________________
[૭૨] સર્વ મુમુક્ષુ ભાઈબહેનોને કાંઈ અપૂર્વ પડી હતી. અને સર્વ જણાવતાં હતાં કે આવો અપૂર્વ દેખાવ તો અમે પહેલવહેલો જ જોયો. અહીં વિશેષ શું લખાય ? આ સમાધિમરણ સંબંધી જેના હૃદયમાં આ દેખાવની છાપ પડી હતી તે તાદ્રશ છાપ દીર્ઘકાળ સુધી રહે તેમ છે. આ સંબંધી અત્ર જે કંઈ લખાણ થયું છે તે યત્કિંચિત્ લખાયું છે. કારણ કે તે અપૂર્વ ભાવો લખાણમાં આવી શકે નહીં. મૂંગાએ ખાધેલા ગોળની પેઠે તે વેદન સમીપવાસી ભાગ્યવંત જીવોને થયું હતું. અને તેમના હૃદયમાં અપૂર્વ ભાવે તે રહ્યું હતું.
સં. ૧૯૮૮ના ભાદ્રપદ માસમાં મુનિદેવ શ્રી મોહનલાલજીને મરણાંત વ્યાધિનો ઉદય આવ્યો. પ. પૂ. પ્રભુશ્રી વખતોવખત તેમની પાસે જતા અને અપૂર્વ જાગૃતિ આવે તેવો બોઘ વરસાવતા. તેમને વેદની અત્યંત હતી છતાં બોઘના અંતર પરિણમનથી અંતરમાં શાંતિનું વદન હતું. પ. પૂ. પ્રભુશ્રીએ એક દિવસ તેમને જાગૃતિ આપીને બહાર આવી કહ્યું કે આજે મુનિની અંતરદશા કોઈ ઓર થઈ છે. હવે જો તેમનું જીવન ટકે તે ઘણા જીવોને તેમનાથી અદ્ભુત લાભ થાય તેમ થયું છે. ત્યાર પછી આઠ દિવસે એટલે ભાદ્રપદ સુદ ૬ ના રોજ તેઓશ્રી સમાધિસ્થ થયા.
મુનિશ્રી મોહનલાલજી મહારાજના આ અવસાનથી સર્વને ઘણો વૈરાગ્યયુક્ત ખેદ થયો. આશ્રમમાં ટ્રસ્ટીઓની મિટિંગમાં તેઓના અવસાન પ્રસંગે આ પ્રમાણે ખેદ દર્શાવવામાં આવ્યો :
શ્રી સનાતન જૈન વીતરાગ માર્ગના ઉદ્ધારક શ્રીમદ્ રાજચંદ્ર દેવાધિદેવના ઉપાસક તથા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના મુમુક્ષુમંડળના ઉપકારી પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી મુનિદેવ શ્રી મોહનલાલજી મહારાજના તા. ૬-૯-૩૨ના રોજ થયેલ દેહોત્સર્ગની આ આશ્રમના ટ્રસ્ટીઓની સભા સખેદ નોંઘ લે છે. તેઓશ્રીની પરમ કૃપાળુદેવ પ્રત્યેની દૃઢ આસ્થા, પ્રેમ, ભક્તિ, આજ્ઞાંકિતપણું, સપ્રજ્ઞ સરળતા તથા નિર્વિકારતા આદિ સદ્ગણો સ્મરણમાં રહેવા યોગ્ય છે.
૧ મુનિદેવ શ્રી મોહનલાલજીની સરળતા સહિત પ્રજ્ઞા પ્રશસ્ય હતી. મુમુક્ષુઓને આત્મશ્રેય સન્મુખ કરવા તેમણે લખેલા પત્રોમાંથી નીચેનો એક પત્ર પ્રભુશ્રીજીએ કેટલાક મુમુક્ષુઓને મુખપાઠ કરી વિચારવા ભલામણ કરી હતી.
તત્ ૐ સત્
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટે, અગાસ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો! નમસ્કાર હો! નમસ્કાર હો!
“તીન ભુવન ચૂડારતન, સમ શ્રી જિનકે પાય, નમત પાઈએ આપ પદ, સબવિધિ બંધ નશાય.” “જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુ:ખ રહિત ન હોય,
જ્ઞાની વેદે ઘેર્યથી અજ્ઞાની વેદે રોય.” પવિત્ર આત્મા ભાઈશ્રી...
અનંત કાળથી આ આત્મા ચાર ગતિને વિષે પરિભ્રમણ કર્યા કરે છે. તેમાં મુખ્યપણે અશાતા આ જીવે ભોગવી છે. તે ભોગવતાં દેહાત્મબુદ્ધિનાં કારણથી તેને વિશેષ ક્લેશ થયા કરે છે, અથવા તે દુઃખ પ્રત્યે દ્વેષભાવ ઉત્પન્ન થયા કરે છે. અને જે અશાતા અત્યારે ભોગવે છે તેથી અનંતગણી નવીન અશાતા ઉત્પન્ન કરે એવાં પરિણામ આ જીવ અજ્ઞાનપણે કર્યા કરે છે. અનંતકાળથી મહા મોહનીય કર્મના ઉદયથી સુખશાતાનો આ જીવ ભિખારી છે. એ ઇચ્છે છે સુખશાતા અને પરિણામ માઠાં કરે છે. એટલે પાંચ ઇંદ્રિયના વિષયને વિષે આસક્ત બુદ્ધિ, ઘનાદિને વિષે લોભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org