________________
[૫૭] તે આપે તેવું નક્કી કર્યું. તે જ ચાતુર્માસમાં રૂપિયા પાંચ હજાર જેટલી રકમ નારમાં થઈ હતી. અને કોઈ અનુકૂળ સ્થળે મકાન કરવાનું પણ ભાઈ રણછોડભાઈ સાથે નક્કી થયું હતું.
ઘર્મનો ઉદ્યોત થાય તેવી અનુકૂળતા વધારવાની સાથે પ્રભુશ્રીજીનું શરીર વ્યાધિઓથી ઘેરાવા લાગ્યું. તો પણ તે બઘાની દરકાર ર્ક વિના યથાશક્તિ મુમુક્ષુઓમાં ઘર્મપ્રેમની વૃદ્ધિ કેમ થતી રહે તે માટે વિશેષ શ્રમ લેતા હતા. નારમાં ચાર વાર ઉંદર કરડેલો તેનું ઝેર લોહીમાં વ્યાપી ગયેલું અને એ ઝેરી જંતુઓ છેવટ સુધી–સં. ૧૯૯૨માં ડૉ. રતિલાલ અમદાવાદના મુમુક્ષુભાઈ તથા વડોદરાના મુમુક્ષુ ડૉ. પ્રાણલાલ બન્નેએ લોહીની ઘણી વાર તપાસ કરી ત્યારે પણ—લોહીમાં જણાયાં હતાં. અનેક દવાઓ કરવા છતાં, તાવ શરીરમાં ઘર કરીને રહેલો.
ચાતુર્માસ પૂરું થયા પછી પૂર્ણિમાની ભક્તિ નાર કરીને ત્યાંથી પ્રભુશ્રીજી તારાપુર સં. ૧૯૭૫માં પધાર્યા. ત્યાં જિનમાં ખંડેર જેવી એક ઓરડી મળી આવી ત્યાં મુકામ કર્યો. નારવાળા ભાઈ શનાભાઈ સેવામાં રહેતા. ત્યાંનું પાણી સારું ન હોવાથી નારના મુમુક્ષુ ભાઈઓ હંમેશા પાણી લઈ સમાગમ-સેવાર્થે તારાપુર આવતા. ત્યાં હંમેશાં “શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃતનું વાંચન થતું. ભાઈ મણિભાઈ પણ સહકુટુંબ માસ દોઢ માસ સમાગમાર્થે તારાપુરમાં રહેલા. આણંદ સ્ટેશન પર તારમાસ્તર તરીકે ભાઈ મગનભાઈ લલુભાઈ હતા, તે પણ દરરોજ ગાડીમાં આવતા. ફાગણ સુદ પૂર્ણિમાએ આજુબાજુનાં ગામોમાંથી તેમ જ વટામણ તરફથી ત્રણસો ભાઈઓ એકત્ર થયા હતા અને ઘણા ઉલ્લાસથી ભક્તિ થઈ હતી.
હવાપાણીને કારણે અન્ય ક્ષેત્રે જવાની ઘારણા હતી. તે અરસામાં સીમરડા ગામે પધારવા ભાઈ મોતીભાઈ ભગત તથા બાંઘણીવાળા ભાઈ ભગવાનજીભાઈની આગ્રહભરી વિનંતિ હોવાથી શ્રી લઘુરાજસ્વામીનું સીમરડે પઘારવું થયું અને ત્યાં ઊંટવૈદું થવાથી તેઓશ્રીની શરીર સ્થિતિ ભયંકર થઈ પડેલી તે શ્રી રણછોડભાઈના શ્રી રત્નરાજને પાઠવેલા પત્રથી જણાય છે – “ઉંદરના કરડનો ઉપચાર આંકોલાના ઝાડનું મૂળ બતાવેલું. તે તારાપુર....છ દિવસ વાપર્યું હતું. અત્રે (સીમરડા) આવી તે દવા વાપરવી શરૂ કરી. પાવલીભાર પીતા. અત્રે દરરોજ રૂપિયાભાર... શરૂ કર્યો. પાંચ દિવસ તો દરરોજ ઝાડા ઊલટી થતી તે ખમી શકાય તેવું દેખાયું. છ દિવસે..... જૂના વૃક્ષનાં મૂળ હોવાથી ઘણાં જ ઝેરી તેજદાર હતાં, તેથી ઝાડો ને ઊલટી થઈ પરંતુ જઠરમાં એકદમ ઠંડી પડી જવાથી વાયુ સખત થઈ ગયું અને સઘળી ગરમી લોહીમાં આવી જવાથી લાય લાય થઈ અને સખત વેદનાને કારણે તાવ જે ઘીમો ઘીમો હતો તે ઘણા જોરથી આવ્યો જેથી દેહ છૂટી જવાના સંભવ સુધી વેદનીનું પરિણમવું થયું. અમો બધા ગભરાઈ ગયા. ગામડું ગામ, કોઈ દવા કે વૈદ્ય તેમ કોઈ સલાહકાર હુંશિયાર માણસ પણ પાસે મળે નહીં. જેથી ઘણી ચિંતા થઈ પડી. પરંતુ હરિઇચ્છાએ.... પરમાત્મા પરમકૃપાળુ પ્રભુશ્રીએ જ કહ્યું કે ઘી મને ખવરાવો. જેથી ઘી અમે બીતાં બીતાં ખવરાવ્યું, કારણ તાવ હતો. દવાની ગરમી કંઈક શાંતતાને પામવાના રૂપમાં જણાઈ જેથી ફરી ઘી થોડું પાયું. પરંતુ તે દિવસ તો ભયંકર સ્થિતિમાં પસાર કર્યો. બીજે દિવસે ગળામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org