ગણવી-કવિના વાંસા ઉપર વચ્ચે વચ્ચે તે કામની સાથે ચણોઠીઓ નાખવામાં આવતી હતી, તે કેટલી થઈતે અવધાનની સમાપ્તિએ કહી દીધી હતી.
(૬, ૭, ૮, ૯)- બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને સરવાળા તે કામની સાથે ગણવા આપ્યા હતા, જે કવિએ મનમાં રાખી છેવટે તેના જવાબ કહી આપ્યા હતા.
(૧૦)- એક જણ હાથમાં માળાના મણકા ફેરવતો જતો હતો તેના તરફ કવિની નજર હતી. તે માળા વચ્ચેથી અધૂરી મૂકવામાં આવી હતી, છેવટે તેમણે કેટલા મણકા ફર્યા હતા તે કહી આપ્યું હતું.
(૧૧થી ર૬)- જુદી જુદી ભાષાઓના શબ્દો (સેળ ભાષાના શબ્દો) સોળ જણાને વહેંચી આપવામાં આવ્યા હતા. બીજાં કામ કરતાં વચમાં અનુક્રમ વિના એકેક અક્ષરકવિને સંભળાવવામાં આવતો. પ્રથમ ત્રીજો અક્ષર આરબી આ વાક્યનો કહેવાત, પછી ૪૧૭મે લેટીનને કહેવાતો, બીજો અક્ષર સંસ્કૃત વાક્યનો તો પછી ૧૮ અક્ષર ઉર્દુ વાક્યનો એમ આડાઅવળા અક્ષરો કહેવામાં આવ્યા હતા. સઘળા કહેવાઈ રહ્યા પછી