________________
[૫૪] આદિ માટે બંઘાવી. નારવાળા ભાઈ રણછોડભાઈની સાઘારણ સ્થિતિ છતાં કાણીસામાં કોઈ પ્રકારે મહાત્માઓને હરકત ન પડે તેવી કાળજી રાખી ખર્ચ પણ કરતા. પરંતુ શ્રી લઘુરાજ સ્વામી વ્યવહારકુશળ અને ઘણા દયાળુ હતા તે એક મુમુક્ષુ પર બધો બોજો પડે છે તે જાણતા હતા, તેમજ શ્રી રત્નરાજની સ્વતંત્ર પ્રકૃતિ પલટાય તેમ નહીં જણાવાથી પોતે કોઈ દૂર ક્ષેત્રમાં એકલા ચાલી નીકળવાનું મનમાં ઘારી રાખ્યું હતું. ચૈત્ર વદ પાંચમની ભક્તિ પછી શ્રી રત્નરાજ પૂજાભાઈ, ગાંઘીજી આદિને મળવા અમદાવાદ તરફ ગયા અને શ્રી લઘુરાજ સ્વામી નાર પઘાર્યા. ત્યાં શ્રી લક્ષ્મીચંદજી મુનિને મળ્યા અને શ્રી રણછોડભાઈને પણ જણાવ્યું કે હવે અમે કોઈ જંગલોમાં ચાલ્યા જઈશું, અને કાઉસગ્ગ કરી દેહ પાડી દઈશું, પણ કોઈને બોજારૂપ થવા ઇચ્છતા નથી. અમારી આજ્ઞા સિવાય કોઈએ અમારી પાસે આવવું નહીં. આ પ્રસંગ શ્રી રણછોડભાઈએ આંખમાં આંસુ સાથે કહી બતાવ્યો હતો. ત્યાંથી નડિયાદ થઈ અમદાવાદ આવ્યા, ઘર્મશાળામાં ઊતર્યા. રત્નરાજ સ્વામી અમદાવાદથી વિહાર કરી પાલનપુર તરફ ચાલ્યા ગયેલા. અમદાવાદમાં પોતે પૂજાભાઈ, ગાંધીજી આદિને મળીને કાઠિયાવાડ તરફ પઘાર્યા. સુણાવના ભાઈ કાભઈ મુનદાસ તેમની સાથે હતા. કુંકાવાવ તરફ જવાના હતા. જૂનાગઢ સ્થિરતા થયા પછી ન જેવો પત્રવ્યવહાર ખાસ પરિચયી પ્રત્યે થયો છે. શ્રી રણછોડભાઈને પણ થોડા વખત સુધી જાણવા નથી દીધું. સં. ૧૯૭૨ નું ચોમાસું પણ ત્યાં જૂનાગઢમાં થયું.
ત્યાંના વાતાવરણ સંબંધી લખે છે : “.... વનક્ષેત્રે રાજેશ્રી મુકામ, નિવૃત્તિ યોગીઓને ધ્યાન રમણ કરવાની જગા, સહજ વૃત્તિમાં આનંદ ઊપજે, ચિત્ત કરવાનું નિમિત્ત કારણ, એકાંતવાસ જગાનું ઘામ, પાણી પણ સારું તે બધું અત્રે અનુકૂળ છે. ઉપાધિ પણ ઓછી છે.”
“આ ક્ષેત્ર ત્યાગી, વૈરાગી, યોગી, ધ્યાનીને સહજ નિમિત્ત અનુકૂળતાવાળું છે.”
હે પ્રભુ, સહજે હલકા ફલ થયા છીએ, સરુ પ્રતાપે કોઈ ચાં કે ચૂં બોલતું નથી. ઊલટા સામા ભાવ કરતા આવે છેજી... આવી નિવૃત્તિવાળી જગામાં કાંઈ વિક્ષેપ કે વિકલ્પ ટળી જાય છે. એકાંત આનંદ જ્ઞાનના પ્રતાપે ગુરુશરણથી શાંતિ વર્તે છે.”
“રોગ મરકી પ્રથમ ગામમાં દેખાઈ હતી. પણ હાલ ઠીક છે. અત્રે ગામ બહાર “પ્રકાશપુરી'માં તો કોઈ ઉપદ્રવ નથી; સારું છે. એટલે (શ્રી કલ્યાણજીભાઈને, બગસરા) પત્રથી ના (ત્યાં જવાની) જણાવી છે. અત્રે રહેવા હાલ તો વિચાર છે. પછી હરીચ્છા, આગળ ઉપર થાય તે ખરું.”
બીજા એક પત્રમાં જણાવે છે : “ફક્ત જે અંતવૃત્તિઓ જેમ સહજ, સદ્ગશરણથી શાંત થાય તેવો પુરુષાર્થ બને છેજી, તે આનંદ થાય છે. વ્યવહારથી જેમ યોગ-સાઘન બને તે કરવામાં સહેજે સહેજે આવે છે, તેના દ્રષ્ટાથી શાંતિ છેજી. એક આત્મા સિવાય બધું ખોટું છે ત્યાં વિકલ્પ શો?”
સંવત્સરી ક્ષમાપના સંબંઘી સં. ૧૯૭૨ માં સ્વામીજી રત્નરાજને લખેલા પત્રમાં લખે છે : “આપશ્રીને જે દેહશરીર પ્રકૃતિ નરમ અને મૂચ્છ આવ્યાની બીના સાથે વાચાબંઘની ખબર મળ્યાથી અતિ ખેદ થયો છેજ. તે વ્યાધિ પ્રત્યક્ષ જોયેલી હતી....... એમ થાય છે કે કોઈ જીવાત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org