________________
[૭૮] વળી ચૈત્ર વદ છઠ્ઠના રોજ પ્રભુશ્રીજી પ્રકાશે છે :~ “આત્માને મૃત્યુ મહોત્સવ છે. એક મૃત્યુ મહોત્સવ છે.
વિશ્વભાવ વ્યાપી તદપિ એક વિમલ ચિદ્રૂપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ.
એક આત્મા. બીજું કાંઈ નહીં. તેનો મહોત્સવ. મૃત્યુ મહોત્સવ.
શેઠ, ચુનીભાઈ, મણિભાઈ, સોભાગભાઈ, પરીખ, (કાઠિયાવાડવાળા) વનેચંદ, મંડળ સ્થાપ્યું છે કૃપાળુ દેવનું. આત્મા ધર્મ આજ્ઞાએ ધર્મ. કૃપાળુ દેવની આજ્ઞા. બ્રહ્મચારીને પણ લીધો. સહુની નજરમાં આવે તે પ્રવર્તન કરવું. આજ્ઞા કૃપાળુ દેવની જે આશા છે તે. બાળાપ ધમ્મો આળા તો। મૂળમાર્ગ શેઠ, ચુનીભાઈ, મણિભાઈ, પરીખ, વનેચંદ પકડનાર માનું છું હું. મોટાને ગમે તે બીજાને લેવા, તે એમનો અધિકાર છે. કોઈને લેવો ન લેવો તે પ્રમાણે લેજો.
પરમકૃપાળુ દેવનું શરણું છે તે માન્ય છે... સૌ સંપે મળીને રહેજો.
કૃપાળુદેવે મને કહ્યું છે તે વગ૨ વાત નથી. ગુરુદેવ સહજાત્મસ્વરૂપ રાજચંદ્રજી કૃપાળુ દેવ છે. આત્મા છે. જેમ છે તેમ છે...એક મૃત્યુ મહોત્સવ. ‘થિંગ ઘણી માથે કિયા રે કુણ ગંજે નર ખેટ.’ બીજો હવે નથી... એની શ્રદ્ધા અને પ્રતીતિ. બસ આણાએ ધમ્મો આણાએ તવો, મુદ્દો એ જ. વાત એ જ છે. બીજી લીધી નથી. દૃષ્ટિની ભૂલ નથી. જે છે તે છે. એક પરમ કૃપાળુ દેવથાવું હોય તેમ થાજો રૂડા રાજને ભજીએ.'
―
આ પુદ્ગલ છે. આત્મા નથી. સંજોગ છે. સંજોગનો નાશ છે. હીરાભાઈ ઝવેરીને પણ લેવાના છે. ચોટ છે. પરમ કૃપાળુ દેવને પકડેલા છે. જેનો વિશ્વાસ એને માન્ય છે.
વિરામ પામું છું. વિરામ પામું છું. ખમાવું છું. એક આત્મા સિવાય બીજી વાત નથી. પરમ કૃપાળુ દેવે કહ્યું હતું, ‘મુનિઓ, આ જીવને (પ્રભુશ્રીને) સમાધિમરણ સોભાગભાઈની પેઠે થશે.’ જે સોભાગભાઈને ધ્યાન હતું તે જ છે. બીજું કંઈ માન્ય નથી. બીજું કંઈ સમજીએ નહીં. પરમ કૃપાળુ દેવ માન્ય છે. પુદ્ગલની અથડામણી. રાખનાં પડીકાં. નાખી દેવા યોગ્ય છે.
બધાય પરમ કૃપાળુ દેવની દૃષ્ટિવાળાનું કલ્યાણ છે. ભાવના છે એ મોટી વાત છે. ફૂલ નહીં અને ફૂલની પાંખડી. કૃપાળુ દેવની દૃષ્ટિ ઉપર બઘા આવે છે. સૌનું કામ થઈ જશે. બીજાં લાખો હોય તો ય શું?''
સંવત ૧૯૯૨ ના વૈશાખ સુદ આઠમના રોજ નિત્યનિયમાનુસાર દેવવંદન કરી અંતેવાસીઓને ‘અપૂર્વ અવસર' બોલવાનું સૂચવેલ.
Jain Education International
કૃપાળુદેવનું એ ભાવનાસિદ્ધ પદ પૂર્ણ થતાં રાત્રિના ૮-૧૦ વાગ્યે બ્યાશી વર્ષની વયે એ મહાપુરુષનો પવિત્ર આત્મા પરમ સમાધિમાં સ્થિત થઈ, નાશવંત દેહનો ત્યાગ કરી પરમપદ પ્રત્યે પ્રયાણ કરી ગયો. અનંતશઃ અભિવંદન હો એ કલ્યાણમૂર્તિ પ્રભુશ્રીના પરમ પુનિત પદારવિંદને ! અને એમણે દર્શાવેલા દિવ્ય શાશ્વત મોક્ષમાર્ગને !
For Private & Personal Use Only
.
www.jainelibrary.org