________________
[૭૭]
બઘા મુકામ ઉપર પાછા ફર્યા ત્યારે બધાને પૂછ્યું : “ત્યાં શું જોયું ? શાની ઇચ્છા કરી ? આત્મા જોયો ? કોઈએ આત્મા જોયો ?''
આ પ્રમાણે ત્રણેક માસ આબુ રહી જેઠ વદ ૮ ના રોજ પ્રભુશ્રી ત્યાંથી સિદ્ધપુર શ્રી રત્નરાજ સ્વામીના આશ્રમમાં બે એક દિવસ રોકાઈ પછી અમદાવાદ થઈ આશ્રમમાં આવ્યા.
૨૧
સં. ૧૯૯૨ના મહા સુદ પૂનમથી પ્રભુશ્રીની તબિયત નરમ થઈ. ડૉક્ટરોએ સંપૂર્ણ આરામ લેવાનું કહ્યું. દર્શન, બોધ, સમાગમ સર્વ લાભ બંઘ થયો. પાછળથી દિવસમાં એકવાર દર્શન કરવાનું માત્ર ખુલ્લું રાખ્યું.
એક વાર શેઠ શ્રી જેસંગભાઈએ કહ્યું, પ્રભુ ! બાળકોને પ્રસાદ મળે છે અને અમારી પ્રસાદી બંધ થઈ.
પ્રભુશ્રીએ હાથની નિશાની વડે ‘નથી બંધ થઈ’ એમ સૂચવ્યું. પછી તેઓશ્રી બોલ્યા :– “નાનોમોટો સર્વ આત્મા છે. ઠામ ઠામ એક આત્મા જ જોવો છે. અંજન થવું જોઈએ, પણ કોણ સાંભળે છે ? કોણ લક્ષ લે છે ? કોને કહીએ ? કોઈકને જ કહેવાનું છે.''
આવી નરમ તબિયત છતાં અને બધાની ના છતાં ક્ષેત્રફરસના કે ઉદયવશાત્ તેઓશ્રી ચૈત્રમાં એક અઠવાડિયા માટે નાસિક પધાર્યા હતા. ત્યાંથી ચૈત્ર સુદ ૯ ના રોજ આશ્રમમાં પાછા પધાર્યા.
પ્રભુશ્રીએ સહજ કરુણાશીલ સ્વભાવે પરમકૃપાળુદેવે ઉદ્ઘારેલા માર્ગને આશ્રમ દ્વારા મૂર્ત સ્થાયી સ્વરૂપ આપી દીધેલું. તે તેમનું કાર્ય જાણે પૂરું કરી જીવનલીલાને સંકેલી લેવા માગતા હોય તેમ સં. ૧૯૯૨ ના ચૈત્ર વદ પાંચમના પવિત્ર દિને માર્ગની સોંપણી કરે છે :
“આ બધું આશ્રમખાતું છે; શેઠ, ચુનીભાઈ, મણિભાઈ, દાળ વાંહે ઢોકળી. કહેવાય નહીં. મણિભાઈ, શેઠ, બ્રહ્મચારી ઘણા કાળે, જો કે શ૨ી૨ છે ત્યાં સુધી કંઈ કહેવાનું નથી, પણ મુખ્ય બ્રહ્મચારી સોંપણી. (બ્રહ્મચારીજીને) કૃપાળુદેવ આગળ જવું. પ્રદક્ષિણા દઈને, સ્મરણ લેવા આવે તો ગંભીરતાએ લક્ષમાં રાખી લક્ષ લેવો, પૂછવું. કૃપાળુદેવની આજ્ઞાએ ને શરણાએ આજ્ઞા માન્ય કરાવવી.’'
પ્રભુશ્રીએ ફરીથી શ્રી બ્રહ્મચારીજીને ખાનગીમાં પણ આ સોંપણી સંબંધી જણાવ્યું તે પ્રસંગે, “પ્રભુશ્રીની વીતરાગતા, અસંગતા તેમની મુખમુદ્રા આંખ વગેરેના ફેરફારથી સ્પષ્ટ તરી આવતી અને જાણે તે બોલતા નથી પણ દિવ્ય ધ્વનિના વર્ણનની પેઠે આપણે સાંભળીએ છીએ એમ લાગે ‘મંત્ર આપવો, વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ, સાત વ્યસન, સાત અભક્ષ્ય જણાવવાં. તને ધર્મ સોંપું છું. (શ્રી બ્રહ્મચારીજીની નોંધપોથી)
:
,,,
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org