________________
[૬૩] કરતા હોઈ તેમણે વગડાઉ મુનિનું બિરુદ ઉપાર્જન કરેલું. એવા તે હવે આશ્રમના અધિષ્ઠાતા તરીકે પ્રકાશમાં આવ્યા અને ચરોતરમાં વગડાઉ અસંગ અધ્યાત્મ વાતાવરણ ઊભું કરી તેમાં તેમણે પ્રાણ પૂર્યા. દૂધ ઉપર તરી આવતી મલાઈની જેમ ચરોતરનો આ પ્રાણવાન આશ્રમ એમના ઉત્તરજીવનના મધુર મિષ્ટ આમ્રફળરૂપ બન્યો.
શ્રી લઘુરાજ સ્વામીની છત્રછાયા નીચે આ આશ્રમની ઉત્પત્તિ થઈ તેથી ભક્તજનોએ શરૂઆતમાં આશ્રમનું નામ શ્રી લઘુરાજ આશ્રમ રાખ્યું, પરંતુ પોતાનું નામ, સ્થાપના કે ચિત્રપટ સરખું પણ નહીં રાખવાની ઇચ્છાવાળા કેવળ નિઃસ્પૃહ અને પરમ ગુરુભક્ત મહર્ષિ શ્રી લઘુરાજ સ્વામીએ એમ સૂચવ્યું કે પોતાનું સહજ પરમાત્મસ્વરૂપ ભજતાં શ્રીમદ્ રાજચંદ્રથી પરમાર્થથી જે કોઈ મુમુક્ષુનું કે જનસમુદાયનું કલ્યાણ થયું છે તેનો બદલો કોઈ રીતે વળી શકે તેમ નથી. તે કલ્યાણનું સ્વરૂપ સહજમાં લક્ષમાં પણ આવે તેમ નથી. ગુરુગમે તે ક્ષેત્રમાં પ્રવેશ કર્યો કાળે કરીને સમજાય તેવા કલ્યાણના યત્કિંચિત્ સ્મરણ પ્રત્યુપકાર દાખવવા રૂપે શ્રીમદ્જીના સ્થૂલકીર્તિસ્તંભનું નામ શ્રી સનાતન જૈન ધર્મ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ રાખવું. તેથી તે પ્રમાણે તેમની ઇચ્છાનુસાર આ આશ્રમનું નામ રાખવામાં આવ્યું. આ આશ્રમ ઘીમે ઘીમે વધતાં વધતાં એક નાના ગોકુળિયા ગામ સમું બની રહ્યું.
આ
નાના, મોટા, રંક, રાજા, સારા, ખોટા, સ્ત્રી, પુરુષ, વૃદ્ધ, યુવાન, એ આદિ પર્યાયસૃષ્ટિથી નહીં જોતાં શ્રી લઘુરાજ સ્વામી એક આત્મદૃષ્ટિથી સર્વમાં આત્મા, પ્રભુ જોતા. તેમજ સર્વને પ્રભુ કહીને સંબોધતા, તેમજ તેમનામાં આત્મ-ઐશ્વર્યરૂપ પ્રભુતા અદ્ભુત રીતે પ્રકાશી રહી હતી તેથી સૌ કોઈ તેમને ‘પ્રભુશ્રી’ કહીને સંબોધવા લાગ્યા.
૧૭
સં. ૧૯૭૬નું ચોમાસું પ્રભુશ્રીએ સનાવદ શ્રી સોમચંદ કલ્યાણજીને ત્યાં કર્યું. ત્યાર પછી સં. ૧૯૭૭, ૧૯૭૮ અને ૧૯૭૯ નાં ત્રણેય ચોમાસાં આશ્રમમાં કર્યાં. સં. ૧૯૮૦ માં યાત્રાર્થે સમેતશિખર ગયા. ત્યાંથી પાછા ફરી તે ચોમાસું પૂનામાં શેઠ શ્રી માણેકજી વર્ધમાનને ત્યાં કર્યું.
પ્રભુશ્રીના પરમપ્રેમી, તનમનધનથી સર્વ પ્રકારે સેવા કરનાર અને આશ્રમની સ્થાપનામાં મુખ્ય કાર્યકર્તા તથા આશ્રમના ઉત્કર્ષ અને વ્યવસ્થામાં પોતાની સર્વ શક્તિનો ભોગ આપનાર, પરમ કૃપાળુદેવના ઉપાસક તેમજ ઘણા મુમુક્ષુઓને પ્રભુશ્રીનું માહાત્મ્ય દર્શાવી પ્રભુશ્રી પ્રત્યે વાળનાર નારના શ્રી રણછોડભાઈનો પુરુષાર્થ પ્રબળ હતો. સંતકૃપાથી તેમનો ક્ષયોપશમ, સમજાવવાની શક્તિ તથા પ્રભાવ એવાં અજબ હતાં કે સૌ કોઈ તેમનાં વચનોથી આકર્ષાઈ મુગ્ધ બની જઈ પ્રભુશ્રીનાં ચરણો પ્રત્યે ઢળી પડતા. પરંતુ આનું પરિણામ એમ આવ્યું કે પરમાર્થ માર્ગના અજાણ એવા બાળાભોળા જીવો પોતપોતાના કુળસંપ્રદાયને છોડીને આ માર્ગ સાચો લાગતાં તેને વળગ્યા તો ખરા; પરંતુ જ્ઞાનીની ઓળખાણ બાબત અજ્ઞાત હોવાથી પોતાના સંપ્રદાયોના રહ્યાસહ્યા કંઈ પણ સંસ્કારવશાત્ અથવા દેખાદેખી સૌ શ્રી રણછોડભાઈને પણ પ્રભુશ્રી જેવા જ ઉપકારી, જ્ઞાની માની તેમનો પણ જ્ઞાનીના જેવો જ વિનય કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org