________________
[૫૫]
તે વ્યાધિ-પીડા-દુઃખ ન હો.......... આ પત્ર વાંચી સુખશાતા-આરામ થયાના પત્ર પાઠવવા કૃપાવંત થશોજી.’’
ચાતુર્માસ પૂરું થયે સં. ૧૯૭૩ કાર્તિક વદમાં શ્રી લઘુરાજ સ્વામી રાજકોટના વતની ભાઈ રતિલાલ મોતીચંદ સાથે જૂનાગઢથી બગસરા પધાર્યા. તેમના જિનમાં એક માસ તે ભાઈએ ભક્તિભાવે રાખ્યા. ભાઈ મણિભાઈ કલ્યાણજી શ્રી લઘુરાજ સ્વામીનો સમાગમ અવારનવાર નિડયાદ, કાણીસા અને જૂનાગઢ દર્શનનિમિત્તે સાથી ગયેલા. મરકીના ઉપદ્રવ વખતે પણ તેઓનો વિચાર સ્વામીશ્રીને બગસરા લઈ જવાનો હતો એટલે હવે જિનમાંથી સ્વામીશ્રી ભાઈ મણિભાઈને ત્યાં પધાર્યા. અને પછી આખું વર્ષ ત્યાં જ રહેવું થયું હતું. ભાઈ મણિભાઈને ધંધાર્થે મુંબઈ રહેવું થતું. પરંતુ તેમના પિતાશ્રી, માતાજી આદિ શ્રી લઘુરાજ સ્વામીની સેવામાં જ હતાં. પોતે ચારેક વખત બગસરા દર્શનાર્થે આવેલા. તે વખતની સ્વામીશ્રીની દિનચર્યા સંબંધી તે જણાવે છે કે “રોજ સાંજના પ્રભુશ્રીજી બોઘ કરતા, સવારના પરવારી જંગલમાં જતા. બે ત્રણ કલાકે પાછા ગામમાં આવતા. ચાતુર્માસમાં અવારનવાર ચરોતર વગેરે તરફથી કોઈ કોઈ મુમુક્ષુઓ દર્શનસમાગમ માટે આવ્યા કરતા.
,,
શ્રી રત્નરાજે લખેલા પત્રથી શ્રી લઘુરાજ સ્વામીની ત્યાંની શરીરસ્થિતિ સંબંધી જાણવા મળે છે : “મહાપ્રભુજીને શરીરે ડબલ, ત્રિપલ વેદના વર્તતી જાણી ખેદ થયો છે... ખંભાતથી પત્ર છે, તેમાં તેઓને દર્શેચ્છા વર્તે છે.’’
સં. ૧૯૭૩ ના માગશર વદ છઠ્ઠના પત્રમાં શ્રી રત્નરાજ સ્વામીજીને લખે છે : “જિલ્લા હાલ બંઘ છેજી, પ્રભુ; તે આપશ્રીના શુભ આશીર્વાદોથી મૂળ સ્થિતિએ આવવા આકીન છેજી.... આપ મહાપ્રભુજીની કરતલરૂપ છત્રછાયા આ દેહધારીને... શીતળ વિશ્રાંતિ-સ્થાન છેજી.''
પરમકૃપાળુ પ્રભુશ્રી(લઘુરાજ સ્વામી)ના પ્રણ વિષે રત્નરાજ લખે છે : -
“સંસારીનું સગપણ છોડી ભક્તિ મારી ભાવે રે;
તેનો દાસ થઈને દોડું જરી શરમ નવ આવે રે.’’ “અમે સદા તમારા છઈએ શ્રી સ્વામીજી.
જેમ તમે રાખો તેમ રહીએ શ્રી સ્વામીજી.
સત્સંગ, સદ્ગુરુ છો તમે શ્રી સ્વામીજી.’’
ફાગણ સુદ ૧૨ ના પત્રમાં શ્રી લઘુરાજ સ્વામી લખે છે :–
Jain Education International
‘અન્ય પુરુષકી દૃષ્ટિમેં જગ વ્યવહાર લખાય;
વૃન્દાવન જબ જગ નહીં કૌન વ્યવહાર બતાય. ’’
“બીજું સિદ્ધપુરથી આપની વાચા ખુલ્યાની વધાઈ ખબર મળ્યાથી ૫૨મ ઉલ્લાસ થયો છે જી.. જેમ પરમ કૃપાળુનો માર્ગ દીપે તેમ કરશોજી... હું જુદાઈ નહીં સમજું. ભલે પૂ॰ પોપટલાલભાઈ આપશ્રીને મળે, હું રાજી છું. પ્રભુ, જયવિજયજી તથા મોહનલાલજી સર્વ સંપ
For Private & Personal Use Only
www.jainelibrary.org