________________
[૩૯] પ્રભુશ્રીએ આમ સં. ૧૯૭૬ થી ૧૯૯૨ સુધી આશ્રમના જીવનપ્રાણ બની તેને સત્સંગ, ભક્તિ અને મોક્ષમાર્ગ સાઘનાનું અનુપમ જીવંત ઘર્મસ્થાન બનાવ્યું અને હજારો મોક્ષાભિલાષી ભવ્યાત્માઓને સન્માર્ગ-સન્મુખ કર્યા.
તેઓશ્રીએ સંસારતાપથી સંતસ ભવ્યોને ઠારવા નિષ્કારણ કરુણાથી પ્રસંગોપાત્ત જે જે બોઘવૃષ્ટિ વરસાવેલી તે બોઘામૃત વર્ષામાંથી સમીપવર્તી મુમુક્ષુઓએ કોઈ કોઈ વાર યત્કિંચિત્ યથાશક્તિ ઝીલી સંગ્રહ કરેલો તે આ “ઉપદેશામૃત'માં પ્રસિદ્ધિ પામેલ છે.
અધ્યાત્મમૂર્તિ, પરમજ્ઞાનાવતાર, સનાતન વીતરાગ માર્ગોદ્ધારક, પોતાના સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્રથી આત્મજ્ઞાનદશા પામી પ્રગટ અંતરાત્મપણે વિચરતા પરમ પૂજ્ય શ્રી પ્રભુશ્રીજીનું ઉત્તરાવસ્થાનું જીવન, આ આશ્રમમાં તેમના સ્વરૂપજીવન સંબંધીના એકઘારા ચાલી આવતા બોઘ (આ ઉપદેશામૃત) તથા પોતાના સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીને એકનિષ્ઠપણે–એક આશ્રિતપણે–અનન્ય શ્રદ્ધાપણે આધીન રહી પરમાત્માની ભક્તિમાં પ્રતિબિંબિત થાય છે. તેમના સંગમાં આવનાર પ્રત્યેક મુમુક્ષુ જીવને તેમજ તેમના દેહાવસાન પછી આશ્રમમાં આવનાર પ્રત્યેક મુમુક્ષુ જીવને આ જ પ્રકારે ઉત્તમ રીતે સઘર્મ (આત્મધર્મ) આરાધવા, પામવા ફરી ફરી જીવનપર્યત તેમણે ભલામણ કરેલી છે તે પ્રત્યેક મુમુક્ષુને બહુ બહુ પ્રકારે કરી વિચારવા આદરવા યોગ્ય છે.
માનવ જીવનના આધ્યાત્મિક વિકાસ અને ઉદ્ધારને અર્થે બૃહદ્ ગુજરાતે એક નહીં પણ અનેક જ્યોતિર્ધરોને ઉત્પન્ન કરી ગુજરાતને અને આર્યાવર્તને પાવન કરેલ છે. શ્રી નેમિનાથ, શ્રી રાજેમતિ, શ્રી કૃષ્ણ, શ્રી હેમચંદ્ર, આનંદઘનજી, યશોવિજયજી, દેવચંદ્રજી, ચિદાનંદજી આદિ ગુજરાતને આંગણે આંગણે સુપ્રસિદ્ધ છે. એમનાં મીઠાં ઝરણાંઓનું પાણી પી અનેક ભવ્યાત્માઓ આ અવનીમાં અમરપંથે વળી રહ્યા છે.
આશા ઓરનકી ક્યા કીજે ? જ્ઞાન સુધારસ પીજે. આશા ભટકે દ્વાર દ્વારા લોકનકે કુક્કર આશાઘારી,
આતમ-અનુભવરસકે રસિયા ઊતરે ન કબહુ ખુમારી. આશા.' આદિ સોએ પોતપોતાની આત્મદશાની લાક્ષણિક શૈલી અને જીવંત સમસ્યાએ મુક્તિનો અને તેના પંથનો–શાંતિનો અને તેના સુખનો આ જગતને સંદેશો પહોંચાડ્યો છે.
આ સૈકામાં પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર અને મુનિશ્રી લઘુરાજ સ્વામીજીએ એ પરમપદની પ્રાપ્તિ અર્થે પોતાનાં જીવન સમર્પણ કરી ગુજરાતના ઘુરંઘર જ્યોતિર્ધરોની હરોળમાં પોતાનાં અદ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી માનવજીવનને સદાને માટે પોતાનો અમોલો વારસો આપ્યો છે. આવા નિષ્કામ મહાત્માઓને અતિ વિનમ્રભાવે પુનઃ પુનઃ અભિવંદન હો ! અને તેમના અચિંત્ય યોગબળે જગતનું કલ્યાણ થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org