________________
[૬૧]
સ્વામી પ્રત્યે ઘણા મુમુક્ષુઓના હૈયામાં રમતો શરણભાવ તે વખતે કેવો હશે તે પ્રગટ જણાઈ આવે છે :
“આ હુંડાવસર્પિણી કાળ દુષમ કહ્યો છે જે પૂર્ણ દુઃખથી ભરપૂર કહેવાય છે. તેવા કાળમાં ચતુર્થકાળ માફક સપુરુષની યોગવાઈ પામવી એ તો મહતું પુણ્યાનુબંધી પુણ્યને લઈને હોય છે. એવા કાળમાં આ મનુષ્યદેહે પરમ કૃપાળુદેવના માર્ગની પ્રાપ્તિ અને આપ કૃપાળુ, પરમ કૃપાળુ, દયાળુ પ્રભુશ્રીજીનો સત્સમાગમ એને માટે વિચાર કરતાં અપૂર્વ શાંતિ ઊપજે છે. આપ પ્રભુ તો કપાના સાગર છો. અને આપશ્રીની કપાવડીએ જે પ્રકારે આત્મસ્વભાવ સમજાયો છે, સમજાય છે અને સમજાશે તે આત્મસ્વભાવનું વર્ણન લખવાની હે પ્રભુ, આ બાળકને હજુ અશક્તિ છે. તેના ચિત્રકાર તો હે પ્રભુઆપ પોતે જ છો... સઘળા દુ:ખમાંથી મુક્ત કરવાને અને આત્મા અર્પણ કરવાને હે પ્રભુ ! આપ પોતે જ સમર્થ છો. મને આપશ્રી સાથેના સંયોગમાં જે જે અનુભવ મળ્યો છે તે અનુભવ પ્રમાણે આપશ્રીમાં જે આત્મશક્તિ પ્રકાશી નીકળેલ જોવામાં આવી છે તેવી બીજે કોઈ સ્થળે મને તો જોવામાં કે જાણવામાં આવી નથી. અને તેથી જ હું મને પોતાને મહદ્ભાગી માનું છું........ અનંત અવ્યાબાધ સુખનું ઘામ બને એ શક્તિ હે પ્રભુશ્રી ! આપનામાં જ જોવામાં આવે છે, તેથી આ દીન બાળકની તેમ થવાની આપ કૃપાળુશ્રી પાસે શુદ્ધ અંતઃકરણથી અને શુદ્ધ ભાવથી યાચના છે. જે પ્રકારની યાચના છે તે પ્રકારનું દાન આપવા આપશ્રી સામર્થ્યવાન છો. માટે એ... આ બાળકને અર્પણ કરવાને હે પ્રભુ ! પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ, એ જ યાચના... મારા સદ્ગુરુદેવ શ્રી શુભમુનિ મહારાજના સ્વમુખેથી આપશ્રીથી અત્યંત લાભનું કારણ થશે એમ જાણ્યું હતું...
આ બાળક પોતાની સમજણ પ્રમાણે સન્મુખ વર્તુ છું એમ માનતો હતો પણ તે બધી સમજણ ફેર હતી અને વિમુખ વર્તન હતું. તેને સન્મુખ વર્તનમાં લાવવા માટે આપશ્રીએ અથાગ પરિશ્રમ લીઘેલ છેજ. કોઈ વખત નરમાશથી, કોઈ વખત ઘીરજથી, કોઈ વખત સરળતાથી, કોઈ વખત શાંતિથી, કોઈ વખત જુસ્સાથી. એમ જે જે વખતે આપશ્રીને યોગ્ય લાગ્યું તે તે અવસરે તેવા પ્રકારનું વિર્યબળ ફોરવીને આ બાળકને ઠેકાણે લાવવામાં અનુકંપા કરી... આ બાળકનું શ્રેય કરવામાં કચાશ રાખી નથી...”
તેમના જેટલા કે તેથી વઘારે કે ઓછા સમાગમમાં આવેલા મુમુક્ષુઓનાં અંતરની ઉન્નતિ કંઈક તેવા જ પ્રકારે તે પુરુષના પ્રભાવથી થયાં જતી તેની સાક્ષી સમાગમમાં આવેલા મુમુક્ષુઓનાં અંતઃકરણ પૂરી રહ્યાં છે. માત્ર આ એક દ્રષ્ટાંતરૂપે તેમણે સહેજે નિમિત્તવશાત્ જે લાગણી સપુરુષ સમક્ષ પ્રગટ કરી છે તે વાચકને પુરુષના પ્રભાવની કંઈક છાયા સમજાય તે અર્થે લખી છે. બાકી “ગુપ્ત ચમત્કારો સૃષ્ટિના લક્ષમાં નથી”, “સપુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો” આવાં વાક્યો શ્રીમદ્ રાજચંદ્ર લખ્યાં છે તે શ્રીમદ્ લઘુરાજ સ્વામીના સમાગમમાં આવેલા ઘણાખરા મુમુક્ષુઓને સહજ હૃદયગત થતાં. પ્રબળ પુણ્યના સ્વાભાવિક ઉદયે અનેક જીવોને અનેક પ્રકારે તેમનું માહાભ્ય ભાસવાનાં નિમિત્ત બની આવતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org