________________
સં. ૧૯૯૧ ના ફાગણ વદ પાંચમના રોજ પ્રભુશ્રી આબુ પધાર્યા. ત્યાં શ્રી હીરાલાલ શાહે આગળથી જઈ “શ્રબરી બંગલો” તૈયાર રાખ્યો હતો તેમાં લગભગ ત્રણેક માસ રહેવાનું થયું.
આ દરમિયાન આહોરના મુમુક્ષભાઈઓની અત્યંત આગ્રહભરી વિનંતિથી તેઓશ્રી શ્રી હીરાલાલ, શ્રી નાહટાજી આદિ બઘા મુમુક્ષુઓ સાથે ૧૧ દિવસ આહાર પધાર્યા હતા અને ત્યાં ઘણા જીવોને ઘર્મરંગ ચડાવી સન્માર્ગ સન્મુખ કર્યા હતા. પછી ચૈત્ર વદ બીજના રોજ આહારથી આબુ પાછા આવી ગયા.
તે દરમિયાન શ્રી દેલવાડાનાં દેરાસરોમાં અનેકવાર જઈને ભક્તિ ચૈત્યવંદન આદિ કરતા. અચળગઢના મંદિરમાં પણ શ્રી આત્મસિદ્ધિજીની પૂજા ભણાવી હતી. તેમ જ ત્યાં પ્રભુશ્રી આઠેક દિવસ રહ્યા હતા.
આબુના નિવાસ દરમિયાન લીમડી, જસદણ, સાણંદ વગેરેના રાજાઓ તથા ભાવનગરના દીવાન શ્રી પટ્ટણી વગેરે શ્રી હીરાલાલ દ્વારા પ્રભુશ્રીનું માહાત્મ સાંભળી પ્રભુશ્રી પાસે વારંવાર આવતા અને કલાકો સુધી બોઘ સાંભળવા બેસતા. તેમના નિમિત્તે અદ્ભુત બોઘની વૃષ્ટિ થતી. અને લીમડીના ઠાકોરની ઇચ્છાથી શ્રી “આત્મસિદ્ધિ'ના અર્થ પણ પ્રભુશ્રી સમજાવતા હતા. એમ સૌને સંતોષ તેમજ આત્મલાભ મળતો.
ત્યાં છેલ્લા દશેક દિવસ દરમિયાન આબુના પહાડ ઉપર જુદી જુદી દિશાઓમાં ડુંગરોમાં, ગુફાઓમાં, જંગલોમાં તેઓશ્રી નીકળી પડતા. તેમની પાછળ મુમુક્ષુ સમુદાય પણ નીકળી પડતો. પછી ત્યાં ભક્તિનો અપૂર્વ રંગ જામતો. એવી રીતે અનાદરા પૉઈન્ટ એકવાર બઘા ગયા હતા ત્યાં ભક્તિનાં પદો બોલ્યા પછી ગોળ ફરતાં ફરતાં “મૂળ મારગ સાંભળો જિનનો રે' એ પદ પ્રભુશ્રી પોતે બોલાવતા અને બધાં ય ઝીલતાં. એમ ભક્તિનો રંગ જામ્યો હતો. ભક્તિ પૂરી થયે સહુને મંત્રસ્મરણ કે “શુદ્ધતા વિચારે ધ્યાવે' એનું રટણ કરતાં કરતાં પાછા ફરવાની આજ્ઞા થઈ હતી.
આ જ રીતે અર્બુદાદેવી, સનસેટ પોઈન્ટ, રામકુંડ ઉપર દેડકીશિલા, ક્રોસ પોઈન્ટ, પાંડવ ગુફા, ટ્રેવર સરોવર અને વસિષ્ઠ આશ્રમ આદિ સ્થળોએ કલાકો સુધી ભક્તિનો રંગ જામતો અને સર્વને અદ્ભુત ઘર્મરંગ ચડતો હતો. વસિષ્ઠ આશ્રમમાં આત્મસિદ્ધિની પૂજા ચાલતી હતી ત્યાં પ્રભુશ્રી ઘણા ઉલ્લાસમાં આવી જઈ
“કોઈ માઘવ લો, હાંરે કોઈ માઘવ લો; માધવને મટુકીમાં ઘાલી, ગોપીજન લટકે ચાલી.
હાંરે કોઈ માઘવ લો, અચળ પ્રેમે માઘવ લો.” એમ પોતે બોલી ઊઠ્યા. પછી બોઘ કર્યો : “ભક્તિ તો સારી થઈ. નિર્જરા થઈ, પણ પ્રેમ આવ્યો નથી, પ્રીતિ થઈ નથી. કોના ઉપર ? એક આત્મા ઉપર પ્રેમ પ્રીતિ કરવાની છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org