________________
[૭૩]
આત્મહિતપ્રદ ઉપદેશ તથા પરમકૃપાળુ દેવના પ્રત્યક્ષ સમાગમની સુકથની આદિથી જીવને સન્માર્ગમાં લાવવાના પ્રબળ નિમિત્તભૂતરૂપ તેઓશ્રીનો આ આશ્રમ તેમજ મુમુક્ષુવર્ગ પ૨નો પ૨મ
આરાધી
અને મમત્વબુદ્ધિ કરી અનંત અનંત એવી આ જીવ માઠી કર્મવર્ગણાઓ ઉત્પન્ન કરે છે. પણ કોઈ વખતે એને સાચા સદ્ગુરુનો સંયોગ થયો નથી. અથવા થયો હશે તો તેની રૂડા પ્રકારે નિઃશંકતાથી આજ્ઞા આરાધી નથી. હોત તો આવી અશાતાનું કારણ થાત નહીં. હજુ પણ જો આ જીવ સમજે અને ઉદય આવેલા કર્મને વિષે સમભાવ રાખી નિરંતર સત્પુરુષનું આપેલું સ્મરણ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુનું ઉત્કૃષ્ટા પ્રેમે જો ધ્યાન કરે અથવા સ્મરણ કરે તો તેને સર્વ કર્મનો અભાવ થઈ પરમ શાંત થવાનો વખત છે. આ જીવને જે જે કર્મો બંધાય છે તે પોતાના પરિણામનું ફળ છે. પૂર્વે જે જે નિમિત્ત પામી જેવાં જેવાં પરિણામ કર્યાં છે તે પરિણામનું ફળ કાળ પામી ઉદયમાં આવે છે. તે પોતાનાં કરેલાં કર્મ જાણી વિચારવાન કે મુમુક્ષુ જીવ ઉદય આવેલાં કર્મોમાં સમતા રાખે છે. અને તે સમતા એ જ પરમ શાંતિનું કારણ છે અથવા સર્વ કર્મના નાશનું કારણ છે. માટે હવે ટૂંકામાં વાળીએ કારણ કે આપ વિચારવાન છો એટલે આપના માટે વિશેષ લખવાનું હોય નહીં.
જેમ બને તેમ અશરી૨૫ણે આત્મભાવના ભાવી, ઉદય આવેલી દુઃખસ્થિતિ ભોગવી, શરીરનું ભાન ભૂલી જઈ, જગત છે જ નહીં એવું દૃઢત્વ કરી, સગાં, કુટુંબી, સ્ત્રી, મિત્ર સૌ સ્વાર્થી સંબંધ છે એવો નિશ્ચય કરી આખું જગત સ્ત્રીરૂપે, પુત્રરૂપે કે ભાઈરૂપે અનંતવાર થઈ ચૂક્યું છે; કોના ઉપર ભાવ, પુત્રભાવ કે ભાઈભાવ કરું ? એવું વિશેષ વિશેષ વૃઢત્વ કરીને સર્વ જીવો પ્રત્યે સમયે સમયે વૃત્તિ એ જ ઉપયોગમાં રાખી, પ્રભુ–સહજાત્મસ્વરૂપ પ્રભુ-નું ઘ્યાન અહોરાત ધ્યાવન કરો તો તમારું આત્મહિત થશે અને સર્વ કર્મનો ઉપશમ થઈ અથવા ક્ષય થઈ પરમ શાંતિને અનુભવશો. મને એમ સમજાય છે અને સર્વ જ્ઞાની, સદ્ગુરુ આદિકને પણ એમ ભાસ્યું છે. અને તેથી આ અપાર સંસારથી રહિત થયા છે, થાય છે અને થશે.
