________________
“આથમી શ્રીમની વ્યક્તિ મૃતપાસના જેની પ્રજ્ઞા સંગતિશયથી આશુગામિની હતી એવા “આશુપ્રજ્ઞ” શ્રીમદનું આગમન અવગાહન એટલું બધું ત્વરિત હતું કે સામાન્ય પ્રાકૃત જનને તો તેની કલ્પના પણ આવવી અશક્ય છે. આવી અસાધારણ( Extra-ordinary) ત્વરિત ગતિ પૂર્વ જન્મમાં ઉત્કટ જ્ઞાનોપાસના વિના અસંભવિત છે. એટલે પૂર્વ જન્મમાં તેમના દિવ્ય આત્માએ અદ્ભુત જ્ઞાનારાધના કરી જ હોવી જોઈએ એમ આ પૂર્વના પ્રબળ આરાધક પુરુષનું દિવ્ય
કેત્તર ચરિત્ર ડિંડિમ નાદથી પોકારે છે–ઉદ્ઘેષે છે; અને સકણું–સહદય જનના અંતઃકરણમાં તેને પડશે પડે છે. પૂર્વ જન્મમાં સંસ્કારવારસો લઈને આવેલા આ દિવ્ય મહાત્માએ તે તે જન્મમાં તે જ્ઞાનવારસાને એર બહલા હશે એ પૂરેપૂરું સંભવિત છે, એમ આ જ્ઞાનાવતાર પુરુષના અદ્દભુત ચરિત્રને વિચાર કરતાં સુવિચક્ષણ સુવિવેકી જનેના અંતરમાં ધ્વનિત થાય છે. અસ્તુ!
શ્રીમદૂના બાળપણના એક મિત્ર પિપટલાલ મનજી દેશાઈ પોતાના તત્કાલીન સંસ્મરણો ટાંકતાં લખે છે કે–“મારે સાહેબજી (શ્રીમદ્ રાજચંદ્ર) સાથે બાળપણથી મૈત્રીનો સંબંધ હતા, તેમજ સગાંસંબંધીને પણ સંબંધ હતું. તેઓશ્રી બાળપણથી જ ઘણું હેંશિયાર, મહાશાન્ત, તથા ઘણા જ વિદ્વાન ગણાતા હતા. ઘણુ પુરુષો તેમની પાસે આવતા અને પ્રશ્ન પૂછતા. સાહેબજી તેઓના પ્રશ્નોને ઉત્તર એ સરસ આપતા કે જેથી આવેલા પુરુષે શાંત થઈને દંડવત્ નમસ્કાર કરી પાછા જતા. XX સાહેબજી પિતે સવારમાં સ્નાન કર્યા બાદ બે ત્રણ કલાક સુધી સૂત્રો વાંચતા, તે એવી રીતે કે એક પાનું લીધું, બીજું ફેરવ્યું એમ અનુક્રમે પાનાં ફેરવી જતા. જેમાં ટ્રેન ચાલતી હોય તેમ બોલી જતાં. વળી સાહેબજીએ માત્ર ગુજરાતીને જ અભ્યાસ કરેલો હતો, પણ ગમે તે ભાષામાં બોલી શકતા, વાંચી શકતા અને વિવેચન કરી શકતા. તેથી મને ઘણું જ આશ્ચર્ય લાગતું.” શ્રીમદૂના સમકાલીન આ પોપટભાઈ દેસાઈના આ “આંખે દેખા હાલ” જેવા આ કથનમાં લેશમાત્ર અતિશયોક્તિ નથી. કારણ કે પૂર્વે ભણી ગયેલું સ્મૃતિમાં ફરી તાજું કરવું (Revise ) જેમ સુલભ છે, તેમ પૂર્વે અભ્યસ્ત જ્ઞાન જન્મથી જ પ્રજ્ઞાતિશયસંપન્ન-સ્મૃતિશયસંપન્ન શ્રીમદને માત્ર “પાનાં ફેરવી જતાં” સહજમાત્રમાં સ્મૃતિગોચર થઈ જવું સહજ સ્વાભાવિક છે.
વવાણીઆના મેઘજીભાઈ પટેલ સ્વામીનારાયણ ધર્મ પાળતા તે અને બીજા એક પટેલ એક વખત રાયચંદભાઈ પાસે બેઠા હતા. ત્યારે વાર્તાલાપપ્રસંગમાં મેઘજીભાઈએ સહજ પૂછયું–રાયચંદભાઈ ! આટલાં બધાં ધર્મના પુસ્તકે તમે વાંચી લીધાં હશે ? ત્યારે રાયચંદભાઈએ કહ્યું-બધાં અમારાં હૈયામાં છે.” આ મેઘજીભાઈ સ્વાનુભવથી કહેતા કે રાયચંદભાઈ જ્યારે બોલે ત્યારે એની વાણી એટલી બધી મીઠી હતી કે એવી મીઠી વાણી અમે હજુ સાંભળી નથી. હજુ બેલ્યા જ કરે એમ થતું. આવી હતી શ્રીમદ્દની અમૃતસ્ત્રવિણ વાલબ્ધિ!
જન્મક્ષેત્ર વવાણીઆમાં જેટલું ધર્મ સાહિત્ય ઉપલબ્ધ હતું તેટલું તો આશુપ્રજ્ઞ શ્રીમદ્ શીધ્ર પી ગયા, પણ આટલાથી જ્ઞાનપિપાસુ શ્રીમદની તૃષા છીપે એમ ન હતું,
અ-૨