________________
[૬૦] પચાસેકે અગાઉથી આવી અખંડ રાતદિવસ મહેનત લઈ પૂ. છોટાભાઈ વગેરેએ ભક્તિભાવમાં મહેનત લઈ તૈયાર કર્યો હતો... રચના એવી થઈ હતી કે આગળ દેવતાઓ ભગવાનનાં સમોવસરણ રચતા હતા એમ શાસ્ત્રથી જાણ્યું હતું પણ પ્રત્યક્ષ તેવી રચના જોવાનો અવસર સહજ પરમ કૃપાળુ સ્વામીશ્રીજીના યોગબળથી નૈસર્ગિક અવસર પ્રાપ્ત થયો હતો. આત્મા, આત્મા અને આત્મા જ ઝળકી રહ્યો હતો, જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ જોવાયો છેજી.
વઘુ શું કહીએ, પ્રભુ? મેળાવડામાં માણસો જમણમાં આશરે હજારેક થયું હતું. (બધું પરગામનું જ હતું.) વળી મુમુક્ષુમંડળ માણસ પાંચસો પાંચસો સતત આઠ દિવસ સુધી ભક્તિમાં રહ્યું હતું. તેમાં મુખ્યતાએ મુંબઈથી... ડભોઈથી... સુરતથી.... મંડાળાથી.... માંગરોળથી.... વડાલીથી.... ખંભાતથી.... બોરસદથી... નડિયાદથી....સોજિત્રાથી... વસોથી.... ભાદરણથી.... ઓડથી.... સુણાવથી... બાંધણીથી... વટામણથી.... કાવિઠાથી.... ગોઘાવીથી.... અમદાવાદથી, નરોડાથી, સીમરડાથી, નારથી આદિ આજુબાજુનાં ઘણાં ગામોનાં ભાઈબહેનોએ ભક્તિનો લાભ લીઘો છે. ભક્તિ વખતે આશરે માણસ પાંચેક હજાર ભેગું થતું અને આજુબાજુનાં ગામોની ભગતમંડળીઓ તથા સંદેશરમાંથી મહારાજશ્રી પ્રીતમદાસની મંડળી રાતના આવતી હતી. દિન પ્રત્યે પંચકલ્યાણક, નવપદની તથા ચોસઠ પ્રકારી પૂજામાંથી તથા શ્રી આત્મસિદ્ધિની પૂજા પઢાવવામાં આવેલ હતી. વળી ભક્તિભાવનાં પદો પણ ભણવામાં આવતાં તેથી પરમ આનંદ થયો હતો. રાત્રે બૈરાંઓ પૂર ઉલ્લાસથી માથે દીવાવાળી માટલીઓ લઈ મંડપમાં ગરબા ગાતાં. મંડપમાં ગેસની કિટ્સન લાઈટ હતી જેથી પૂર રોશનીમાં બહુ જ – પરમ ઉલ્લાસથી ભક્તિ-મહોત્સવ ઉજવાયો હતો...
બીજું, તીર્થક્ષેત્ર સંદેશરના પૂજ્ય ભાઈશ્રી જીજીભાઈ કુબેરદાસને પરમ ઉલ્લાસ આવવાથી વીઘાં બારનું ખેતર એક ફક્ત સ્વામીશ્રીજીના ઉપયોગ અર્થે આશ્રમ બંઘાવવાના નિમિત્તે અનાયાસે, અપ્રેરકપણે નૈસર્ગિક ભાવથી શ્રી “સ્વામીજી શ્રી લઘુરાજ આશ્રમ” એ નામે અર્પણ કરેલ છે. તે જ વખતે તેઓશ્રીનાં નજીકના કુટુંબી શ્રીમંત ગૃહસ્થ ભાઈઓએ હજાર હજારની રકમો આપી તથા મુંબઈ, નાર, કાવિઠા, મંડાળા વગેરે સ્થળોના ભાઈઓએ મળીને ખરડો આશરે રૂપિયા સત્તર હજારનો તે જ વખતે અર્ધા કલાકમાં કુદરતી રીતે ભરાઈ ગયો હતો. હજુ તે સંબંઘી ચાલુ છે.
બીજું આ જે ઉપર બીના જણાવી તેમાં પરમોપકારી સ્વામીશ્રીજીની કાંઈ દ્રષ્ટિ નથી. પણ મુંબઈવાળા તથા સંદેશરવાળાઓની સમજમાં વિચાર હોવાથી જે તેમની ઇચ્છાએ ભક્તિભાવથી કામ કર્યું છે તે આપશ્રીને વિદિત કર્યું છે...”
આ સંદેશરમાં થયેલી ભક્તિની છાપ મુમુક્ષુઓ ઉપર કેવી પડેલી તે શબ્દોમાં આવે તેવી નથી, પણ બગસરાના એક મુમુક્ષુભાઈ કલ્યાણજી કુંવરજી તે ભક્તિમાં હાજર હતા તેમણે પોતાને થયેલા લાભનું વર્ણન-અમાપ ઉપકારની સ્મૃતિ અને દીક્ષા માટે વિનંતિરૂપ લંબાણથી લખેલ તેમાંથી થોડો જ ભાગ અત્રે ઉતાર્યો છે. તે એક મુમુક્ષુના ઇતિહાસમાંથી તે સત્પરુષ શ્રી લઘુરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org