________________
[૬૨]
*૧૬
શ્રીમદ્ લઘુરાજ સ્વામીનો પરમાર્થ પુણ્યોદય હવે કંઈક અધિક પ્રકાશવા લાગ્યો. પરમકૃપાળુદેવે તેમને કહેલું કે “મુનિ, દુષમકાળ છે માટે જડભરત જેવા થઈને વિચરજો; રિદ્ધિસિદ્ધિ પ્રગટશે તેને ઓળંગી જજો. આ કાળના જીવો પાકા ચીભડા જેવા છે, કડકાઈ સહન કરી શકે તેવા નથી. માટે લઘુતા ધારણ કરી કલ્યાણમૂર્તિ બનશો તો ઘણા જીવોનું કલ્યાણ તમારા દ્વારા થશે.’’
આ શિક્ષા અંતરમાં એકલક્ષે અવધારતા, અંતરમાં પ્રગટ જ્ઞાનદશા છતાં તે દશા કોઈના જાણવામાં આવે નહીં તેમ જડભરતવત્ આજ સુધી તે વિચરતા હતા. પરંતુ હવે નાર, તારાપુર, સીમરડા, કાવિઠા આદિ અનેક સ્થળોએ અપૂર્વ ભક્તિરસની રેલમછેલ કરતા, વિહાર કરતા કરતા, જ્ઞાન વૈરાગ્ય આદિ અદ્ભુત આત્મદશાથી અનેકાનેક ભવ્ય જનોને સદ્ધર્મનો રંગ ચડાવતા તેઓશ્રી, જે પ્રીતમદાસના કક્કાનું પદ હૃદયમાં ઘારણ કરવા તેમને શ્રીમદ્ભુજીએ પચ્ચીસેક વર્ષ પહેલાં કહેલું તે જ પ્રીતમની નિવાસભૂમિ સંદેશર નજીક અગાસ સ્ટેશન પાસે જાણે કે કોઈ દૈવી સંકેતે શ્રીમદ્ભુના એક પરમ જ્ઞાનભક્ત તરીકે પોતે અલ્પકાળમાં પૂર વેગમાં પ્રકાશમાં આવ્યા.
“મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે. પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે; તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે.'' તદનુસાર હવે મુમુક્ષુઓની પરમાર્થપિપાસા પ્રગટેલી જોતાં તેમને તે અદ્ભુત જ્ઞાન અને ભક્તિરસનું પાન કરાવવા લાગ્યા. અને સ્વપરહિતમાં સદાય તત્પર રહી પરમ કૃપાળુદેવ પ્રબોધિત શ્રી સનાતન જિન વીતરાગ માર્ગની પ્રભાવનામાં પ્રગટ રીતે પ્રવર્તવા લાગ્યા. અપૂર્વ આત્માનંદને આસ્વાદતા, આત્મજ્ઞાનદશાથી અવધૂવત્ વિચરતા, વૈરાગ્ય અને ભક્તિની સાક્ષાત્ મૂર્તિ સમાન, ભવ્ય જનોના ઉદ્ધાર માટે નિરંતર નિષ્કામકરુણા વરસાવતા એવા આ પરોપકારશીલ સંતશિરોમણિ મહાત્માનાં દર્શન, સમાગમ, બોધને ઇચ્છતા અનેકાનેક ભવ્યજનો તેમની સમીપતા પામી આત્મશ્રેય સાધવાની ઉત્કંઠાવાળા જણાવા લાગ્યા.
આ સંસાર દુઃખદાવાનલમાં નિરંતર બળતા જીવોને એક શાંત રસમય આત્મ-ઉપદેશરૂપ અમૃતવૃષ્ટિથી શાંત શીતલ કરી દે તેવા આ મહાત્માની અદ્ભુત જ્ઞાનદશા અને પ્રતિભાશાળી વ્યક્તિપ્રભાવથી આકર્ષાઈને તેમના સાન્નિધ્યમાં આત્મશ્રેય સાધવા તત્પર થયેલા અનેક મુમુક્ષુઓ એમ ઇચ્છવા લાગ્યા કે હવે આ મહાત્મા કોઈ એક સ્થાને સ્થિરતા કરી રહે અને તે કારણે આશ્રમ જેવું કોઈ સત્સંગઘામ બને તો હજારો ધર્મેચ્છક જીવોને ઇચ્છિત શ્રેયનો લાભ મળે.
સર્વની આવી ઉત્કટ ઇચ્છામાંથી અગાસ સ્ટેશન પાસેના આ આશ્રમનો ઉદ્ભવ થયો. પરિષહ ઉપસર્ગ કાળમાં શ્રીમદ્નો બોધ સમશ્રેણિએ અંતર્ગત કરવા મુખ્યત્વે વગડાઓમાં વિહાર
+ પંદર ખંડ સુધીનું લખાણ પૂ.શ્રી બ્રહ્મચારીજી લિખિત ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીના જીવનચરિત્રની યત્કિંચિત્ સંક્ષિપ્ત ગૂંથણીરૂપ છે. તેમનું અધૂરું રહેલું તે કાર્ય આ સોળમા ખંડથી શ્રી રાવજીભાઈ દેસાઈએ આદરથી આરંભી સમાપ્ત કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org