________________
[૫૬] સલાહે વર્તે તેમાં હું ખુશ છું. મને હવે નિવૃત્તિ, જેમ બને તેમ પરિચય મુમુક્ષુભાઈ બહેનો તરફથી ઓછો થાય તેમ વિચાર છેy... હવે તો પત્રવ્યવહાર પણ જેમ બને તેમ ઓછો કરવો છે.” ત્યાર પછી માત્ર વર્ષ પૂરું થતાં એક પત્રમાં ક્ષમાપનાપૂર્વક લખે છે : “વાને લીધે ઊઠતાં બેસતાં લડથડિયાં આવી જાય છેજી.. અવિષમભાવે જોયા કરીશું. બીજી કોઈ પ્રકારની અગવડ નથી... અત્રેથી કોઈ પત્ર લખવાનું થતું નથી. ચિત્તવૃત્તિ સંકુચિત થવાથી તેમ વર્તાયું છેજી. પત્રો ઘણાં....ઘણાં ક્ષેત્રોથી આવે છે, તેમને લખવું થતું નથી. તેમના બધાનું કેમ ચાલે છે, તે પણ ખબર નથી, તથા મુમુક્ષુ ભાઈઓ જે વિચાર ઘારતા હોય, તેમના સંબંઘી લક્ષ નથી. હે પ્રભુ, શાંતિ છે. “તારું તારી પાસ હૈ, ત્યાં બીજાનું શું કામ ?' '
૧૪
શ્રી બગસરાથી સં. ૧૯૭૪ કાર્તિક સુદ ૧૫ પછી શ્રી લઘુરાજ સ્વામી ચારણિયા ગામે પધાર્યા. ત્યાં એક મહિનો રહીને રાજકોટ પધાર્યા; શ્રીમન્ની દેહોત્સર્ગ ભૂમિ છે ત્યાં ભક્તિભાવ કરેલો. પછી શ્રી રત્નરાજસ્વામીને ઉમરદશી મળીને ચરોતર તરફ પધાર્યા. ચરોતરના ભાઈઓને વિરહ લાંબો કાળ રહ્યો તેથી નાર, કાવિઠા વગેરેના મુમુક્ષુઓ ચરોતરમાં પઘારવા ચાતુર્માસથી જ ચાલુ આગ્રહપૂર્વક વિનંતિ કરતા હોવાથી નાર પઘારવાના વિચારથી અગાસ સુધી આવ્યા ત્યાં તો કાવિઠાના મુમુક્ષુઓ અગાસ સામા આવેલા અને કાવિઠા લઈ ગયાં. ભાઈ કલ્યાણજીભાઈ આદિ મુમુક્ષુજનો કાવિઠા સુધી આવેલા. પાંચ-સાત દિવસ કાવિઠા રોકાઈ તેઓશ્રી નાર પઘાર્યા. બીજા ગામોમાંથી મુમુક્ષુઓ દર્શન-સમાગમ અર્થે નાર આવતા હતા. રાત્રિ વ્યતીત થયા પછી જેમ પ્રભાત થાય છે તેમ શ્રી લઘુરાજ સ્વામીના સંબંઘમાં પણ ચાર વર્ષ ઉપર જેમ ચરોતર તજી દૂર નીકળી જવાના સંયોગો ઊભા થયા હતા તેને બદલે હવે ચરોતરમાં ભક્તિના યુગનો ઉદય થવાનો હોય તેમ અનેક નવા મુમુક્ષુજનો એકત્ર થવા લાગ્યા. ભાઈ રણછોડભાઈને પણ તેમના ઘંઘાના ભાગીદારો હતા તેમની સંમતિથી ભક્તિમાં કાળ ગાળવાનો સારો વખત મળ્યો. તેથી શ્રી લઘુરાજ સ્વામી સાથે જ ઘણો વખત તે રહેતા અને નવા મુમુક્ષમંડળને ભક્તિમાર્ગમાં જોડવામાં તેમણે અથાગ પ્રયત્ન આરંભ્યો. પુરુષના યોગબળના વિસ્તારમાં નિમિત્તભૂત બુદ્ધિબળ, વચનબળ, કાયબળ, ઘનબળ વગેરેની જરૂર હોય છે. તેવી તેવી જોગવાઈ હવે સહજે સહજે સાંપડવા માંડી.
એક ભાઈના અત્યંત આગ્રહથી શ્રી લઘુરાજ સ્વામી નારથી સીમરડા પઘાર્યા. ત્યાં થોડા દિવસ રહી કાવિઠા દશ-પંદર દિવસ ટક્યા. ત્યાં રાત-દિવસ ભક્તિ થતી. પછી વર્ષાની મોસમ શરૂ થતાં પાછા નાર પધાર્યા અને ત્યાં શ્રીમદ્ રાજચંદ્ર મંદિરમાં ચાતુર્માસ કર્યું. નારના ઘણા મુમુક્ષુઓ ઉત્સાહવાળા હતા તથા મુંબઈથી ભાઈ મણિભાઈ ઘણી વખત આવતા અને રહી જતા. ભાઈ રણછોડભાઈ, ભાઈ ભાઈલાલભાઈ વલ્લભભાઈ, ભાઈ મણિભાઈ આદિનો એવો વિચાર થયેલો કે પ્રભુશ્રી (લઘુરાજ સ્વામી)ની વૃદ્ધાવસ્થા તથા વ્યાધિગ્રસ્ત સ્થિતિ હોવાથી એક પર્ણકુટી જેવા સ્થાયી મકાનની જરૂર છે. તેને માટે સાધુ-સમાધિ ખાતું ખોલી તેમાં જેને રકમ આપવી હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org