________________
[૫૯] ભાદરવા સુદ ૬ ના પત્રમાં લખે છે : “અત્રે પર્યુષણ પર્વ ઉપર ચારસો મુમુક્ષભાઈબહેનો મુંબઈ, સુરત, બગસરા, સનાવદ, મિયાગામ, ડભોઈ, મંડાળા, નાર, કાવિઠા, સંદેશર, સીમરડા વગેરે ગામનાં સર્વ મળી આઠ દિવસ પરમકૃપાળુ સ્વામીશ્રીજીની છત્રછાયામાં ભક્તિ આનંદ પૂર્ણ ઉલ્લાસે પરમપ્રેમથી થયો છે... આ વખતે પરમાત્મા પરમોપકારી સ્વામીશ્રીજીની પ્રકૃતિ ઘણી જ નરમના કારણે બિલકુલ બોલ્યા સિવાય પઘારતા હતા. પરંતુ હે પ્રભુ! તેમની છાયા એ જ મોક્ષ છે તો પછી ઉપદેશ-વચનામૃત ન હોય તો પણ કેટલો ઉલ્લાસ આવ્યો હશે...”
પર્યુષણ સંબંઘીના બીજા પત્રમાં લખાણ છે –“આઠ દિવસ તો શ્રી શ્વેતાંબર પર્યુષણ પર્વ શ્રી સીમરડા ગામમાં બહુ જ ભક્તિભાવથી, રૂડી રીતે, કોઈ કાળે નહીં થયેલ તેવાં શ્રી પરમકૃપાળુ સદ્ગુરુ પરમાત્મા પ્રભુશ્રીજીના પરમ ઉલ્લાસથી કોઈ અપૂર્વ રીતે કે જે વાણીમાં આવી શકે નહીં, તેવી રીતે થયાં છેજી. અને પરમાત્મા પ્રભુશ્રીજીએ ઘણા કાળથી જે ગુપ્ત રીતે–જડભરતની રીતિએ સંગ્રહી રાખેલ માધવનો પરમ પરમ પરમ ઉલ્લાસ આવવાથી ઘણા જીવોને પુરુષના માર્ગની સન્મુખદ્રષ્ટિ દ્રઢત્વ થવાથી પરમ આનંદ થયો છેજ. ...ઘણા જીવોને ભક્તિ પ્રસંગે મૂર્છાઓ આવી ગઈ હતી તેની ખુમારી ઘણા જીવોને હજી સુધી પણ વર્તે છે....”
આસો વદ ૧ આત્મસિદ્ધિ દિન અને પ્રભુશ્રીના જન્મદિને પણ તે વર્ષે પર્યુષણ પર્વની જેમ ઉલ્લાસથી બહાર ગામથી આવેલ ચારસોએક મુમુક્ષુજનોએ ભાગ લીધેલો, ભક્તિ મહોત્સવ ચૌદશથી બીજ સુધી ચાર દિવસ ચાલેલો.
૧૫.
પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર જયંતીનો મહોત્સવ સં. ૧૯૭૬ કાર્તિક સુદ પૂર્ણિમાથી આઠ દિવસ સુધીનો સંદેશર ગામે ઊજવવાનું નક્કી થયેલું. તે પ્રસંગે શ્રી લઘુરાજ સ્વામી પણ ચાતુર્માસ પૂરું થયે સીમરડાથી સંદેશર પધાર્યા હતા. જે પરમ ઉલ્લાસ ભાવથી તેઓશ્રીની હાજરીમાં ભક્તિ થઈ હતી તેનું વર્ણન ભાઈશ્રી રણછોડભાઈના નામે શ્રી રત્નરાજને લખી મોકલ્યું છે તે નીચે પ્રમાણે છે :
“.... મંડપ વિશાળ બાંઘવામાં આવ્યો હતો, જેમાં આશરે ચારેક હજાર માણસો બેસી શકે તેવી વ્યવસ્થા હતી. વચમાં ચોક પાડી આજુબાજુ પ્રદક્ષિણા ફરવા માટે ગેલેરી જેવો ભાગ હતો. તેની ચારે બાજુ આવનાર મનુષ્યોને બેસવાની જગા હર્તા. પટેલ જીજીભાઈના ખેતરમાં મધ્યે; જે મંડપની રચના જોઈ ઘણા જીવ આશ્ચર્ય પામતા. કોગ્રેસના તથા તેવા જ પ્રકારના મંડપ બીજે સ્થળે બંઘાયા હશે તે જે જીવોએ જોયેલા તેઓ પણ આ મંડપ જોઈ ચકિત થઈ જતા અને કહેતા કે લાખ રૂપિયા ખર્ચ તો પણ બનવા સંભવ નહીં. તેવો સરસ મંડપ સત્પષની ભક્તિ-આત્મકલ્યાણ થવા અર્થે પોતાના આત્માની અંતરદાઝથી ભાવ લાવીને કામ કર્યા છે તે હજારો માણસના રોજથી બનાવે છતાં ન બની શકે તેવી રીતે રંગારીના રિટાના વૃષ્ટાંતે–એવા મુમુક્ષુ ભાઈઓ આશરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org