________________
[૫૮].
તથા પૂઠે તથા માત્રાએ ઘણી જ સખત ગરમી થવાથી ઘણી વેદના થઈ, પણ સહજ આરામ ઉપર જણાયું... મૂળ હતાં તે પાવાં બંઘ કર્યા. મારું આવવાનું તથા પરમાત્મા પરમકૃપાળુ પ્રભુશ્રીનું પણ તે તરફ પઘારવું મુલતવી રહ્યું છે....”
તેના પ્રત્યુત્તરમાં શ્રી રત્નરાજ ભાઈ રણછોડભાઈ આદિને સંતસેવા સંબંધી સૂચના નીચેના પત્રમાં દર્શાવે છે – “..... તેઓ ઓલિયા પુરુષ છે એટલે એમને દેહભાન ન હોય. એઓ તો માત્ર ઉદયાઘન ચેષ્ટાઓ જ જોવારૂપ રમતમાં રમતા હોય, પણ તે અવસરે સમીપવાસી, શિષ્યોનો ઘર્મ છે કે તેઓના શરીર-ઘર્મને સાચવે. એટલા માટે તો શ્રી સત્ સનાતન માર્ગમાં ગુરૂશિષ્યનો નિયોગ ગોઠવાયેલ છે, તે યોગ્ય જ છે. આપ જે સાક્ષાત્ પ્રત્યક્ષ સંજીવની મૂર્તિની સેવાબુદ્ધિએ સેવા સાચવો છો તે અનુમોદનીય–પ્રશંસનીય અને અનુકરણીય છેજ...
જે સગુસ્વરૂપના રાગી, તે કહિયે ખરા વૈરાગી; જે સદ્ગસ્વરૂપના ભોગી, તે કહિયે સાચા યોગી. જે સગુચરણ-અનુરાગી, તે કહિયે મહદ્ બડભાગી;
જે સદ્ભુચરણથી અળગા, તે થડ છોડી ડાળે વળગ્યા.” કાવિઠા આખા ગામના લોકોનો ઘણો આગ્રહ હોવાથી સીમરડેથી કાવિઠા તેઓશ્રી પઘાર્યા. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના દેહોત્સર્ગની તિથિ નિમિત્તે સં. ૧૯૭૫ ચૈત્ર વદ પાંચમનો મહોત્સવ કાવિઠા થયો હતો તેનું વર્ણન શ્રી રણછોડભાઈએ નારથી શ્રી રત્નરાજને ચૈત્ર વદ સાતમે જણાવ્યું છે - “ચૈત્ર વદ પાંચમ ઉપર મોટો મંડપ બાંધ્યો હતો. જેની અંદર દેરાસરની માફક ચોમુખી માંડવી કરી અંદર પરમકૃપાળુદેવશ્રીજીની સ્થાપના કરી ભક્તિ કરી હતી. નાર, બોરસદ, સુણાવ, ભાદરણ વગેરે સ્થળેથી મુમુક્ષુ ભાઈઓ બહેનો બસો લગભગ પઘાર્યા હતાં. તેમજ મુંબઈથી શ્રી દામજીભાઈ તથા પૂ. મણિલાલભાઈ તથા અમદાવાદથી પવિત્ર પૂ. ભાઈશ્રી પૂજાભાઈ તથા પૂ. કલ્યાણજીભાઈ વગેરે ભાઈઓ પઘારેલા હતા. તેમજ આજુબાજુના ગામનાં તથા કાવિઠા ગામનાં ભાઈઓ-બહેનો મળી લગભગ બે હજાર માણસો ભેગા થયા હતા, અને ઘણી જ ઉત્કૃષ્ટ ભક્તિ થઈ હતી. જેનો ચિતાર હે પ્રભુ ! હું શું લખી શકું?” તેનો પ્રત્યુત્તર શ્રી રત્નરાજ ખૂબ પ્રેરક અને માર્મિક આપે છે :
“ભક્તિભાવ ભાદ્રવ નદી સબહી રહી સીરાય;
સરિતા સોઈ જાનિકે, જેઠ નીર ઠહરાય.” પ્રભુશ્રીની તબિયત દિવસે દિવસે બગડતી જતી હતી. માટે ઉનાળામાં ગરમી ન લાગે અને નિવૃત્તિ મળે તે હેતુથી ખેતરમાં એકાંત મકાનમાં રહેવાની વ્યવસ્થા કરેલી. આજુબાજુ જુવાર વગેરે પાકને લીધે ઠંડક રહેતી એટલે નર્મદા કાંઠે ગરમીમાં જવાની જરૂર નહોતી. પાણી માફક આવે છે એમ શ્રી રણછોડભાઈ શ્રી રત્નરાજને આગળના પત્રમાં જણાવે છે. બીજા પત્રમાં લખે છે : “બે જણ ઉપાડી ઊભા કરે ત્યારે ઊભું થવાય છે. વળી જઠરા તદ્દન બંઘ થયા જેવું થવાથી ખોરાક પાચન થતો નથી. તાવ આવ્યા કરે છે. શરીર પ્રકૃતિ નરમ નરમ દિન પ્રતિદિન રહ્યા કરે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org