________________
૭િ૫] તે અરસામાં આશ્રમમાં પણ પ્રભુશ્રીએ શ્રી હીરાલાલભાઈને બોલાવીને કહ્યું, પ્રભુ, આ શનિવારે તમારે ત્યાં પરમકૃપાળુ દેવના ચિત્રપટની સ્થાપના માટે જવાનું રાખીએ તો ?
શ્રી હીરાલાલભાઈએ હર્ષિત થઈ સર્વને શનિવારે પોતાને ત્યાં પધારવાનું આમંત્રણ આપી પોત તરત જ અમદાવાદ ગયા, અને શનિવારે આશ્રમમાંથી સોએક મુમુક્ષભાઈઓ સાથે પ્રભુશ્રીજી અમદાવાદ પધાર્યા. ત્યાં ઘણી ઘામધૂમ અને ભક્તિભાવના પૂર્વક ચિત્રપટની સ્થાપના થઈ. પછી આહારાદિથી પરવારી બપોરના થોડા જ મુમુક્ષુભાઈઓ સાથે પ્રભુશ્રી તરત જ તે ભાઈ શ્રી પંડિતને ત્યાં ગયા. ત્યારે જ સૌને ખબર પડી કે આ ભાગ્યવંત ભવ્યના ઉદ્ધાર માટે જ આ મહાપુરુષ એકાએક અહીં આવી પહોંચ્યા છે.
શ્રી પંડિતની પથારી પાસે પ્રભુશ્રી આવ્યા ત્યારે તે તાવને કારણે કંઈક અસ્વસ્થ હતા. પરંતુ શ્રી શારદાબહેને કહ્યું, ભાઈ, અગાસ આશ્રમમાંથી પ્રભુશ્રી આવ્યા છે.
તે સાંભળી તે ભાઈ તો ઘણા જ આનંદમાં આવી ગયા અને પ્રભુશ્રી પ્રત્યે અત્યંત આભારની લાગણી દર્શાવતા હાથ જોડી નમન કર્યું.
પછી પ્રભુશ્રીએ એકઘારો અદ્ભુત બોઘ વરસાવ્યો. શ્રેણિક રાજાના પૂર્વ ભવનું દૃષ્ટાંત કહ્યું. પછી કહ્યું : શ્રેણિક રાજાએ ભીલના ભાવમાં માત્ર કાગડાનું માંસ જ્ઞાની મુનિ સમક્ષ ત્યાગ્યું હતું તેથી તે ત્યાંથી ભરી દેવ થઈ શ્રેણિક થયા અને અનંત સંસાર ટાળી એક ભવમાં મોક્ષે જશે.
જ્ઞાની પુરુષની આજ્ઞા આરાઘવાનું આવું અચિંત્ય માહાભ્ય સાંભળી શ્રી પંડિતને ઘણો ઉલ્લાસ આવ્યો અને પોતાના આત્મહિતની ભાવના જાગી. એટલે પ્રભુશ્રીએ તેમને સાતે ય વ્યસનનો ત્યાગ કરાવ્યો તથા મંત્રસ્મરણ આપી દેહ અને આત્માના ભિન્નપણા વિષે બોધ આપ્યો. તેથી તે ઘણા જ ઉલ્લાસમાં આવી ગયા. એમ એકઘારો સતત બોઘ વરસાવી, અપૂર્વ જાગૃતિ આપી, સમાધિ-મરણની સન્મુખ કરી, અપૂર્વ આત્મહિતમાં ઝેરી પ્રભુશ્રી પાછા ફર્યા. અને કેટલાક મુમુક્ષુઓને તેમની પાસે આત્મસિદ્ધિ આદિનો સ્વાધ્યાય કરવા ત્યાં રાખ્યા. તેમણે જ્ઞાની પુરુષનાં વચન તેમના કાનમાં સતત રેડ્યા જ કર્યા. તેથી તે ભાઈ વ્યાધિ કે મરણનાં દુઃખને ભૂલી જઈ તે બોઘવચનોમાં જ તલ્લીન થતા ગયા અને રોગ, મરણાદિ તો શરીરમાં જ છે, હું તો તેનાથી ભિન્ન “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખઘામ' એમ આત્મસિદ્ધિની ગાથાઓમાં જણાવ્યો તેવો છું. એમ માની આત્મભાવનામાં લીન થવા લાગ્યાં. એવી ઉત્તમ ભાવનામાં તે રાત્રે તેમનો દેહ છૂટી ગયો અને તે અપૂર્વ હિત સાધી ગયા.
પછી અમદાવાદથી પ્રભુશ્રી થોડા મુમુક્ષુઓ સાથે વઢવાણ કેમ્પમાં આવ્યા. ત્યાં શેઠ શ્રી જેસંગભાઈ ઊજમસીભાઈના બંગલામાં થોડા દિવસ રહી, ત્યાં બઘાને સત્સંગનો લાભ આપી વાંકાનેરના નગરશેઠ શ્રી વનેચંદ દેવજીભાઈના આગ્રહથી વાંકાનેર ગયા. ત્યાંથી બઘા મોરબી થઈને વવાણિયા પરમકૃપાળુ દેવની જન્મભૂમિમાં ગયા. ત્યાં ભક્તિભાવના કરી. ત્યાંથી વાંકાનેર પાછા ફરી પછી આશ્રમમાં આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org