________________
[૭૪]
ઉપકાર વારંવાર સ્મૃતિમાં આવવા યોગ્ય છે. તે પાવન આત્માની ઊણપ આશ્રમને કાયમની રહેશે. પરમ ઉપકારી શ્રી લઘુરાજ સ્વામીની વૃદ્ધાવસ્થામાં પરમકૃપાળુ દેવના સમાગમી તરીકે તેઓ ટેકારૂપ હતા. તે યાદ લાવતાં વિશેષ ખેદ થાય છે. પરમ કૃપાળુદેવ એ પવિત્ર આત્માને પરમ શાંતિ આપે એ પ્રાર્થના છે.’’
૨૦
સં. ૧૯૮૯ના વૈશાખ સુદ ૩ના સુરત જિલ્લાના ઘામણ ગામમાં એક મુમુક્ષુ ભાઈને ત્યાં પરમકૃપાળુ દેવના ચિત્રપટની સ્થાપના કરવા પ. પૂ. પ્રભુશ્રીજી ઘણા મુમુક્ષુઓ સાથે પધાર્યા હતા. ત્યાં ભક્તિ, સમાગમ, બોધ આદિથી ઘણા નવીન જીવોને લાભ થયો હતો. સ્થાપના પછી દોઢેક માસ તેઓશ્રી નવસારી ગામ બહાર એક એકાંત બંગલામાં નિવૃત્તિમાં રહ્યા હતા. ત્યાં પણ ઘણા જીવોને સત્સંગથી લાભ થયો હતો.
સં. ૧૯૯૦માં ઉનાળામાં પ્રભુશ્રી સુરત ‘અઠવા લાઈન્સ' ઉપર આવેલા એક બંગલામાં દોઢેક માસ પધાર્યા હતા. ત્યાંથી ચાણોદ પાંચ છ દિવસ રોકાઈ વ્યાસના બેટમાં એકાદ દિવસ જઈ આવી આશ્રમમાં પાછા ફર્યા હતા.
અમદાવાદમાં એલિસબ્રિજ વિસ્તારમાં શ્રીયુત હીરાલાલ શાહે એક બંગલો બંધાવ્યો હતો. તેમાં બધા મુમુક્ષુઓ સાથે ત્યાં પધારી ભક્તિ કરવા તથા પરમકૃપાળુ દેવના ચિત્રપટની સ્થાપના કરવા માટે તે પૂ. પ્રભુશ્રીને કોઈ કોઈ વાર વિનંતિ કરતા ત્યારે પ્રભુશ્રી જણાવતા કે અવસરે જોઈશું.
સં. ૧૯૯૧ના માગશરમાં એક અપૂર્વ બનાવ બન્યો. અમદાવાદથી ડૉક્ટર શારદાબહેન પંડિત ઘણી વાર આશ્રમમાં સત્સંગ અર્થે આવતા. તેમને પ્રભુશ્રીનાં સત્સંગ સદ્બોધથી સદ્ધર્મનો રંગ લાગેલો જોઈ તથા તેમને વારંવાર આશ્રમમાં સત્સંગનો લાભ લેવા આવતાં જાણી તેમ જ પ્રભુશ્રીના પ્રભાવથી તેમના જીવનમાં જાગેલી પવિત્ર ધર્મભાવનાઓ જોઈ તેમના એક ભાઈ શ્રી પંડિત કે જે ખાસ ધર્મ પ્રત્યે રુચિવંત તો ન હતા છતાં કોઈ પૂર્વ પુણ્યના ઉદયે તે એકદમ ધર્મભાવના સન્મુખ થઈ જિજ્ઞાસુ વૃત્તિથી શ્રી શારદાબહેનને પૂછવા લાગ્યા કે તમે જે મહાત્માના સત્સંગાર્થે અગાસ આશ્રમમાં જાઓ છો ત્યાં તેમના દર્શનાર્થે આ શુક્રવારે મારે આવવાની ભાવના જાગી છે. શ્રી શારદાબહેને તેથી હર્ષિત થઈ શુક્રવારે તેમની સાથે આશ્રમમાં જવાની હા પાડી.
પરંતુ વિધિએ કંઈ ઓર જ ધાર્યું હતું. તે ભાઈ શ્રી પંડિત એકાએક ન્યુમોનિયાથી પથારીવશ થઈ પડ્યા. અને આશ્રમમાં જવાની ભાવના ફળીભૂત નહીં થાય એવી સંભાવના જોતાં મહાત્માનાં દર્શન હવે કેમ કરીને થશે ? એવી ચિંતામાં ને ચિંતામાં પથારીમાં એક એનું જ
રટણ કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org