સર્વ જ્ઞાની પુરુષો આ જ રસ્તે તર્યા છે. અને આપણે તે જ રસ્તે તરવાનું છે. જેને પવિત્ર જ્ઞાની પુરુષનું દર્શન થયું હોય અથવા તો તેમનો બોધ થયો હોય તે જીવોએ તો સર્વ મોહભાવનો અભાવ કરી સર્વ સંયોગી ભાવમાં ઉદાસીન થઈ, જાણે જગત છે જ નહીં એવા ભાવથી વર્તવું જોઈએ. કોઈ વ્યાવહારિક પ્રસંગમાં બોલવું પડે તો સર્વના મનનું એક જ વખત સમાધાન કરી નાખી આપણે આપણા મૂળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના ધ્યાનમાં પડી જવું. અને સર્વ જગત સ્વપ્નવત્ છે એમ માનવું અને જોયા કરવું. આવા દેહો પૂર્વે અનંતવાર ધારણ કર્યા છે. તે વખતે ભ્રાન્તિપણે પરને પોતાનું માની, સંયોગ ભાવમાં તન્મય થઈ, મેં અનંત સંસાર ઉત્પન્ન કર્યો છે એમ જાણી, સર્વ અન્ય ભાવથી રહિત આત્મસ્વરૂપ છે, એમ ચિંતવન કરવું. આત્મા અસંગ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સર્વ અન્ય ભાવનો જ્ઞાતા-દ્રષ્ટા–સાક્ષી છે. કોઈ કાળે પર દ્રવ્ય પોતાનાં થયાં નથી. ભ્રાન્તિપણે મેં પોતાનાં માન્યાં હતાં. હવે સદ્ગુરુના આશ્રયે પર તે પર અને મારું સ્વરૂપ સર્વ પર દ્રવ્યથી જુદું એવું અનંતજ્ઞાન અનંત દર્શન અનંત ચારિત્ર અને અનંત વીર્ય સ્વરૂપ છે એમ અનંત ચતુષ્ટય શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ધ્યાન અખંડ રાખવું. પરવૃત્તિમાં પડવું નહીં, કે અન્ય સંકલ્પ-વિકલ્પ કરવા નહીં. અને સંકલ્પ-વિકલ્પ ઊઠે કે તરત જ તેને શમાવી દેવા. અને ઉપર જણાવેલા સહજાત્મસ્વરૂપના ધ્યાનમાં પડી જવું.
સંસાર ભ્રાન્તિસ્વરૂપ છે. ઝાંઝવાનાં નીરની પેઠે દેખાવ માત્ર છે. આ જીવે અનંત અનંત ભવો, ચાર ગતિ અને ચોરાશી લાખ જીવયોનિમાં પરિભ્રમણ કર્યા કર્યું છે. તે જે જે દેહ ધારણ કર્યાં તે સર્વ દેહમાં એણે તદાકાર થઈ અને પોતાપણું માની તીવ્ર રાગ કર્યો છે. પરંતુ તે દેહો કોઈ પોતાના થયા નથી. તેમ આ દેહ પણ પોતાનો છે જ નહીં. અનાદિકાળનો આ જીવ કર્મવશાત્ એકલો આવ્યો છે, એકલો જવાનો છે અને પોતાનાં કરેલાં કર્મનું ફળ પોતે એકલો ભોગવવાનો છે. છતાં અન્ય સંયોગોમાં એટલે સ્ત્રી પુત્રાદિકમાં પોતાપણું માની તીવ્ર રાગ કરી અનંત સંસાર ઉત્પન્ન કર્યો છે, અને ભવિષ્યમાં ભોગવવાં પડે એવાં માઠાં કર્મો તે નિમિત્તે ઉત્પન્ન કર્યાં છે. હવે આ દેહ વડે કરીને નિરંતર આત્મભાવના ભાવવી. અનિત્યાદિક બાર ભાવનાઓનું ચિંતવન વિશેષ રાખવું. પોતાથી વાંચી શકાય તો ઠીક, નહીં તો બીજા પાસે તેવું પુસ્તક વંચાવવું કે જેની અંદર બાર ભાવનાનું સ્વરૂપ હોય. છતાં કોઈ વાંચનારનો જોગ ન મળે અને પોતાથી પણ વંચાય તેવું ન હોય તો બીજા કશાયમાં વૃત્તિ ન મૂકતાં મંત્રનો જાપ અહોનિશ કર્યા કરવો. અને વૃત્તિને મંત્રમાં જાપમાં ઠરાવી, સર્વે વાત ભૂલી જઈ સર્વે સ્વપ્નવત્ જાણી તે મંત્રમાં જ નિરંતર રહેવું.
સર્વ જીવો બોધ બીજને પામે એ જ આશિષ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org